Business Idea : માત્ર 50,000 રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે જોરદાર નફો
Business Idea : માત્ર 50,000 રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે જોરદાર નફો
માત્ર 50,000 રૂપિયામાં શરૂ કરો હોર્ડિંગ બિઝનેસ
માર્કેટિંગ અને ટેકનીક દ્વારા આ કામને શરૂ કરી શકાય છે. આ માટે તમારે પોતાના ડોમેન ના નામની વેબસાઇટ બનાવી પડશે અને તેને જાતે જ પ્રમોટ કરવી પડશે. તમે શરૂઆતમાં એ જાણવાનું રહશે કે લોકો કઈ જગ્યા પર જાહેરાત આપવા માંગે છે અને તેમનો સંપર્ક કરી શકો છો. આ ધંધો ઝડપથી આગળ વધે છે કારણ કે લોકો ઘરે બેઠાં જ જાહેરાત આપવા માંગે છે.
આ ખબર તમામ એવા લોકો માટે છે જે પોતાનો ધંધો શરૂ કરવાની ઈચ્છા ધરાવે. એવા ઘણા બધા ધંધા છે જેનાથી સારી કમાણી થઇ શકે. આ યુગમાં બધાને પૈસા કમાવા છે પરંતુ રોજ રોજ ઓફિસ જવું ગમતું નથી. તો ચાલો આજે વાત કરીએ એક એવા બિઝનેસ આઈડિયાની જેનાથી તમે દર મહિને સારી કમાણી કરી શકો.
વાત છે ઓનલાઈન હોર્ડિંગ બિઝનેસની જેમાં ખૂબ મોટા રોકાણની બિલકુલ જરૂર નથી. ડિજિટલ યુગમાં ઓનલાઇન હોર્ડિંગ્સ નો ધંધો ખુબ જ ફાયદાકારક પુરવાર થઈ શકે છે.
મીડિયા રિપોર્ટના અનુસાર આઉટડોર જાહેર ખબર સાથે જોડાયેલું એક સ્ટાર્ટ-અપ આ ધંધાથી મહિને કરોડો રૂપિયા કમાઈ રહ્યું છે. આ કંપની નું નામ Gohoardings.com છે અને તેના સ્થાપક ના કહ્યા પ્રમાણે તેઓએ 2016માં જ્યારે કંપની શરૂ કરી ત્યારે તેમને ફક્ત 50000 રૂપિયા લગાવ્યા હતા. બીજા જ વર્ષે તેમને 12 કરોડ રૂપિયા ની કમાણી થઈ અને એક વર્ષ બાદ તેમનું ટર્નઓવર 20 કરોડ રૂપિયાને પાર જતું રહ્યું. આજના સમયમાં ડિજિટલ ની ડિમાન્ડ ખૂબ વધી રહી છે અને લોકોને બધી જ વસ્તુ ઘરે બેઠા જોઈએ છે.
માર્કેટિંગ અને ટેકનીક દ્વારા આ કામને શરૂ કરી શકાય છે. આ માટે તમારે પોતાના ડોમેન ના નામની વેબસાઇટ બનાવી પડશે અને તેને જાતે જ પ્રમોટ કરવી પડશે. તમે શરૂઆતમાં એ જાણવાનું રહશે કે લોકો કઈ જગ્યા પર જાહેરાત આપવા માંગે છે અને તેમનો સંપર્ક કરી શકો છો. આ ધંધો ઝડપથી આગળ વધે છે કારણ કે લોકો ઘરે બેઠાં જ જાહેરાત આપવા માંગે છે.
સામાન્ય રીતે ઘરે બેઠા ઓર્ડર આપવા માટે ગ્રાહકો જે તે કંપનીની વેબસાઈટ પર જાય છે. આ પછી તેઓને જે જગ્યા પર હોર્ડીંગ લગાવવું હોય તે લોકેશન સિલેક્ટ કરે છે અને આ પછી કંપની તરફથી તેમને મેલ મોકલવામાં આવે છે. આ પછી કંપની તરફથી તે સાઈટ અને લોકેશન ઉપલબ્ધ છે કે નહીં તેનું કન્ફર્મેશન મોકલવામાં આવે છે. આ બધું થયા બાદ ગ્રાહક પોતાનું આર્ટવર્ક કંપનીને આપે છે અને લોકેશન સાઈટ પર લાઈવ જતા પહેલા ID અને પાસવર્ડ આપવામાં આવે. સામાન્ય રીતે એક મહિના માટે હોર્ડિંગ લગાવવાના એક લાખ રૂપિયા મળે છે.
હોર્ડિંગ્સ તૈયાર કરવા માટે વધારે મહેનતની જરૂર નથી અને જેમ સ્ક્રીન પ્રિન્ટિંગ પ્રેસમાં જેવું કામ થાય છે તેવું જ કામ અહીંયા થતું હોય છે. હોર્ડિંગ્સ તૈયાર કરવા માટે, તમારે પહેલા કમ્પ્યુટર પર હોર્ડિંગ્સ અને સ્લોગન ડિઝાઇન કરવા પડશે, ત્યારબાદ તમે તેની નેગેટિવ બનાવીને હજારોની સંખ્યામાં પ્રિન્ટ કરી શકો છો.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર