Home /News /business /માત્ર 10થી 15 હજાર લગાવીને શરૂ કરો આ બિઝનેસ, આખું વર્ષ બેફામ કમાણી થશે

માત્ર 10થી 15 હજાર લગાવીને શરૂ કરો આ બિઝનેસ, આખું વર્ષ બેફામ કમાણી થશે

નવા વર્ષે શરૂ કરો આ બિઝનેસ

જો તમે નવા વર્ષના અવસરે કોઈ બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આજે અમે તમારા માટે એક સુપરહિટ બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ. આ બિઝનેસને શરૂ કરતા જ તમને મોટી કમાણી થવા લાગશે. આમાં ખર્ચ પણ બહુ જ ઓછો છે.

  • moneycontrol
  • Last Updated :
  • New Delhi, India
    નવી દિલ્હીઃ જો તમે નવા વર્ષના અવસરે કોઈ બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આજે અમે તમારા માટે એક સુપરહિટ બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ. આ બિઝનેસને શરૂ કરતા જ તમને મોટી કમાણી થવા લાગશે. આમાં ખર્ચ પણ બહુ જ ઓછો છે. આ કેળાના પાઉડરનો બિઝનેસ છે. એવામાં જો ખેડૂત કેળાની ખેતી કરે છે, તો તેની સાથે કેળાના પાઉડરનો બિઝનેસ પણ શરૂ કરી શકે છે. તેનાથી કમાણી પણ વધી જશે. કેળાના પાઉડરનો બિઝનેસ શરૂ કરવા માટે તમારે 10થી 15 હજાર રૂપિયાની જરૂર પડશે.

    પાઉડર બનાવવા માટે બે મશીનની જરૂર પડશે. પહેલું banana dryer machine અને બીજું mixture machineની જરૂર પડશે. તમે આ મશીનોને www.indiamart.comની વેબસાઈટ પરથી ઓનલાઈન ખરીદી શકો છો. તમે ઈચ્છો તો offline તમારા નજીકના માર્કેટમાંથી પણ મશીનની ખરીદી કરી શકો છો.

    આ પણ વાંચોઃ આ તો હદ થઈ! એલોન મસ્કે એવું તો શું કર્યુ કે,‘ટ્વિટરના કર્મચારીઓ હવે ટોઈલેટ પેપર લઈને આવે છે ઓફિસ’

    આવી રીતે બનાવો પાઉડર


    સૌથી પહેલા કાચા કેળાને સોડિયમ હાઈપોક્લોરાઈટથી સાફ કરી દો. પછી હાથથી છોલીને તરત જ સાઈટ્રિક એસિડના દ્વાવણમાં 5 મિનિટ માટે બોળી લો. પછી તેને નાના નાના ટુકડાઓમાં કારીને 60 ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર હોટ ઓવનમાં સૂકવા માટે 24 કલાક સુધી રાખી મૂકો. જેનીત કેળા સંપૂર્ણ રીતે સૂકાઈ જશે. પછી આ ટુકડાઓને મિક્સરમાં નાખીને બારીક પીસી લો. જ્યાં સુધી તમને બારીક પાઉડર ન મળે.

    કમાણી


    કેળામાંથી તૈયાર પાઉડર આછા પીળા રંગનો હોય છે. તૈયાર પાઉડરને પોલિતીનની બેગ કે કાચની બોટલમાં પેક કરી શકો છો. કેળાનો પાઉડર બનાવવા માટે બહુ જ ઓછો ખર્ચો થાય છે. બજારમાં તે 800 રૂપિયાથી 1000 રૂપિયા કિલોના ભાવે વેચાઈ જાય છે. એટલે કે જો તમે રોજ 5 કિલો કેળાનો પાઉડર બનાવો તો, તેમાંથી આરામથી 3500થી 4,000 રૂપિયા નફો કમાઈ શકો છો.

    આ પણ વાંચોઃ ડેટ, ઈક્વિટી કે ઈન્શ્યોરન્સ શેમાં રોકાણ કરવું ફાયદાકારક? એક્સપર્ટ પાસેથી સમજો

    ફાયદા


    કેળાનો પાઉડર બ્લડ પ્રેશન નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. બાળકો માટે કેળાનો પાઉડર ઘણો જ ફાયદાકારક હોય છે. પાચન શક્તિને મજબૂત બનાવવા માટે પણ કેળાના પાઉડરનો ઉપયોગ થાય છે. ત્વચા માટે પણ તે લાભદાયી છે.


    (Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business idea, Business news, Earn money

    विज्ञापन
    विज्ञापन