Home /News /business /Business Ideas: આજે જ શરૂ કરો આ બિઝનેસ, લાખોમાં થશે કમાણી; સરકાર પણ કરશે મદદ
Business Ideas: આજે જ શરૂ કરો આ બિઝનેસ, લાખોમાં થશે કમાણી; સરકાર પણ કરશે મદદ
લાખોમાં કમાણી કરાવશે આ બિઝનેસ
Business Ideas: ફૂડ, બેવરેજ, એફએસસીજી પ્રોડક્ટસની ડિલીવરી માટે ખાસ પેકેજિંગની જરૂરત પડે છે. નાજુક વસ્તુઓની ડિલીવરી માટે એક ખાસ પ્રકારના પેકિંગની જરૂર હોય છે. તેને બબલ શીટમાં પેક કરવામાં આવે છે. એવામાં બબલ પેકિંગ પેપરનો બિઝનેસ શરૂ કરવો ફાયદાકારક હોઈ શકે છે.
નવી દિલ્હીઃ વર્તમાન સમયમાં દૈનિક ઉપયોગમાં આવનારા ઉત્પાદનોની પેકેજિંગ માંગમાં વધારો થયો છે. ઓનલાઈન ખરીદી વધવાને કારણે પેકેજિંગ ઈન્ડસ્ટ્રી તેજીમાં આવી છે. સાથે જ ભારતીય ઉત્પાદનેની નિકાસમાં પણ તેની મદદ મળી છે. ફૂડ, બેવરેજ, એફએસસીજી પ્રોડક્ટસની ડિલીવરી માટે ખાસ પેકેજિંગની જરૂરત પડે છે. નાજુક વસ્તુઓની ડિલીવરી માટે એક ખાસ પ્રકારના પેકિંગની જરૂર હોય છે. તેને બબલ શીટમાં પેક કરવામાં આવે છે. એવામાં બબલ પેકિંગ પેપરનો બિઝનેસ શરૂ કરવો ફાયદાકારક હોઈ શકે છે.
એક્સપોર્ટ પેકિંગમાં પણ મોટા પ્રમાણમાં ઉપયોગ
Bubble Packing Papers વિશેષ રૂપથી મોલ્ડ કરવામા આવેલા ઈન્ડસ્ટ્રીયલ પેપર હોય છે, જેનો ઉપયોગ ખાદ્ય વસ્તુઓ અને ફળો જેવા કે , ઈંડા, સંતરા, દ્વાક્ષ, લીચી માટે પેકેજિંગ અને પરિવહનમાં કરવામાં આવે છે. આ બહુમુખી પેકેજિંગ કોઈ પણ ઉત્પાદનને અનુરૂપ બનાવવામાં આવ્યા છે અને એક્સપોર્ટ પેકિંગમાં પણ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.
ખાદી અને ગ્રામોદ્યોગે બબલ પેકિંગ પેપર મેન્યુફેક્ચરિંગ બિઝનેસ પર એક રિપોર્ટ તૈયાર કર્યો છે. તેના પ્રમાણે, બબલ પેકિંગ પેપરનો બિઝનેસ શરૂ કરવા પર 15.05 લાખ રૂપિયાનો ખર્ચ થશે. આમાં 800 વર્ગ ફૂટ વર્કશેડના નિર્માણ માટે 1,60,000 રૂપિયા, સાઘન સામગ્રી માટે 6,45,000 રૂપિયા ખર્ચ થશે. કુલ ખર્ચ 8,05,000 રૂપિયા થશે. આ ઉપરાંત વર્કિંગ કેપિટલ માટે 7,00,000 રૂપિયાની જરૂર હશે. કુલ પ્રોજેક્ટ ખર્ચ 1,505,000 રૂપિયા થશે. એટલે કે બિઝનેસ શરૂ કરવા અને ચલાવવા માટે 15 લાખ રૂપિયાની જરૂર પડશે.
સરકાર કરશે મદદ
જો તમારી પાસે બિઝનેસ શરૂ કરવા માટે રૂપિયા નથી તો તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોન લઈ શકો છે. આ યોજના હેઠળ સરકાર બિઝનેસ શરૂ કરવા માટે 10 લાખ રૂપિયાની લોન આપે છે.
કેવીઆઈસીએ બબલ પેકિંગ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ પર રિપોર્ટ તૈયાર કરી છે, તેના પ્રમાણે, આ બિઝનેસથી વાર્ષિક 1,142,000 રૂપિયાની કમાણી થઈ શકે છે. પ્રોજેક્ટ રિપોર્ટ પ્રમાણે, આ બિઝનેસથી વાર્ષિક 1,280,000 ક્વિન્ટલ બબલ પેકિંગ પેપરનું ઉત્પાદન થઈ શકે છે અને તેનું કુલ મૂલ્ય 4,685,700 રૂપિયા થશે. પ્રોજેક્ટેડ સેલ્સ 5,990,000 રૂપિયા છે, જ્યારે કુલ સરપ્લસ 1214300 રૂપિયા થશે. રિપોર્ટ પ્રમાણે, નેટ સરપ્લસ 1142000 રૂપિયા થઈ શકે છે.
KVIC પ્રમાણે, આ આંકડા સાંકેતિક છે અને જુદી-જુદી જગ્યાઓએ અલગ-અલદ હોઈ શકે છે. જો બિલ્ડિંગ પરનું રોકાણ ભાડામાં ટ્રાન્સફર કરવામાં આવે તો, પ્રોજેક્ટ ખર્ચ ઓછો થઈ જશે અને નફોમાં વધારો થશે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર