રૂ. 25,000માં શરૂ કરો આ બિઝનેસ, કરો રુ. 1.40 લાખ સુધીની કમાણી

News18 Gujarati
Updated: May 16, 2019, 3:14 PM IST
રૂ. 25,000માં શરૂ કરો આ બિઝનેસ, કરો રુ. 1.40 લાખ સુધીની કમાણી
પ્રતિકાત્મક તસવીર

દી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીસ કમિશન દ્વારા તૈયાર કરાયેલા પ્રોજેક્ટ ફાઇલ મુજબ પૌવા મેન્યુફેક્ચરિંગ યુનિટનો ખર્ચ રૂ. 2.43 લાખ જેટલો થાય છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : પાછલા કેટલાક સમયમાં ન્યૂટ્રિશન પ્રતિ લોકોમાં જાગૃતિ વધી છે. પૌવા ન્યુટ્રિશિયસ નાસ્કો છે. પૌવાનો ઉપયોગ નાસ્તા તરીકે વ્યાપક પ્રમાણમાં થાય છે. આ સ્થિતિમાં પૌવાની માંગને જોતા તમે પોવાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરી શકો છો. ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીસ કમિશન દ્વારા તૈયાર કરાયેલા પ્રોજેક્ટ ફાઇલ મુજબ પૌવા મેન્યુફેક્ચરિંગ યુનિટનો ખર્ચ રૂ. 2.43 લાખ જેટલો થાય છે. સરકાર તમને આ યુનિટ શરૂ કરવા માટે 90 ટકા લોન આપે છે બસ તમારી પાસે ફક્ત રૂ. 25 હજાર હોવા જરૂરી છે.

જો તમારે ઓછા રોકાણે વધુ નફો કરવો હોય તો પૌવા મેન્યુફેક્ચરિંગ યુનિટનો બિઝનેસ સારો ઓપ્શન છે. જાણો તેના ફાયદા અને બિઝનેસ વિશે.

ખર્ચ

KVICના રિપોર્ટ મુજબ આ બિઝનેસ શરૂ કરવા માટે માત્ર રૂપિયા 2.43 લાખનું રોકાણ જરૂરી છે. તમે 500 સ્ક્વેર ફુટ જગ્યામાં આ યુનિટ શરૂ કરી શકો છો. જગ્યાનો ખર્ચ આશરે રૂપિયા 1 લાખ જેટલો થાય છે. તમારે પૌવ મીશન, ભઠ્ઠી, પેકિંગ મશીન, ડ્રમ, વગેરે પર રૂ. 1 લાખનો ખર્ચ થશે. આ પ્રકારે કુલ ખર્ચ 2 લાખ થશે.કમાણીરૉ મિટિરિયલ અને તમામ બાબતો એકઠી કરતા કુલ ખર્ચ રુ. 6 લાખનો થશે જ્યારે તમે 1000 ક્વિંટલ પૌવાનું ઉત્પાદન કરશો તો તમને પ્રોડક્શન કોસ્ટ 8.60 લાખની થશે અને તમે તેનું વેચાણ રૂ. 10 લાખમાં કરી શકશો. આમ દર 1,000 ક્વિન્ટલ પર 1.40 લાખનો નફો થઈ શકશે.
First published: May 16, 2019
વધુ વાંચો
अगली ख़बर