Home /News /business /Smart Business Ideas: સ્માર્ટ જમાનાનો સ્માર્ટ બિઝનેસ આઈડિયા, ઘરે બેઠા એક ક્લિકમાં લાખોની કમાણી
Smart Business Ideas: સ્માર્ટ જમાનાનો સ્માર્ટ બિઝનેસ આઈડિયા, ઘરે બેઠા એક ક્લિકમાં લાખોની કમાણી
સ્માર્ટ જમાનાનો સ્માર્ટ બિઝનેસ
Smart Business Idea: ટેકનોલોજીના આ યુગમાં દરેક કામ સ્માર્ટ રીતે થાય છે. સ્માર્ટ ફોને આજે લોકોને સ્માર્ટ બનાવી દીધા છે. આજે અમે એક એવા જ સ્માર્ટ બિઝનેસ વિશે જણાવી રહ્યા છીએ. જેનાથી તમે ઘરે બેઠા એક ક્લિક પર લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. આ એક નવા જમાનાનો બિઝનેસ છે. જેમાં તમે ધરે બેઠા જ સ્માર્ટ થવા લાગો છો.
નવી દિલ્હીઃ ટેકનોલોજીના આ યુગમાં દરેક કામ સ્માર્ટ રીતે થાય છે. સ્માર્ટ ફોને આજે લોકોને સ્માર્ટ બનાવી દીધા છે. આજે અમે એક એવા જ સ્માર્ટ બિઝનેસ વિશે જણાવી રહ્યા છીએ. જેનાથી તમે ઘરે બેઠા એક ક્લિક પર લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. આ એક નવા જમાનાનો બિઝનેસ છે. જેમાં તમે ધરે બેઠા જ સ્માર્ટ થવા લાગો છો. આમ ટેકનોલોજીના આ યુગમાં આ કંપની સ્માર્ટ બિઝનેસ કરવા માટે એક તક આપી રહી છે. હોમ ઓટોમેશનની સ્ટાર્ટઅપ પોન્ગો હોમ ઘરને સ્માર્ટ બનાવવા માટે સારી સુવિધાઓ પ્રદાન કરે છે.
તમે કોઈ કંપનીની ડિલરશીપ કે ડિસ્ટ્રીબ્યુટરશી લઈને બિઝનેસમાં હાથ અજમાવી શકો છો. આ બિઝનેસની ખાસ વાત એ છે કે, તેના દ્વારા તમે ઓછા ખર્ચે સારી કમાણી કરી શકો છો. પોતાનો બિઝનેસ કરવાની સાથે જ તમે લોકોને રોજગાર આપી શકો છો.
કંપની તેની સાથે બિઝનેસ કરવાની એક સારી તક આપી રહી છે. કંપની 60,000 રૂપિયામાં ડીલરશીપ અને 5.50 લાખ રૂપિયામાં ડિસ્ટ્રીબ્યુટરશીપ પ્રદાન કરી રહી છે. કંપનીના સ્થાપક મહાદેવ કુરહાડેના પ્રમાણે, તેઓ ન તો કોઈ લક્ષ્ય આપે છે કે કોઈ પ્રકારના નિયંત્રણ લગાવે છે. માત્ર રૂપિયા કમાવવા વાળાને તક આપે છે. હાલ તો, દેશભરમાં કંપનીની 80થી વધારે ડીલરશીપ છે અને આસામ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટકમાં 12,000થી વધારે ગ્રાહક છે. જો તમે તેની ડીલરશીપ માટે અરજી કરવા માંગો છો, તો કંપનીની વેબસાઈટ પર જઈને પાર્ટનર બનવા માટે અરજી કરી શકો છો.
જાણો કંપનીનું બિઝનેસ મોડલ
પોન્ગોહોમ ઘરને સ્માર્ટ હોમ બનાવે છે. કંપની ઘરના સ્વિચ બોર્ડમાં એક ઈક્વિપમેન્ટ ફિટ કરે છે. આ દ્વારા તમે તમારા મોબાઈલની રૂમ લાઈટ્સને ઓફ કે ઓન કરી શકો છો. સાથે જ રૂમમાં પંખાની સ્પીડ પણ વધારી કે ઘટાડી શકો છો. ડીલરશીપ લેવાવાળા વ્યક્તિને આ પ્રોડક્ટસ વેચવાની હોય છે.
કંપનીએ ત્રણ પ્રકારની પ્રોડક્ટ લોન્ચ કરી છે. હોમ ઓટોમેશન, એગ્રીકલ્ચરસ ઓટોમેશન અને સેન્સર્સ. હોમ ઓટોમેશન પ્રોડક્ટ દ્વારા તમારા ઘરને સ્માર્ટ બનાવી શકો છો. જ્યારે એગ્રીકલ્ચર ઓટોમેશન દ્વારા ખેડૂત ઘરે બેઠા મોબાઈલથી મોટર ઓન કરીને ખેતરોમાં પાણીની સિંચાઈ શરૂ કરી શકે છે. લેડ સોલ્યૂશન્સમાં ટ્યૂબ લાઈટ્સ, સિલિંગ પેનસ લાઈટ્સ, ડે નાઈટ સેન્સર લાઈટસ, સ્માર્ટ ટ્યૂબ લાઈટ્સના વિકલ્પ હોય છે.
કેવી રીતે કરવી કમાણી?
એક બેડરૂમ, હોલ, કિચન વાળા ઘરને સ્માર્ટ હોમ બનાવવા માટે10,000 રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. જ્યારે માત્ર એક રૂમમાં જો તમે લાઈટ પંખાને કંટ્રોલ કરવા માંગો છો, તો તેના પર 3,200 રૂપિયા સુધી ખર્ચ થઈ શકે છે. જો મહિનામાં આવા જ 10થી 15 ક્લાયન્સ તમે બનાવી લો તો, સરળતાથી 30,000થી 40,000 રૂપિયા કમાઈ શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર