Home /News /business /2 લાખનું રોકાણ કરી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે રૂ. 50,000 નો નફો, સરકાર કરશે 80% મદદ

2 લાખનું રોકાણ કરી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે રૂ. 50,000 નો નફો, સરકાર કરશે 80% મદદ

ઓછા રોકાણમાં કરો નવો બિઝનેસ

NEW BUSINESS IDEA: જો આપ ઓછા રોકાણમાં (Investment) નવો બિઝનેસ (New Business) શરુ કરવા માંગો છો તો અમે આપને એક એવાં જ બિઝનેસ (New Startup) અંગે માહિતી આપીએ છીએ જેમાં રોકાણ ખૂબ ઓછું અને વધુ નફો છે.

  NEW BUSINESS IDEA: નવો વ્યવસાય શરૂ કરતી વખતે બે વસ્તુઓ મહત્વપૂર્ણ છે. પહેલા વ્યવસાયમાં રોકાણ (Low-Cost Business Idea) કેટલું હશે. બીજુ વ્યવસાયથી કેટલો નફો થશે. આ રીતે અમે તમને એવા વ્યવસાય વિશે જણાવીએ જેમાં રોકાણ ખૂબ ઓછું અને વધુ નફો છે. આ વ્યવસાય ટામેટા સોસથી સંબંધિત છે. આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે ફક્ત 2 લાખ રૂપિયા જ રોકાણ (Investment)કરવું પડશે. આ કામમાં કેન્દ્ર સરકાર તમને મદદ કરશે. સરકારની મુદ્રા સ્કીમ હેઠળ, તમને હેલ્પ લોન (Help Loan) સરળતાથી મળી રહી છે. આ સ્કીમ હેઠળ સરકારે અલગ- અલગ બિઝનેસ શરૂ કરવા માટે પ્રોજેક્ટ રિપોર્ટ પણ તૈયાર કર્યા છે.

  આ પણ વાંચો- તહેવારો પહેલા સરકારી બેંક કર્મચારીઓને કેન્દ્રની લ્હાણી, છેલ્લા પગારનાં 30% સુધી વધશે પેન્શન

  શરુ કરો ટામેટા બિઝનેસ-ટામેટાની ચટણી અથવા ટોમેટો કેચઅપની (Tomato Catch up Business)માંગ દરેક સમયે ઘરો કે હોટલ-રેસ્ટોરાંમાં રહે છે. આજે માર્કેટમાં અનેક પ્રકારના સ્થાનિક બ્રાન્ડ્સ, અનેક લોકપ્રિય લોકલ બ્રાન્ડ્સ ઉપલબ્ધ છે. જો લોકલ બ્રાન્ડની સ્થાનિક ગુણવત્તા સારી છે, તો માંગ વધે છે. આ કિસ્સામાં એક વ્યવસાય શરૂ કરવો એ સારો વિચાર હોઈ શકે છે.

  આ પણ વાંચો-50 હજારથી વધારેનો ચેક આપવા પર તમે મુકાઈ શકો છો મુશ્કેલીમાં, જાણો RBIનો નવો નિયમ!

  કુલ ખર્ચ: રૂ. 7.82 લાખ રુપિયા, ફિક્સ્ડ મૂડી 2 લાખ રુપિયા અને આમાં તમામ પ્રકારની મશીનરી અને સાધનોનો ખર્ચ સામેલ છે. વર્કિંગ કેપિટલ: 5.82 લાખ રુપિયા (આમા ટામાટર, રો-મટિરિયલ, ઇન્ગ્રિડિએન્ડ કામ કરાવાની સેલેરી, પાર્કિંગ, ટેલિફોન, ભાવનો ખર્ચ સામેલ છે.

  સરકારની સહાયથી આ રીતે મળશે મદદ - આમા તમારે 1.95 લાખ રૂપિયા તમારી પાસે મેળવવા પડશે. વર્કિંગ કેપિટલ લોન 4.36 લાખ રૂપિયા રહેશે. આ લોન મુદ્રા યોજના હેઠળ કોઈપણ બેંકથી સરળતાથી ઍક્સેસિબલ રહેશે.

  કેવી રીતે થશે નફો- 7.82 લાખ રૂપિયાના રોકાણમાં જે એસ્ટીમેટ છે તેમા ટર્નઓવર 28.80 લાખ રૂપિયા હોઈ શકે છે. 24.22 લાખ વાર્ષિક, નેટ નફો: 4.58 લાખ વાર્ષિક, મહિનાનો નફો: આશરે 40 હજાર રૂપિયા.

  આ પણ વાંચો-Multibagger Stock: લોકોના ભરોસા પર ખરો ઉતર્યો આ શેર, 10 વર્ષમાં 1 લાખ બની ગયા 1.12 કરોડ રૂપિયા!

  કેવી રીતે મળશે લોન - મુદ્રા યોજના હેઠળ લોન માટે તમારે સરકારી અથવા બેંક શાખામાં અરજી કરવી પડશે. જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો તમારે અન્ય દસ્તાવેજો આપવાના રહેશે જેમાં ઘર માલિકી અથવા ભાડા દસ્તાવેજો, કામ સાથે સંબંધિત માહિતી, આધાર, PAN નંબર સામેલ છે. તપાસ બાદ બેંક મેનેજર લોન મંજૂર કરે છે.

  અરજી કેવી રીતે કરવી - તમે આ માટે પ્રધાનમંત્રીની નાણાં યોજના હેઠળ કોઈપણ બેંકમાં અરજી કરી શકો છો. આના માટે તમારે ફોર્મ ભરવાનું છે જેમાં નામ, સરનામું, વ્યવસાયનું સરનામું, શિક્ષણ, વર્તમાન આવક અને કેટલી લોન જોઇએ છે. આમા કોઈ પ્રોસેસિંગ ફી અથવા ગેરેંટી ફી હોતી નથી.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Business idea, Low cost Business Idea, Mudra loan yojna

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन