Home /News /business /Business Idea: તહેવારની સિઝનમાં શરૂ કરો પેપર કપનો બિઝનેસ, લાખો રૂપિયાની કમાણી થશે; સરકાર પણ કરશે મદદ

Business Idea: તહેવારની સિઝનમાં શરૂ કરો પેપર કપનો બિઝનેસ, લાખો રૂપિયાની કમાણી થશે; સરકાર પણ કરશે મદદ

આ બિઝનેસ શરૂ કરવા સરકાર આપે છે લોનની સહાય

Business Idea: સરકાર આ બિઝનેસની શરૂઆત કરવા માટે તમને મુદ્રા લોન તરફથી સસ્તા વ્યાજ દર પર રૂપિયા આપે છે. તમારે ધંધાના ખર્ચના માત્ર 25% જ તમારી તરફ મૂકવા પડશે જ્યારે તમને મુદ્રા લોનમાંથી રકમ મળી જશે.

નવી દિલ્હીઃ જો તમે નોકરીની સાથે ઘરેથી જ કોઈ સાઈડ બિઝનેસ કરવા માંગો છો, તો તહેવારની સિઝનમાં ડિસ્પોઝેબલ પેપર કપનો બિઝનેસ કરી શકાય છે. આ સમયે તેની માંગ પણ વધી જાય છે. તહેવારોમાં પાર્ટીઓ અને ઊજવણીઓમાં તેની ખાસ માંગ હોય છે. લોકોએ પ્લાસ્ટિકથી બનેલા કર તેમજ ગ્લાસનો ઉપયોગ પહેલા કરતા ઘણો ઓછો કરી દીધો છે. એટલા માટે ડિસ્પોઝેબલ આઈટમ વેચીને તમે સારી કમાણી કરી શકો છો.

સરકાર પેપર કપના બિઝનેસને સપોર્ટ કરી રહી છે


આ બિઝનેસને શરૂ કરવા માટે તમારે કેન્દ્ર સરકાર તરફથી પણ મદદ મળશે. સરકાર સતત દેશમાં પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટે આહવાન કરી રહી છે અને તેને લઈને ઘણા પ્રકારના પ્રતિબંધો પણ લગાવવામાં આવી રહ્યા છે. આ દિશામાં સરકાર પેપર કપના બિઝનેસને સપોર્ટ કરી રહી છે, જેથી લોકોની પ્લાસ્ટિકથી બનેલા ગ્લાસ તેમજ પ્લેટ પર નિર્ભરતાને ઘટાડી શકાય. સરકાર દ્વારા ઘણા અપવાદોને છોડીને પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવ્યા પછી પેપર કપની માંગમાં વધારો થયો છે.

આ પણ વાંચોઃ 5G સર્વિસ માત્ર ખાસ લોકો માટે જ નથી, દરેક વ્યક્તિ તેનો લાભ લઈ શકે એ માટે અમે કાર્યરત છીએ : આકાશ અંબાણી

કેવી રીતે કરવી શરૂઆત


આ બિઝનેસને શરૂ કરવા માટે તમારે 500 ચોરસ ફૂટની જગ્યાની જરૂર પડશે. તમારે નાના-મોટા મશીનો લાવવા પડશે. નાના મશીનોથી એક સાઈઝ અને મોટા મશીનોથી જુદી-જુદી સાઈઝના કપ તૈયાર કરી શકાય છે. નાના મશીનો તમને 1થી 2 લાખ રૂપિયામાં મળી જશે. તમે આ મશીનો દિલ્હી, હૈદરાબાદ, આગરા તેમજ અમદાવાદથી ખરીદી શકો છો. કાચા માલમાં તમારે કાગળની રીલ અને બોટલની રીલની જરૂર પડશે. 90થી 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર તે ખરીદી શકાય છે. આ બિઝનેસ શરૂ કરવામાં લગભગ 10 લાખ રૂપિયાનો ખર્ચ આવી શકે છે.

આ પણ વાંચોઃ કરોડપતિ બનાવાની સુવર્ણ તક, માત્ર રોજના 10 રૂપિયા બચાવો; પાકતી મુદ્દતે મળશે પૂરા 1 કરોડ

કેટલી કમાણી થશે


તમે વર્ષમાં 300 દિવસ કામ કરીને 2.20 કરોડ પેપર કપ તૈયાર કરી શકો છો. તેની પ્રતિ કપ કે ગ્લાસની કિંમત 30 પૈસા હોય છે. આ રીતે તમે બમ્પર કમાણી અને નફો કમાઈ શકો છો.


સરકાર કેવી રીતે મદદ કરશે


ઉપર જણાવ્યા અનુસાર, સરકાર પ્લાસ્ટિક નિર્ભરતાને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. એટલા માટે પેપર કરના ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. સરકાર આ બિઝનેસની શરૂઆત કરવા માટે તમને મુદ્રા લોન તરફથી સસ્તા વ્યાજ દર પર રૂપિયા આપે છે. તમારે ધંધાના ખર્ચના માત્ર 25% જ તમારી તરફ મૂકવા પડશે જ્યારે તમને મુદ્રા લોનમાંથી રકમ મળી જશે.
First published:

Tags: Business idea, Business news, Plastic ban