ઉનાળામાં શરૂ કરો આ ખાસ બિઝનેસ, થઈ શકે છે વાર્ષિક રૂપિયા 10 લાખ સુધીની કમાણી

એક એવો બિઝનેસ જે ઉનાળામાં શરૂ કરો તો આરંભે જ તમારા ધંધાને વેગ મળી શકશે.

News18 Gujarati
Updated: May 5, 2019, 9:09 AM IST
ઉનાળામાં શરૂ કરો આ ખાસ બિઝનેસ, થઈ શકે છે વાર્ષિક રૂપિયા 10 લાખ સુધીની કમાણી
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 5, 2019, 9:09 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી : મોઘવારીમાં વધારો થવાની સાથે જ લોકો આવકના નવા નવા સ્રોત શોધતાં હોય છે. અમે તમને એક એવા ધંધા વિશે માહિતી આપીશું જેને ઉનાળામાં શરૂ કરી અને તમે તગડી કમાણી કરી શકો છો. જામ અને જેલીના ફૂડ સપ્લીમેન્ટના વ્યવસાયની બજાર ઝડપથી આગળ વધી રહી છે. જેના કારણે જામ, સ્કવૉશનું બજાર વિકસી રહ્યું છે. આ સ્થિતિમાં જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગતો હોવ તો ફ્રેુટ જામ, અને સ્કવૉશનો બિઝનેસ શરૂ કરવાથી સારો નફો મળી શકે છે. આ બિઝનેસ શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મદદ પણ મળી શકે છે. કેન્દ્ર સરકાર આ ધંધા માટે ઉદ્યમી મિત્ર સ્કિમ અંતર્ગત લોન આપે છે.

રોકાણ
આ બિઝનેસ શરૂ કરવા માટે તમારી પાસે ઓછામાં ઓછા રૂ. 9.08 લાખ હોવા અનિવાર્ય છે. આખા પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 36.30 લાખ જેટલો થાય છે. આ રકમમાં રૂ.12 લાખ મશીનરીનો ખર્ચ, 1.5 લાખ ફર્નિચરનો ખર્ચ. રૂ. 1.2 અન્ય એસેટ અને 21.60 જેટલી વર્કિગ કેપિટલનો સમાવેશ થાય છે.

મશીનરી
જો તમે ફ્રુટ જામ પ્રોડક્શનનું યુનિટ શરૂ કરવા માંગો છો તો તમારે આ મશીનરીની જરૂર પડશે. આ મશીનરીમાં પલ્પિયર, જ્યુસ એક્સટ્રેકર, મિક્સર, ગ્રાઇન્ડર, સ્લાઇસર, કૅપ સીલિંગ મશીન, બૉટલ વૉશિંગ મશીન, કાર્ટૂન સીલિંગ મશીન વગેરનો સમાવેશ થાય છે. આ પ્રકારના યુનિટમાંથી તમે 30 ટન પ્રોડક્શન મેળવી શકો છો. જો તમે મોટું યુનિટ શરૂ કરવા માંગતા હોવ તો ઑટોમેટિક પ્રોડક્શન યુનિટ લગાવી શકો છો.


Loading...

નફો
એક અનુમાન મુજબ જો બિઝનેસ શરૂ કર્યાના પ્રથમ વર્ષે તમે પ્રોડક્શન કેપિસિટીના 60 ટકા યુટિલાઇઝ કરી શકો તો તો પણ તમારૂ કુલ વેચાણ આશરે રૂ. 64.80 લાખનું થશે. આ સેલમાં રૉ મટિરિયલ અને અન્ય ખર્ચ મળીને 44.64 લાખ રૂપિયા વપરાશે. આમ તમને રૂ. 20.16 લાખનું ગ્રોસ માર્જિન મળશે. તેમે અન્ય ખર્ચ, લોન, વ્યાજ, પગાર, ઘસારો તમામ બાબતો બાદ કરશો તો પણ તમે વર્ષના અંતે અંદાજે રૂ. 9.93 લાખનો નફો કરી શકો છો. જ્યારે 70 ટકા પ્રોડક્શન યુટિલાઇઝ કરશો તો રૂ. 14.13નો નફો પણ કરી શકો છો.

સહયોગ
આ બિઝનેસ શરૂ કરવા માટે તમને http://www.udyamimitra.in પોર્ટલ પરથી સહકાર મળી શકે છે. લોન મેળવવા માટે તમારે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી અને સબમિટ કરવાનો રહેશે. તમને આ પોર્ટલ પરથી મશીનરી કેવી રીતે અને ક્યાંથી ખરીદવી તેનો સહકાર પણ મળશે.
First published: May 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...