Home /News /business /આ ભાઈઓની જેમ તમે પણ 15થી 20 હજાર રૂપિયા રોકીને શરૂ કરો આ બિઝનેસ, દર મહિને 4થી 5 લાખ રૂપિયા કમાશો
આ ભાઈઓની જેમ તમે પણ 15થી 20 હજાર રૂપિયા રોકીને શરૂ કરો આ બિઝનેસ, દર મહિને 4થી 5 લાખ રૂપિયા કમાશો
લેમનગ્રાસની ખેતીથી તમને બહુ જ જલ્દી કમાણી થઈ શકે છે
Business Idea: લેમનગ્રાસની ખેતીથી તમે બહુ જ જલ્દી કમાણી થઈ શકે છે. જાણકારી અનુસાર, એક ક્વિન્ટલ લેમનગ્રાસથી એક લીટર ઓઈલ નીકળે છે. બજારમાં તેની કિંમત 1 હજારથી લઈને 1500 રૂપિયા સુધી હોય છે. એટલે કે પાંચ ટન લેમન ગ્રાસથી ઓછામાં ઓછા ત્રણ લાખ રૂપિયાનો નફો થઈ શકે છે.
નવી દિલ્હીઃ જો તમે પણ ઓછા રૂપિયા લગાવીને બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમારા માટે એક શાનદાર બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. તમે ઓછા રોકાણ દ્વારા આ બિઝનેસ શરૂ કરી શકો છો. અમે વાત કરી રહ્યા છીએ લેમન ગ્રાસની ખેતી વિશે.
આ ખેતીથી મોટી કમાણી કરી શકાય છે. જાણકારી અનુસાર, આ ખેતીને કરવામાં તમને 15થી 20 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે અને તમે દર મહિને લાખોમાં કમાણી કરી શકો છો.
બજારમાં ખૂબ જ માંગ
લેમનગ્રાસમાંથી નીકળવાવાળા તેલની બજારમાં ભારે માંગ છે. લેમન ગ્રાસમાંથી નીકળનારું તેલ કોસ્મેટિક્સ, સાબુ, તેલ અને દવા બનાવવા માટે ઘણી કંપનીઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ જ કારણ છે કે, માર્કેટમાં તેની સારી કિંમત મળી જાય છે. આ ખેતીની સૌથી ખાસ વાત એ છે કે, દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં જ તેની ખેતી કરી શકાય છે. લેમનગ્રાસની ખેતીથી તમે માત્ર એક હેક્ટરમાં જ પૂરા વર્ષમાં લગભઘ 4 લાખ રૂપિયા સુધી નફો કમાઈ શકાય છે.
લેમનગ્રાસની વાવણી માટે સોથી યોગ્ય સમય ફેબ્રુઆરીથી જુલાઈ વચ્ચેનો છે. એકવાર તેને લગાવી દીધા પછી છથી સાત વાર તેની લણણી કરવામાં આવે છે. એક વર્ષમાં ત્રણથી ચાર વાર લણણી થાય છે. લેમનગ્રસથી તેલ નીકાળવામાં આવે છે. એક વર્ષમાં જમીનના એક ટુકડામાંથી લગભગ 3થી 5 લિટર તેલ નીકળે છે. તેની વેચાણ કિંમત 1000થી 1500 રૂપિયા છે. લેમનગ્રાસ લગાવવાના 3થી 5 મહિના પછી તેના લણણી કરવામાં આવે છે.
એક એકર જમીન પર લેમન ગ્રસની ખેતીથી 5 ટન લેમનગ્રાસના પાંદડાઓ મેળવી શકાય છે. આમ તો તેની ખેતી 15થી 20 હજાર રૂપિયામાં શરૂ કરી શકાય છે, પરંતુ જો તમારી પાસે થોડું વધારે બજેટ હોય તો તમે શરૂઆતમાં જ મશીન લગાવી શકો છો. 2થી 2.5 લાખ રૂપિયામાં મશીનનો સેટએપ લગાવી શકાય છે.
બજારમાં તેની કિંમત 1 હજારથી લઈને 1500 રૂપિયા સુધી હોય છે
લેમનગ્રાસની ખેતીથી તમે બહુ જ જલ્દી કમાણી થઈ શકે છે. જાણકારી અનુસાર, એક ક્વિન્ટલ લેમનગ્રાસથી એક લીટર ઓઈલ નીકળે છે. બજારમાં તેની કિંમત 1 હજારથી લઈને 1500 રૂપિયા સુધી હોય છે. એટલે કે પાંચ ટન લેમન ગ્રાસથી ઓછામાં ઓછા ત્રણ લાખ રૂપિયાનો નફો થઈ શકે છે. તમે લેમન ગ્રાસના પાંદડાઓ વેચીને પણ સારી કમાણી કરી શકો છો. જાણકારી અનુસાર બિહારના રોનક કુમાર અને રમન કુમાર બંને ભાઈઓ લેમનગ્રાસની ખેતી કરે છે અને તેની ચા બનાવીને દેશભરમાં સપ્લાય કરે છે. તેઓ તેનાથી દર મહિને ચારથી પાંચ લાખ રૂપિયાની કમાણી કરે છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર