ઘરે બેઠા કરો આ બિઝનેસ, વર્ષે લાખોમાં થશે કમાણી

આ એક એવો બિઝનેસ છે જેમાં ખર્ચ ખુબ ઓછો આવે છે અને કમાણી સારી થાય છે. અમે વાત કરી રહ્યા છીએ માટી વગરની ખેતીની.

આ એક એવો બિઝનેસ છે જેમાં ખર્ચ ખુબ ઓછો આવે છે અને કમાણી સારી થાય છે. અમે વાત કરી રહ્યા છીએ માટી વગરની ખેતીની.

 • Share this:
  ઘરે બેઠા જો કોઈ કમાણીનું સાધન શોધી રહ્યું હોય તો, આજે અમે તમને એક એવા ખાસ બિઝનેસ વિશે જણાવીશું. આ એક એવો બિઝનેસ છે જેમાં ખર્ચ ખુબ ઓછો આવે છે અને કમાણી સારી થાય છે. અમે વાત કરી રહ્યા છીએ માટી વગરની ખેતીની. બસ તેના માટે જરૂરી છે ઘરની છત અથવા ખુલ્લુ મેદાન. આજકાલ ટેરેસ ફાર્મિંગ ઉબરતો ટ્રેન્ડ છે, જેને કેશ કરવાનો તમને સારો મોકો મળી રહ્યો છે.

  આ ટેકનિકમાં માટીનો ઉપયોગ બિલકુલ નથી થતો અને છોડ માટે જરૂરી પોષક તત્વ પાણીના સહારે સીધા છોડ સુધી પહોંચાડવામાં આવે છે. આને હાઈડ્રોપનિક્સ તકનીક કહેવામાં આવે છે. કોઈ પણ છોડ એક મલ્ટીલેયર પ્રેમના સહારે પાઈપમાં ઉગાડવામાં આવે છે અને તેના મૂળીયા પાઈપની અંદર પોષક તત્વથી ભરેલા પાણીમાં છોડી દેવામાં આવે છે.

  વાર્ષીક 2 લાખ સુધીની કમાણી
  મોંઘા ફળ અને શાકભાજી ઉગાડી તમે વાર્ષીક 2 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.

  હાઈડ્રોપનિક્સ તકનીકની ખાસીયત
  હાઈડ્રોપનિક્સ તકનીકના સેટઅપ માટે કેટલીએ કંપનીઓ કામ કરે છે, જે શોખના ગાર્ડનથી લઈ કોમર્શિયલ ફાર્મ સેટ કરવામાં તમને મદદ કરે છે. આમાં લેટસેક્ટ્રા એગ્રીટેક બિટમાઈન્સ ઈનોવેશન, ફ્યૂચર ફાર્મ્સ, અમારી કૃષી જેવા સ્ટાર્ટઅપ્સ કામ કરી રહ્યા છે. આ કંપનીઓથી હાઈડ્રોપનિક્સ સેટઅપર ખરીદી શકાય છે.

  1 લાખમાં 400 છોડ લગાવવાની સિસ્ટમ
  બે મીટર ઊંચા એક ટાવરમાં લગભગ 35થી 40 છોડ લગાવી શકાય છે. લગભગ 400 છોડવાળા 10 ટાવર તમે 1 લાખ રૂપિયા સુધીમાં ખરીદી શકો છો. જો સિસ્ટમનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો, અગામી સમય માટે માત્ર બીજ અને પોષક તત્વનો જ ખર્ચ આવશે.
  Published by:kiran mehta
  First published: