Freelancing: અનેક લોકો એવા હોય છે, જે જોબ કરવા છતાં પણ મનમાં હંમેશા બિઝનેસ કરવાની ઈચ્છા ધરાવે છે. અનેક વાર તે લોકો પરિસ્થિતિને કારણે ખુદનો બિઝનેસ શરૂ કરી શકતા નથી અથવા ઘણી વાર બિઝનેસ કરવા માટે ફંડ હોતું નથી. સમય બદલાતા બિઝનેસ કરવાની રીતમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમારું ટેલેન્ટ ખૂબ જ મહત્વનું છે. કેટલાક બિઝનેસ એવા પણ હોય છે, જે જોબ સાથે શરૂ કરી શકાય છે. તેમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરવાનું જરૂરિયાત રહેતી નથી. આ તમામ બિઝનેસ લોકો માટે ફાયદાકારક સાબિત થયા છે.
જોબ સાથે કરો બિઝનેસ
આજના સમયમાં લોકો એવો બિઝનેસ કરી રહ્યા છે, જેમાં રોકાણના નામ પર એક પણ પૈસો ખર્ચ કરવામાં આવતો નથી. આવા બિઝનેસમાં નફો પણ કમાઈ શકાય છે. જો તમે પહેલેથી જ કોઈ નોકરી અથવા કામ કરી રહ્યા છો તો પણ તમે આ બિઝનેસ શરૂ કરી શકો છો. અહીંયા એવા બિઝનેસ વિશે જાણકારી આપવામાં આવી છે, જે નોકરી સાથે પણ શરૂ કરી શકાય છે.
બિઝનેસ આઈડિયા (Business Ideas Without Investment)
બ્લોગ (Blog)
જોબ સાથે તમે ઓનલાઈન બ્લોગ સ્ટાર્ટ કરી શકો છો. બ્લોગ કન્ટેન્ટ સાથે જોડાયેલ હોઈ શકે છે અને વિડીયો સાથે પણ જોડાયેલ હોઈ શકે છે. બ્લોગ પર એડ જાહેર કરીને પણ પૈસા કમાઈ શકાય છે.
એફિલિએટ માર્કેટીંગ (Affiliate Marketing)
એફિલિએટ માર્કેટીંગ ઈન્ટરનેટ પર અન્ય કંપનીઓ અને વેબસાઈટની પ્રોડક્ટ તથા સેવાઓને પ્રોત્સાહન આપવાની એક લોકપ્રિય રીત છે. અફિલિએટ માર્કેટીંગ શરૂ કરવા માટે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવું પડતું નથી.
કન્ટેન્ટ રાઈટિંગ (Content Writing)
હાલના સમયમાં ફ્રીલાન્સ કન્ટેન્ટ રાઈટરની ખૂબ જ ડિમાન્ડ છે. જો તમારી ભાષા પર સારી પકડ છે, તો તમે તે ભાષા સાથે જોડાયેલ ફ્રીલાન્સ કન્ટેન્ટ રાઈટિંગ શરૂ કરી શકો છો અને પૈસા કમાઈ શકો છો.
તમે તમારા ફેવરિટ સબ્જેક્ટના ટીચર પણ બની શકો છો. તમે ઘરે જ ટ્યુશન શરૂ કરી શકો છો અથવા વિદ્યાર્થીઓને ઓનલાઈન પણ ભણાવી શકો છો. ઓનલાઈન ટીચિંગના બિઝનેસની માર્કેટમાં ખૂબ જ માંગ જોવા મળી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર