70 હજારનું રોકાણ કરી શરૂ કરો કેબનો બિઝનેસ, દર મહિને થઈ શકે છે 50 હજાર રૂપિયાની કમાણી

આ બિઝનેસમાં 70 હજાર રૂપિયા રોકીને આપને એવી કાર મળશે જેમાં પહેલાથી જ તમામ પરમિટ મળશે, ચાલો જાણીએ કેવી રીતે આ બિઝનેસને કરી શકો છો

આ બિઝનેસમાં 70 હજાર રૂપિયા રોકીને આપને એવી કાર મળશે જેમાં પહેલાથી જ તમામ પરમિટ મળશે, ચાલો જાણીએ કેવી રીતે આ બિઝનેસને કરી શકો છો

  • Share this:
    નવી દિલ્હીઃ શું કોઈ એવો બિઝનેસ (Business) હોઈ શકે છે જ્યાં મૂડી રોકાણ (Investment) ઓછું હોય અને નફો (Profit) વધારે? આવા અનેક બિઝનેસ છે પરંતુ આજે અમે આપને એક એવા બિઝનેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે માત્ર 70 હજાર રૂપિયા રોકીને આપને એક કારના માલિક બનાવી દેશે ઉપરાંત તે કારને કેબ (Cab) તરીકે ચલાવીને તમે દર મહિને લગભગ 50 હજાર રૂપિયા સુધીની કમાણી પર કરી શકો છો. સૌથી સારી વાત એ છે કે 70 હજાર રોકીને આપને એવી કાર મળશે જેમાં પહેલાથી જ તમામ પરમિટ હશે. ચાલો જાણીએ કેવી રીતે તમે આ બિઝનેસને કરી શકો છો.

    ઓલા ઉબરથી અટેચ કરાવીને આપે છે ગાડીઓ

    કેબ માટે જરૂરી કોમર્શિયલ કારો (Commercial Cars) પ્રોવાઇડ કરનારા અનેક ડીલર્સ છે. જે માત્ર 50થી 70 હજાર રૂપિયાના ડાઉન પેમેન્ટમાં ઓલ્ટો 800 (Alto 800), સ્વિફ્ટ ડિઝાયર (Swift Dzire), વેગન આર, હ્યુનડઇની અસેન્ટ, ટોયોટાની ઇટિયોસ (Toyota Etios) વગેરે ફાઇનાન્સ કરી આપે છે. તેની સાથે જ જે કાર તમે લેશે ડોલર્સ તેને ઓલા કે ઉબર સાથે અટેચ પણ કરાવીને પણ આપે છે. જો આપને નેશનલ પરમિટની કાર જોઈએ છે તો તે પણ આપને મળી જશે અને લોકલ સ્ટેટ કે દિલ્હી એનસીઆર માટે જોઈએ છે તો તે પણ. જેનો સીધો અર્થ એ થાય છે કે ગાડી ખરીદતા તરત જ તમે કમાણી પણ શરૂ કરી શકો છો.

    આ પણ વાંચો, નાણા કમાવવાનો Formula: ઘરે બેઠા 30 હજાર રૂપિયા કમાવા છે તો શરૂ કરો આ બિઝનેસ

    સારી વાત એ છે કે આ કારોને ફાઇનાન્સ કરવા માટે આપને બેંકોના ચક્કર પણ કાપવા નહીં પડે. ડીલર્સ પોતાની મેળે જ તાત્કાલિક કાર ફાઇનાન્સ કરી આપે છે અને ડોમ્યુમેન્ટેશન પણ બેંકની તુલાનામાં ખૂબ સરળ હોય છે. અનેક ડીલર્સ માત્ર આધાર કાર્ડ અને ચેક લઈને પણ તાત્કાલિક કાર ફાઇનાન્સ કરાવી દે છે.

    આ પણ વાંચો, માત્ર 5 લાખ રૂપિયાથી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 70 હજારની કમાણી

    આવી રીતે થશે કમાણી

    આપના હિસાબથી તમે જે પણ કાર લો છો, તેને ઓલા (Ola) કે ઉબર (Uber)માં ચલાવી શકો છો કે પછી તમે તેને એરપોર્ટ પર આવતા-જતા પેસેન્જરો માટે ચલાવી શકો છો કે પછી કોઈ કંપની કે કોલ સેન્ટરમાં પણ અટેચ કરી શકો છો. જો તમારી કેબ આખા દિવસમાં 12 કલાક પણ ચાલે છે તો તમે તેનાથી દરરોજ ઓછામાં ઓછા 1500 રૂપિયા સરળતાથી કમાઈ શકો છો. કારણ કે આ ગાડીઓ સીએનજીથી ચાલે છે તો માત્ર 400 રૂપિયાના સીએનજીમાં તે 250 કિલોમીટર સુધી ચાલે છે.
    Published by:Mrunal Bhojak
    First published: