માત્ર 50,000ના રોકાણથી શરૂ કરો ઓનલાઈન જાહેરાતનો વ્યવસાય: કમાવી આપશે કરોડો રૂપિયા

ઓનલાઈન જાહેરતનો વ્યવસાય

તો ચાલો જાણીએ કે, ઓનલાઈન હોર્ડિંગનો કારોબાર કેવી રીતે શરૂ થઈ શકે અને કેટલા રૂપિયાનો નફો થાય. અને કેવી રીતે શરૂ કરાય

  • Share this:
નવી દિલ્હી :  જો તમે નોકરી (Job)થી કંટાળીને નવો વ્યવસાય (Online Business) ચાલુ કરવા માંગતા હોય તો એક એવો કારોબાર શરૂ કરી શકો છો, જે તમને મહિને લાખો રૂપિયાની કમાણી કરી આપશે. આ ધંધામાં તમારે માત્ર રૂ. 50,000નું મૂડીરોકાણ કરવું પડશે. આ ધંધો ઓનલાઈન હોર્ડિંગનો છે.

વર્તમાન ડિજિટલ યુગમાં ઓનલાઇન હોર્ડિંગનો કારોબાર (Online add Business) તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. News18 દ્વારા આ મામલે ગોહોર્ડિંગ.કોમ (Gohoardings.com)ના સ્થાપક દીપ્તિ અવસ્થિ શર્મા સાથે વાત કરી હતી.

હાલ દીપ્તિ અવસ્થિ શર્મા દર મહિને રૂ. 1 કરોડથી વધુની કમાણી કરી રહ્યા છે. તો ચાલો જાણીએ કે, ઓનલાઈન હોર્ડિંગનો કારોબાર કેવી રીતે શરૂ થઈ શકે અને કેટલા રૂપિયાનો નફો થાય.

આ પણ વાંચો - નોકરી શોધતા લોકો માટે LinkedIn લાવી રહ્યું છે ખાસ ફીચર, નોકરી મળવાની સંભાવના વધશે!

એકાદ વર્ષમાં જ કરોડોની કમાણી

2016માં દીપ્તિ અવસ્થી શર્માએ ઓનલાઈન હોર્ડિંગનો કારોબાર શરૂ કર્યો હતો. તે વખતે તેઓ માત્ર 27 વર્ષના હતા. તે સમયે વધુ પૈસા ન હોવાથી તેમણે માત્ર રૂ. 50 હજારનું રોકાણ કર્યું હતું. જોકે, બીજા વર્ષથી જ તેમને રૂ. 12 કરોડની કમાણી થવા લાગી. એક વર્ષમાં તો કંપનીનું ટર્નઓવર 20 કરોડથી વધી ગયું. આ મામલે દીપ્તિ કહે છે કે, મેં 2016માં રૂ. 50 હજારના રોકાણથી ડિજિટલ હોર્ડિંગનો કારોબાર શરૂ કર્યો હતો. આ આઇડિયા સફળ નીવડ્યો અને ટૂંકા ગાળામાં જ કમાણી થવા લાગી. કારોબાર શરૂ કરવા પાછળનું કારણ આપતા તેમણે કહ્યું કે, આ ફિલ્ડ અનઓર્ગેનાઇઝ છે. ડિજિટલ દુનિયામાં લોકોને બધું જ ઘરે બેઠા જોઈએ છે. જેથી આ વ્યવસાય નફાકારક છે.

આવી રીતે શરૂ કરો વ્યવસાય

માર્કેટિંગ અને ટેકનીકના બળથી આ કામ શરૂ થઈ શકે છે. તમારે તમારા ડોમેન નેમથી એક વેબસાઈટ બનાવવી પડશે. તેને જાતે જ પ્રમોટ પણ કરવી પડશે. શરૂઆતમાં ધ્યાન રાખો કે લોકો ક્યાં અને કેવી રીતે જાહેરાત આપવાનું સ્થળ શોધે છે. તમે તેનો સંપર્ક સાધી શકો છો. આ કારોબાર આવી જ રીતે આગળ વધશે. કારણ કે લોકો વારંવાર ઘર બેઠા જ જાહેરાત આપવાનું પસંદ કરવા લાગ્યા છે.

આ પણ વાંચો - પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2.14 કરોડ લાભાર્થીની યાદી જાહેર, કોને નહીં મળે લાભ, શું છે નિયમ-શરતો

આવી રીતે કામ કરે છે કંપની

સૌથી પહેલા હોર્ડિંગ્સ.કોમ વેબસાઈટ ઉપર ગ્રાહકે લોગ ઈન કરવાનું રહેશે. ત્યારબાદ વેબસાઈટમાં પોતાનું લોકેશન સર્ચ કરી સિલેક્ટ કરવું પડશે. લોકેશન સિલેક્ટ થયા બાદ કંપનીમાં એક મેઈલ જશે. ત્યાર બાદ કંપની તરફથી સાઇટ અને લોકેશનની ઉપલબ્ધતાનું કન્ફર્મેશન મોકલાશે. ત્યાર બાદ કસ્ટમર તરફથી આર્ટવર્ક અને ઓર્ડર આવશે. લોકેશન સાઇટ ઉપર લાઈવ થવા માટે આઈડી અને પાસવર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ કંપની હોર્ડિંગ એક મહિના સુધી લગાવવા માટે રૂ.1 લાખ જેટલી ફી લે છે.
First published: