SBI ગ્રાહક એલર્ટ: જન ધન ખાતા પર બેંક તરફથી બે લાખ રૂપિયાના લાભની જાહેરાત, જાણો વિગત

SBI ગ્રાહક એલર્ટ: જન ધન ખાતા પર બેંક તરફથી બે લાખ રૂપિયાના લાભની જાહેરાત, જાણો વિગત
પ્રતીકાત્મક તસવીર

એસબીઆઈ (SBI) તરફથી જાહેરાત કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ PMJDY અંતર્ગત ખાતું ખોલાવે છે તો તેણે ન્યૂનત્તમ બેલેન્સના નિયમમાં છૂટ આપવામાં આવશે.

  • Share this:
    નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (State Bank of India)એ જન ધન ખાતા ધારકો (Jan Dhan account holders) માટે મોટી જાહેરાત કરી છે. બેંક તરફથી તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે કે જો કોઈ જન ધન ખાતા ધારક "SBI RuPay જન ધન કાર્ડ" માટે અરજી કરે છે તો તેમને બે લાખ રૂપિયા સુધીનું વીમા કવર મળશે. "હવે સમય આવી ગયો છે કે તમે સફળતાના રસ્તા પર ચાલો. એસબીઆઈ રુપે જનધન કાર્ડ માટે આજે જ અરજી કરો," એસબીઆઈ તરફથી ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે.

    કેન્દ્ર સરકારની સ્કીમ અંતર્ગત પ્રધાન મંત્રી જન ધન યોજના (PMJDY)નું કેન્દ્ર બિંદુ ગ્રામ્ય વિસ્તારની સાથે સાથે શહેરી વિસ્તાર પણ છે. ઉલ્લેખનીય છે કે એસબીઆઈ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ PMJDY અંતર્ગત ખાતું ખોલાવે છે તો તેણે ન્યૂનત્તમ બેલેન્સના નિયમમાં છૂટ આપવામાં આવશે.



    આ પણ વાંચો: રાજસ્થાન: શ્રી સાંવલિયા સેઠ મંદિરને મળ્યું એટલું દાન કે સ્ટાફ નોટો ગણી ગણીને થાક્યો!

    કોણ ખાતું ખોલાવી શકે?

    પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત કોઈ પણ ભારતીય કે જેની ઉંમર 10 વર્ષ કે તેનાથી વધારે હોય તે બેંક ખાતું ખોલાવી શકે છે.

    જન ધન ખાતું ખોલાવવાના ફાયદા:

    1) સરકારની તમામ સ્કીમનો લાભ સીધો જ ખાતામાં જમા થશે.
    2) જનધન ખાતા સાથે ફ્રી મોબાઇલ બેન્કિંગની સુવિધા પણ આપવામાં આવે છે.
    3) જનધન ખાતું ખોલાવ્યાના છ મહિના બાદ ઓવરસિઝ સુવિધાનો લાભ મળે છે.
    4) આ સાથે બે લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો આપવામાં આવશે.
    5) 30 હજાર રૂપિયા સુધીનું લાઇફ કવર.
    6) ખાતા ધારકને રુપે ડેબિટ કાર્ડ આપવામાં આવશે. જેનાથી તેઓ રૂપિયા ઉપાડી શકે છે અને ખરીદી પણ ખરી શકે છે.
    7) ડિપોઝિટ પર વ્યાજ મળે છે.
    8) આખા દેશમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા.
    9) ખાતાના માધ્યમથી વીમો કે પેન્શન પ્રૉડક્ટન સરળતાથી ખરીદી કરી શકાય છે.

    જન ધન ખાતું ખોલાવવા માટે કયા કયા દસ્તાવેજ માન્યા:

    1) આધાર કાર્ડ
    2) પાસપોર્ટ
    3) ડ્રાઇવિંગ લાઇસન્સ
    4) કેવાયસી માટે જરૂરી કોઈ પણ દસ્તાવેજ.

    કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે પ્રધાન મંત્રી જન ધન યોજના અંતર્ગત કુલ 41.75 કરોડ ખાતા ખોલવામાં આવ્યા હતા. જેમાંથી હાલ 35.96 કરોડ એકાઉન્ટમાં વ્યવહાર થઈ રહ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:February 12, 2021, 08:31 am

    ટૉપ ન્યૂઝ