સરકારની મદદથી 2 લાખ રૂપિયામાં શરૂ કરો આ ધંધો, થશે મોટી કમાણી

પૈસાની ઉણપના કારણે સારી શરૂઆત પછી પણ બિઝનેસ પાછળથી બંધ થઈ જાય છે. જો તમે પણ કોઈ બિઝનેસમાં ઈન્વેસ્ટમેન્ટનું વિચારી રહ્યા હોવ તો અમે તમને એક ખાસ બિઝનેસ વિશે જણાવીએ.

News18 Gujarati
Updated: November 2, 2019, 1:41 PM IST
સરકારની મદદથી 2 લાખ રૂપિયામાં શરૂ કરો આ ધંધો, થશે મોટી કમાણી
પાપડનો વેપાર
News18 Gujarati
Updated: November 2, 2019, 1:41 PM IST
સામાન્ય રીતે કોઈ પણ વેપારની શરૂઆતમાં સૌથી વધારે પૈસાની તકલીફનો સામનો કરવો પડે છે. પૈસાની ઉણપના કારણે સારી શરૂઆત પછી પણ બિઝનેસ પાછળથી બંધ થઈ જાય છે. જો તમે પણ કોઈ બિઝનેસમાં ઈન્વેસ્ટમેન્ટનું વિચારી રહ્યા હોવ તો અમે તમને એક ખાસ બિઝનેસ વિશે જણાવીએ. આ બિઝનેસ તમે 2 લાખ રૂપિયા લગાવીને શરૂ કરી શકો છો. સરકારની મદદથી 2 લાખ રૂપિયામાં શરૂ કરો આ મોટી કમાણી કરતો ધંધો

અમે આપને પાપડના બિઝનેસ વિષે જણાવી રહ્યા છીએ. નેશનલ સ્મૉલ ઈન્ડસ્ટ્રી કૉર્પોરેશને આ માટે એક પ્રોજેક્ટ રિપૉર્ટ તૈયાર કર્યો છે. જેના માધ્યમથી તમને મુદ્રા સ્કિમ દ્વારા 4 લાખ રૂપિયા મળી શકે છે.

પાપડનો ધંધો


આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે 6.05 લાખ રૂપિયાનો ખર્ચ થશે. જેમાં ટોટલ ખર્ચમાં ફિક્સ્ડ કેપિટલ અને વર્કિંગ કેપિટલ પણ શામેલ છે. ફિક્સ્ડ કેપિટલમાં બે મશીન, પોકેજિમગ મશીન, ઈક્વિપમેન્ટ જેવા તમામ ખર્ચ શામેલ છે.

વર્કિંગ કેપિટલ
તેમાં સ્ટાફવી 3 મહિનાની સેલરી, 3 મહિનામાં વપરાતું રૉ મટિરીયલ અને યૂટિલિટી પ્રોડક્ટનો ખર્ચ શામેલ છે. આ સિવાય ભાડું, વીજળી ખર્ચ, પાણી, ટેલિફોનનું બિલ વગેરે જેવા ખર્ચા પણ શામેલ છે.
Loading...

આ બિઝનેસ શરૂ કરવા માટે જરૂરી ચીજો
આ માટે તમારે એક જગ્યા લેવી પડશે. જા તમારી પાસે જગ્યા નથી તો તમે ભાડા પર લઈ શકો છો. તે માટે તમારે 5000 રૂપિયા મહિને ભાડું આપવું પડશે. મેન પાવરમાં 3 અનસ્કિલ્ડ લેબર, 2 સ્કિલ્ડ લેબર અને એક સુપરવાઈઝર રાખવા પડશે. આ બધાની સેલરી માટે 25,000 રૂપિયાનો ખર્ચ થશે, જે વર્કિંગ કેપિટલમાં શામેલ છે.

SBI ના બચત ખાતા પર વ્યાજનો દર ઘટ્યો, વધારે નફા માટે અહીં રોકાણ કરો

પેટમાં ગૅસ થવાના આ છે 5 કારણો, આજે જ બદલો આ આદત

  ચહેરાની સાથે માથામાં ઘી થી મસાજ કરવાથી મળતો ફાયદો

અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી
First published: November 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...