દર મહિને થશે રૂ. 15 હજારની કમાણી, આ બિઝનેસમાં રોકો રૂ. 1.14 લાખ

News18 Gujarati
Updated: June 14, 2019, 10:38 AM IST
દર મહિને થશે રૂ. 15 હજારની કમાણી, આ બિઝનેસમાં રોકો રૂ. 1.14 લાખ
પ્રતિકાત્મક તસવીર

આ માટે સરકારની મુદ્રા યોજના તમારી મદદ કરશે. સરકારે મુદ્રા યોજના હેઠળ અનેક પ્રકારની યોજનાઓ માટે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે.

  • Share this:
જો તમારું માનવું છે કે બિઝનેસ શરૂ કરવા માટે મોટી રકમની જરૂર પડે છે તો એવું નથી. મોદી સરકારની મદદથી તમે ફક્ત દોઢ લાખ રૂપિયાનો ખર્ચ કરીને બિઝનેસ શરૂ કરી શકો છો. જો તમારી પાસે રૂ. 1.14 લાખ છે તો તમે દર મહિને રૂ. 15 હજાર સુધીની કમાણી કરી શકો છો. આ માટે સરકારની મુદ્રા યોજના તમારી મદદ કરશે. સરકારે મુદ્રા યોજના હેઠળ અનેક પ્રકારની યોજનાઓ માટે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. આમાંથી એક પ્રોજેક્ટ મેટલમાંથી બનતી પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે યુનિટ શરૂ કરવાનો છે.

મેટલથી બનતી પ્રોડક્ટના ઉત્પાદન યુનિટ અંતર્ગત કટલેરીથી લઈને હેન્ડ ટૂલ, ત્યાં સુધી કે ખેતીમાં કામ આવતા અમુક ટૂલ પણ બનાવી શકાય છે. કટલેરીની માંગ દરેક ઘરમાં રહે છે. એવામાં તમે તમારી પ્રોડક્ટનું સારું માર્કેટિંગ કરીને તમારા બિઝનેસને આગળ વધારી શકો છો.

પ્રોજેક્ટને સમજો

સેટ-અપ ખર્ચ : 1.8 લાખ રૂપિયા. આ ખર્ચમાં મશીનગરી જેવી કે વેલ્ડિંગ સેટ, બફિંગ મોટર, ડ્રિંલિંગ મશીન, બેંચ ગ્રાઇન્ડર, હેન્ડ ડ્રિલિંગ, બેંચ, પેનલ બોર્ડ અને અન્ય ટૂલ્સનો સમાવેશ થાય છે.

રો મટિરિયલ ખર્ચ : 1.20 લાખ રૂપિયા (બે મહિનાનું રો મટિરિયલ) (નોંધ : રિપોર્ટ પ્રમાણે આટલા રો મટિરિયલમાંથી દર મહિને 40 હજાર કટલેરી, 20 હજાર હેન્ડ ટૂલ અને 20 હજાર ખેતીમાં વપરાતા ટૂલ તૈયાર કરી શકાય છે.)

પગાર તેમજ અન્ય ખર્ચ : મહિને રૂ. 30 હજારકુલ ખર્ચ : 3.3 લાખ રૂપિયા

નોંધનીય છે કે આ કુલ ખર્ચમાંથી તમારે ફક્ત રૂ. 1.14 લાખનો ખર્ચ બતાવવાનો છે. બાકીના ખર્ચમાં સરકાર આશરે રૂ. 1.26 લાખની ટર્મ લોન અને રૂ. 90,000 વર્કિંગ કેપિટલ લોન તરીકે આપશે.

આવી રીતે થશે કમાણી

પ્રોજેક્ટ રિપોર્ટ પ્રમાણે ઉપર આપવામાં આવેલા અંદાજમાં જે પ્રોડક્ટ તૈયાર થશે, તેનાથી મહિના રૂ. 1.10 લાખનું વેચાણ થવાનો અંદાજ છે. જ્યારે ઉત્પાન પાછળ રૂ. 91,833 ખર્ચ થશે. એટલે કે ગ્રોસ પ્રોફિટ આશરે રૂ. 18,167 થશે. જેમાંથી 13 ટકા વ્યાજદર પ્રમાણે મહિને રૂ. 2340 જમા કરાવવા પડશે. ઉપરાંત ઇન્સેન્ટિવ ખર્ચ એક ટકા પ્રમાણે રૂ. 1100 થશે. એટલે કે મહિને તમારો ચોખ્ખો નફો રૂ. 14427 રૂપિયા થશે.

અરજી કરી શકો છો

આ માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત તમે કોઈ પણ બેંકમાં અરજી કરી શકો છો. આ માટે તમારે એક ફોર્મ ભરવું પડશે, જેમાં નામ, સરનામું, બિઝનેસ સરનામું, અભ્યાસ, વર્તમાન આવક અને કેટલી લોન જોઈએ છે તેની માહિતી ભરવી પડશે.
First published: June 14, 2019, 10:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading