Home /News /business /Business Idea: માત્ર 10થી 15 હજાર રૂપિયા ખર્ચીને શરૂ કરો આ પાઉડરનો બિઝનેસ, દરરોજ કમાશો 4,000 રૂપિયા

Business Idea: માત્ર 10થી 15 હજાર રૂપિયા ખર્ચીને શરૂ કરો આ પાઉડરનો બિઝનેસ, દરરોજ કમાશો 4,000 રૂપિયા

કેળના પાઉડરનો બિઝનેસ શરૂ કરી તગડી કમાણી કરો

Business Idea: શું તમે પણ નોકરીથી કંટાળી ગયા છો, કે પછી નોકરી કરવા નથી માંગતા? શું તમે પોતાના બિઝનેસ માટે આઈડિયા શોધી રહ્યા છો? તો આજે અમે તમને જણાવીશું કે, એક એવા બિઝનેસ આઈડિયા વિશે જેમા ઓછા ખર્ચની સામે વધારે નફો થશે. અમે તમને કેળા પાઉડરના બિઝનેસ વિશે જણાવીશું.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ આ બિઝનેસ દ્વારા તમે જબરદસ્ત કમાણી કરી શકો છો. આ બિઝનેસ શરૂ કરવા માટે વધારે ખર્ચ પણ કરવાની જરૂર નથી. તમે માત્ર 10,000- 15,000 રૂપિયામાં કેળાના પાવડરનો બિઝનેસ શરૂ કરી શકો છો. પાવડર બનાવવા માટે તમારે માત્ર બે મશીનોની જરૂર પડશે. પહેલી મશીન કેળાને સૂકવશે અને બીજું છે મિક્સર મશીન. તમે આ મશીનોને ઓનલાઈન કે તમારી પાસે કોઈ દુકાનમાંથી ખરીદી શકો છો.

કેવી રીતે કરવી શરૂઆત?


કેળાનો પાઉડર બનાવવા માટે સૌથી પહેલા કાચા કેળાની જરૂર પડશે. ત્યારબાદ તમે આ કેળાને સોડિયમ હાઈપોક્લોરાઈટથી સાફ કરો. હવે તેને છોલીને તરત જ સીટ્રિક એસિડના દ્વાવણમાં નાખો અને 5 મિનિટ માટે છોડી દો. પછી કેળાને નાના-નાન ટકડાઓમાં કાપી લો.

આ પણ વાંચોઃ દુનિયાના સૌથી મોટા બ્રોકરેજ હાઉસે કહ્યું, હવે કેમ આ પાંચ શેરમાં રુપિયા લગાવવા જોઈએ?

ટુકડાઓને હોટ એયર ઓવનમાં નાખો અને 60 ડિગ્રી સેલ્સિયલના તાપમાન પર 24 કલાક માટે રાખી લો. આથી કેળાના ટુકડાઓ સંપૂર્ણ રીતે સૂકાઈ જશે. પછી તેને મિક્સીમાં નાખી પીસી લો. બારીક પાઉડર ન થાય ત્યાં સુધી પીસતા રહો.

કેટલી કમાણી થશે?


આમાં માત્ર 10-15 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થશે. પરંતુ તગડી કમાણી થશે, તમે કેળાના તૈયાર પાઉડરને પોલિથીન કે કાચની બોટલમાં ભરીને રાખી શકો છો. કેળાથી બનેલો 1 કિલો પાઉડર બજારમાં 800થી 1000 રૂપિયાની વચ્ચે સરળતાથી વેચાઈ જાય છે. જો તમે દરેક દિવસે 5 કિલો કેળાનો પાઉડર બનાવો છો. તો 3500 રૂપિયાથી 4500 રૂપિયાનો ચોખ્ખો નફો મેળવી શકો છો.

આ પણ વાંચોઃ  તહેવારોમાં જ સોના ચાંદીના કિંમતોમાં લાગ્યો રિવર્સ ગિયર, 50 હજાર થયો સોનાનો ભાવ

ક્યાં કરવામા આવે છે તેનો ઉપયોગ?


કેળામાંથી બનાવેલા પાઉડરને સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક માનવામાં આવે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પાચન શક્તિને પણ મજબૂત કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.


આ ઉપરાંત તે તમારી ત્વચાને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ જ ગુણોના લીધે કેળાના પાઉડરની બજારમાં માંગ બની રહે છે.
First published:

Tags: Business idea, Business news, Business Tips