Home /News /business /

Home Loanમાં હપ્તાની સાથે જ શરૂ કરી દો SIP, 20 વર્ષમાં ઘરની કિંમત અને વ્યાજ થઇ જશે રિકવર!

Home Loanમાં હપ્તાની સાથે જ શરૂ કરી દો SIP, 20 વર્ષમાં ઘરની કિંમત અને વ્યાજ થઇ જશે રિકવર!

પ્રતીકાત્મક તસવીર

Home Loan: હોમ લોનનો તમારો હપ્તો શરૂ થતા જ એક મહિનામાં હપ્તાના માત્ર 20 ટકાની SIP શરૂ કરી દો તો 20 વર્ષ પછી તમે SIPના વળતરમાંથી બેંક લોનની રકમ અને કુલ વ્યાજ કાઢી શકો છો.

    નવી દિલ્હી: ઘરનું ઘર હોવું (Owning House) દરેક પરિવારનું સ્વપ્ન હોય છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ભાડું (House On Rent) ભરીને રહેવા કરતાં પોતાના મકાનને વધુ પસંદ કરે છે. પણ આજની મોંઘવારીમાં કેટલાક પરિવાર માટે ઘરના ઘરનું સ્વપ્ન માત્ર સ્વપ્ન જ બની રહે છે. ઘણા લોકો ઘર ખરીદવા માટે હોમ લોન (Home loan)નો વિકલ્પ પસંદ કરે છે, પણ તમે ક્યારેય વિચાર્યું છે કે, આવી લોનમાં અંતે આપણે કેટલી ચુકવણી (Repaying Of Home Loan) કરી હોય છે? 20-25 વર્ષની મુદતની લોન હોય તેવા કિસ્સામાં લોકોએ જેટલી લોન લીધી હોય તેનાથી બેગણી ચુકવણી કરી હોય છે.

    આવી સ્થિતિમાં ઘર પાછળ ખર્ચ કરેલી રકમની વ્યવસ્થા થઈ જાય તે રીતનું લાંબાગાળા માટે નાણાંકીય આયોજન કરવું વધુ સારું છે. આ માટે SIP વધુ સારો વિકલ્પ છે. હોમ લોનનો તમારો હપ્તો શરૂ થતા જ એક મહિનામાં હપ્તાના માત્ર 20 ટકાની SIP શરૂ કરી દો તો 20 વર્ષ પછી તમે SIPના વળતરમાંથી બેંક લોનની રકમ અને કુલ વ્યાજ કાઢી શકો છો.

    આ પણ વાંચો: એક જ દિવસમાં આ શેરમાં રાકેશ ઝુનઝુનવાલાના રૂ. 300 કરોડથી વધુ ધોવાયા

    Financial Expressના અહેવાલ મુજબ BPN ફિનકેપના ડિરેક્ટર એકે નિગમનું કહેવું છે કે, લાંબાગાળા માટે ઇક્વિટીમાં પૈસા રોકવાનો વિકલ્પ વધુ સારો છે. લાંબાગાળે બજારના ઘણા જોખમો કવર થઈ જાય છે. આ ઉપરાંત ઈક્વિટી ડાયવર્સિફાઇડ ફંડની પસંદગી કરવી એ પણ એક સારો વિકલ્પ હોઈ શકે છે. રિટર્ન ચાર્ટ પર નજર નાંખવાથી ખબર પડે કે, ઘણા ફંડે છેલ્લા 20 વર્ષમાં 12થી 15 ટકા સીએજીઆર કે તેથી પણ વધુના દરે રિટર્ન આપ્યું છે.

    20 વર્ષ માટે 30 લાખની લોન મુજબ ગણતરી


    લોનની રકમ: 30 લાખ

    હપ્તાનો સમયગાળોઃ 20 વર્ષ

    વ્યાજ દર: 8 ટકા

    દર મહિને હપ્તો: 25093 રૂપિયા

    કુલ વ્યાજ: રૂ. 30,22,368

    કુલ ચુકવણી: રૂ. 60,22,368

    આ પણ વાંચો: બેંકે ભૂલથી કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા, વેપારીએ તેમાંથી 5 લાખની કમાણી કરી લીધી

    SIPના માધ્યમથી આવી રીતે કરો રિકવરી


    આ માટે તમારે દર મહિને હપ્તાની રકમનો 20 ટકા ભાગ લેવો પડશે. આ ભાગ 5000 રૂપિયાની આસપાસ હશે.

    માસિક SIP: રૂ 5000

    વાર્ષિક વ્યાજ: 14 ટકા

    20 વર્ષ પછી SIPની વેલ્યૂ: 66 લાખ

    તમારું કુલ રોકાણઃ 1200000 રૂપિયા

    વ્યાજનો ફાયદો: 54 લાખ

    અહીં નોંધનીય છે કે, તમારું ઘર ખરીદવા પાછળનો સંપૂર્ણ ખર્ચ 60 લાખ રૂપિયાની આસપાસ છે. જ્યારે SIPની વેલ્યૂ 66 લાખ રૂપિયા છે. એટલે કે, તમને કુલ કિંમત કરતા થોડું વધારે ફંડ મળશે. જો તમે SIPમાં રોકેલા 12 લાખને કાઢી લો તો પણ તમને લગભગ 54 લાખ રૂપિયા મળશે.

    છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ SIP રિટર્ન આપનાર ફંડ


    ICICI Pru Technology: વાર્ષિક 20 ટકા

    SBI Consmpn Opp: વાર્ષિક 19.5 ટકા

    Nippon Ind Growth: વાર્ષિક 19.5 ટકા

    SBI Magnum Global: વાર્ષિક 19%

    ICICI Pru FMCG: વાર્ષિક 19 ટકા

    Quant Active: વાર્ષિક 17.5 ટકા

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી નિષ્ણાતો સાથે વાતચીતના આધારે આપવામાં આવી છે. અહીં રોકાણની કોઈ જ સલાહ આપવામાં આવતી નથી. રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Emi, Mutual funds, હોમ લોન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन