રૂ. 1400થી શરૂ કરો સેવિંગ, નોકરી પહેલા તમારા દીકરાને મળી જશે 1 કરોડ

News18 Gujarati
Updated: January 12, 2019, 4:27 PM IST
રૂ. 1400થી શરૂ કરો સેવિંગ, નોકરી પહેલા તમારા દીકરાને મળી જશે 1 કરોડ
રોકાણની રીત

આ ફંડ્સમાં રોકાણના 1 વર્ષ બાદ પૂરી રીતે તે ટેક્સ ફ્રી થઈ જાય છે. આવામાં રોકાણ કરવામાં આવેલી રકમ પર જેટલો નફો મળે તેના પર કોઈ ટેક્સ નથી આપવો પડતો.

  • Share this:
દરેક માતા-પિતાને પોતાના બાળકોના કરિયરની ચિંતા હોય છે. માતા-પિતા બાળકોને સારૂ શિક્ષણ આપવા માંગે છે, અને સક્ષમ બનાવવા માંગે છે, જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત રહી શકે. કેટલીક વખત પેરેન્ટ્સ કોશિસ કરે છે, પરંતુ સારૂ પ્લાનિંગ ના થવાના કારણે બચતનો પૂરો લાભ નથી મળી શકતો.

આજે અમે તમને જણાવીએ બચતની એક નવી રીત, જેને તમે અપનાવશો તો જ્યાં સુધીમાં તમારો દીકરો નોકરી કરવા લાયક થશે, ત્યાં સુધી તેની પાસે 1 કરોડ રૂપિયાની પૂંજી હશે.

પ્લાનિંગ ખુબ સરળ છે. આમાં રોકાણની શરૂઆત 1400 રૂપિયાથી શરૂ કરવાની છે. પછી તેમાં દર વર્ષે 15 ટકા વધારો કરવાનો છે. મતલબ કે પહેલા વર્ષે 1400 રૂપિયાનું રોકાણ તો બીજા વર્ષે 1610 રૂપિયા થઈ જશે. આ રીતે રોકાણને આગળ વધારતા રહેશો, આ રોકાણ પર તમને 12 ટકા રિટર્ન મળે છે તો, 25 વર્ષમાં આ રકમ 1 કરોડ રૂપિયા થઈ જશે.

ક્યાં કરશો રોકાણ
છેલ્લા એક વર્ષમાં એક ડઝનથી વધારે મ્યુચ્યુઅલ ફંડે 50 ટકાથી વધારે રિટર્ન આપ્યું છે. જો લાંબા સમય માટે રોકાણ કરવામાં આવે તો, આ ફંડ્સનું 12 ટકાથી પણ વધારે રિટર્ન પ્રતિસત રહ્યું છે. જેથી જાણકારી મેળવી સારા ફંડમાં રોકાણ કરવામાં આવે તો, 12 ટકાથી વધારે રિટર્ન મળે તો 25 વર્ષમાં આ રકમ 1 કરોડ રૂપિયા થઈ જશે.

આવી રીતે વધે છે રોકાણ
Loading...

બૂંદ-બૂંદથી ઘડો ભરાય છે. આમ તો આપણે રોકાણના નામે મામૂલી રકમ જ જમા કરાવીએ છીએ, પરંતુ જેમ જેમ સમયગાળો વધે છે, તેમ રિટર્ન પણ વધતુ જાય છે. ત્યારબાદ ફંડ ઝડપથી વધવા લાગે છે. આ પ્લાનિંગમાં રોકાણ પાંચ વર્ષમાં 1.5 લાખ રૂપિયાથી થોડુ વધારે થશે અને 10મા વર્ષમાં વધીને 5 લાખ રૂપિયાથી વધારે થશે.

આ રીતે 15મા વર્ષે આ રોકાણ 16 લાખ રૂપિયાથી વધી જશે. 20 વર્ષમાં આ વધીને 42 લાખ રૂપિયાથી વધી જશે. અને 25 વર્ષમાં આ રોકાણ 1 કરોડ રૂપિયાથી વધારે થઈ જશે.

ટેક્સ ફ્રી હોય છે પૈસા
જે લોકો ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે તેમણે લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સનો ફાયદો મળે છે. આ ફંડ્સમાં રોકાણના 1 વર્ષ બાદ પૂરી રીતે તે ટેક્સ ફ્રી થઈ જાય છે. આવામાં રોકાણ કરવામાં આવેલી રકમ પર જેટલો નફો મળે તેના પર કોઈ ટેક્સ નથી આપવો પડતો.
First published: January 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...