Home /News /business /Business Idea: હાલ ટ્રેન્ડમાં છે આ બિઝનેસ, તમે પણ કરી શકો શરૂઆત; સરકાર પણ કરશે મદદ

Business Idea: હાલ ટ્રેન્ડમાં છે આ બિઝનેસ, તમે પણ કરી શકો શરૂઆત; સરકાર પણ કરશે મદદ

સુપરહિટ બિઝનેસ

Business Idea: જો તમે બિઝનેસ શરૂ કરવા માંગો છો અને તમારી પાસે કોઈ આઈડિયા નથી, તો આજે અમે તમને એક સુપરહિટ બિઝનેસ આઈડિયા જણાવવા જઈ રહ્યા છીએ. આમ તો બિઝનેસ માટે હજારો આઈડિયા છે, પરંતુ તેમાંથી એક સુપરહિટ આઈડિયા છે ચિલડ્રન ગારમેન્ટ્સ એટલે કે બાળકો માટે કપડા બનાવવાનો બિઝનેસ.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ જો તમે બિઝનેસ શરૂ કરવા માંગો છો અને તમારી પાસે કોઈ આઈડિયા નથી, તો આજે અમે તમને એક સુપરહિટ બિઝનેસ આઈડિયા જણાવવા જઈ રહ્યા છીએ. આમ તો બિઝનેસ માટે હજારો આઈડિયા છે, પરંતુ તેમાંથી એક સુપરહિટ આઈડિયા છે ચિલડ્રન ગારમેન્ટ્સ એટલે કે બાળકો માટે કપડા બનાવવાનો બિઝનેસ. આપણા દેશમાં દરેક દિવસે હજારો બાળકો જન્મે છે. એટલા માટે ચિલડ્રન ગારમેન્ટસમની માંગ એક વયસ્ક ગારમેન્ટની તુલનામાં વધારે હોય છે. એવામાં બાળકો માટે ગારમેન્ટ્સ બનાવવાનો બિઝનેસ એક ફાયદાકારક સોદો સાબિત થઈ શકે છે.

બાળકો માટે કપડાં એક જરૂરી વસ્તુ છ્ અને રંગ-બેરંગી કપડામાં તેઓ બહુ જ સુંદર લાગે છે. નવા ફેશન ટ્રેન્ડના કારણે ગારમેન્ટનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે. બાળકોના કપડાંનું મેન્યુફેક્ચરિંગ બહુ જ સરળ રીતે થાય છે.

આ પણ વાંચોઃ વિશ્વનો નંબર-1 શેર, રોકાણકારોને આપ્યુ 1600 ટકા વળતર; હજુ પણ 42 ટકા કમાણી કરાવી શકે

આ બિઝનેસ શરૂ કરવા માટે કેટલો ખર્ચ થશે


ખાદી અને ગ્રામોદ્યોગે ચિલડ્રન ગારમેન્ટ પર એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ પ્રમાણે, બાળકોના કપડાં બનાવવાનો બિઝનેસ 9,85,000 રૂપિયામાં શરૂ થઈ જશે. આમાં 6,75,000 રૂપિયા સાધન-સામગ્રી પર ખર્ચ થશે. જ્યારે વર્કિંગ કેપિટલ માટે 3,10,000 રૂપિયાની જરૂર પડશે. આ રીતે, કુલ પ્રોજેક્ટ ખર્ચ 9.50 લાખ રૂપિયા થશે.

મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા


કપડાંને જુદા-જુદા રંગ, ડિઝાઈનમાં એક ટેબલ પર ફેલાવવામાં આવે છે અને કપડાંની જરૂરી સાઈઝની સાથે કાતર વડે કાપવામાં આવે છે. કાપેલા ટુકડાઓને સીવવામાં આવે છે. હુક આઈલેટ્સ અને બટન જોડવા વગેરે મેન્યુઅલ રૂપથી કરવામાં આવે છે. ત્યારબાદ તેને પ્રેસ કરીને પેક કરી દેવામાં આવે છે.

ગારમેન્ટ બિઝનેસ માટે જરૂરી લાઈસન્સ


ગારમેન્ટ બિઝનેસ માટે એક ટ્રેડ લાઈસન્સની જરૂર હોય છે. ટ્રેડ લાઈસન્સ તમારી લોકલ મ્યુનિસિપાલિટી દ્વારા આપવામાં આવે છે. ટ્રેડ લાઈસન્સ ઉપરાંત GST માટે પણ રજિસ્ટ્રેશન જરૂરી હોય છે.

આ પણ વાંચોઃ ભારતે રશિયા પાસેથી તેલ ખરીદીને બચાવ્યા 35000 કરોડ, શું ભારત ચાલુ રાખશે ડિસ્કાઉન્ટ પર ખરીદી?

કેટલી કમાણી થઈ શકે


KVIC રિપોર્ટ પ્રમાણે, ચિલડ્રન ગારમેન્ટ્સના બિઝનેસથી એક વર્ષમાં 90,00 ગારમેન્ટ બનશે. 76 રૂપિયાની કિંમતે તેનું મૂલ્ય 37,62,000 રૂપિયા થશે. પ્રોજેક્ટેડ વેચાણ 42,00,000 રૂપિયા થશે. ગ્રોસ સરપ્લસ 4,37,500 રૂપિયા થશે. એક વર્ષમાં 3,70,000 રૂપિયાની આવક થઈ શકે છે.

જો તમારી પાસે બિઝનેસ શરૂ કરવા માટે રૂપિયા નથી તો તમે પીએમ મુદ્રા લોન યોજના હેઠળ લોન લઈ શકો છો. પ્રોજેક્ટેડ રિપોર્ટ પ્રમાણે, તમે બેંકમાં આ લોન માટે અરજી કરી શકો છો.


(Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business idea, Business news, Earn money

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો