New Business Idea: ઓછા પૈસામાં શરૂ કરી શકો છો પેકર્સ એન્ડ મૂવર્સનો બિઝનેસ, દર મહીને થશે 30 હજારની કમાણી

પેકર્સ એન્ડ મૂવર્સનો બિઝનેસ કેવી રીતે શરૂ કરાય (ફાઈલ ફોટો)

તમે માત્ર રૂ. 50,000નું રોકાણ કરીને બિઝનેસ શરૂ કરી શકો છો. જેમાં તમે ઓછામાં ઓછા 30,000 રૂપિયા પ્રતિ મહીને કમાણી કરી શકશો.

 • Share this:
  New Business Idea: છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારી(Corona epidemic)એ વિશ્વને ભરડામાં લીધું છે અને તેના કારણે અસંખ્ય લોકોને પોતાની નોકરી(Job)માંથી હાથ ધોવાનો વારો આવ્યો છે. જેથી લોકોને સમજાયું કે પોતાનો બિઝનેસ કરવો હંમેશા સુરક્ષિત હોય છે. જોકે તેમાં જોખમ પણ રહેલું છે. પરંતુ યોગ્ય આયોજન અને નિતીઓ સાથે બિઝનેસ (New Business Idea) કરવામાં આવે તો ચોક્કસથી ફાયદો થાય છે. આજે અમે તમને એવા બિઝનેસ વિશે જણાવીશું, જેમાં ઓછી રકમ લગાવીને તમે સારી શરૂઆત કરી શકો છો. કોઇ પણ બિઝનેસમાં શરૂઆતમાં થોડી વધુ મહેનત કરવી પડે છે, પરંતુ એક વખત બધુ સેટ થઇ જાય તો પછી સમજો કે તમારા બિઝનેસની ગાડી પાટા પર ચડી ગઈ. તમે માત્ર રૂ. 50,000નું રોકાણ કરીને બિઝનેસ શરૂ કરી શકો છો. જેમાં તમે ઓછામાં ઓછા 30,000 રૂપિયા પ્રતિ મહીને કમાણી કરી શકશો.

  આજકાલ લોકોને ક્યાંકને ક્યાંક આવવા જવાનું થતું રહે છે. હંમેશાં ઘણા લોકો એક શહેરથી બીજા શહેરમાં કે કંપની પોતાની ઓફિસ બદલતી રહે છે. તેના માટે તેમને કોઇ સામાન શિફ્ટ કરાવનારની જરૂર પડે છે. શહેરોની વધતી વસ્તી વચ્ચે તમે જોયું હશે કે થોડા સમયથી પેકર્સ અને મૂવર્સ(Packers And Movers)ની માંગમાં ખૂબ વધારો થયો છે. સામાનની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ વેપારમાં ઘણી તેજી આવી છે. દેશના મેટ્રો શહેરમાં તેની માંગ સૌથી વધુ છે. દિલ્હી-NCR, મુંબઇ, કોલકાતા, બેંગલુરુમાં લોકો પેકર્સ એન્ડ મૂવર્સને હાયર કરી રહ્યા છે. જાણકારોનું માનવું છે કે લોકો તેને એટલા માટે વધુ હાયર કરી રહ્યા છે, કારણે કે તેમાં સામાન સુરક્ષિત રીતે પહોંચી જાય છે. તેમાં ગ્રાહકોને સામાનની કોઇ ચિંતા કરવાની જરૂરિયાત રહેતી નથી.

  આ પણ વાંચોપેન્શનર્સ માટે ખૂબ જરૂરી છે આ નંબર, નહીં તો અટકી શકે છે તમારા પૈસા

  આ રીતે કરો શરૂઆત

  આ બિઝનેસને તમે શરૂ કરવા માંગો છો તો ચોક્કસ આયોજન સાથે શરૂ કરો. આ બિઝનેસમાં વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત નથી. ત્યાર બાદ તમારે પેકિંગ કાર્ટૂન, પેકિંગ પેપર, ટેપ, દોરી અને અમુક સાધનોની જરૂર પડશે. આ કામમાં જરૂરિયાત પ્રમાણે કે તેનાથી મોટી ફોર વ્હિલર ગાડી હોવી જરૂરી છે. તેના માટે તમે કોઇ ટ્રાન્સપોર્ટ કંપનીનો સંપર્ક કરી શકો છો. અમુક મજૂર પણ રાખી લો. એટલે કે તમારો શરૂઆતી ખર્ચ ખૂબ ઓછો રહેશે. પછી તમે તમારો બિઝનેસ શરૂ કરી શકો છો.

  શું-શું જરૂરી છે

  આ બિઝનેસ શરૂ કરતા પહેલા તમે રજીસ્ટ્રેશન કરાવી લો. તમે તમારી કંપનીનું પાન કાર્ડ બનાવી બેંક એકાઉન્ટ પણ ખોલાવી લો. તેને તમે સર્વિસ ટેક્સ રજીસ્ટ્રેશન જરૂર કરાવો. તમે જીએસટી અંતર્ગત ટેક્સ ફાઇલ કરી શકો છો. આજકાલ ઓનલાઇનના આ જમાનામાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી શકો છો. જેથી તમને ગ્રાહકો શોધવામાં સમસ્યા નહીં આવે. આ સાથે જ તમે જસ્ટ ડાયલ અને સુલેખા.કોમ જેવી વેબસાઇટ પર પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. જેથી તમને વધુને વધુ કામ મળવામાં સરળતા રહે.

  આ પણ વાંચો - Share Market : મેદાંતા હોસ્પિટલ લાવશે IPO, 5 ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સાથે વાતચીત શરૂ

  કેટલી થશે કમાણી?

  માની લો કે કોઇ સામાન શિફ્ટ કરવા માટે તમે રૂ. 10000નો ઓર્ડર લીધો. તેમાં લગભગ 3000 રૂપિયા મજૂરી, 2000 રૂપિયા ટ્રાન્સપોર્ટ ચાર્જ અને અન્ય ખર્ચ લગભગ 2000 રૂપિયા થઇ શકે છે. કુલ લગભગ 7000 રૂપિયાનો ખર્ચ થયો. જેમાંથી 3000 રૂપિયા રકમ વધી. જો આવા કામ મહીને 10 પણ મળે તો 30,000 રૂપિયા આરામથી કમાઈ શકાશે. જેમ-જેમ તમારા સંપર્કો વધશે પછી કંપનીઓનો સામાન શિફ્ટ કરવો, એક શહેરથી બીજા શહેરમાં સામાન શિફ્ટ કરવા જેવા તમામ કામ મળી શકે છે અને તેનાથી તમે સારી એવી કમાણી પણ કરી શકશો.
  First published: