આ બિઝનેસમાં કરો માત્ર 50 હજાર રૂપિયાનું રોકાણ, 10 વર્ષ સુધી થશે લાખોની કમાણી

પ્રતિકાત્મક તસવીર

શરૂ કરો ડબલ નફો આપતો બિઝનેસ, ઓછા મૂડીરોકાણમાં ટેન્શન વગર થશે વધુ આવક

 • Share this:
  નવી દિલ્હી. જો તમે નોકરી (Job) છોડીને પોતાનો બિઝનેસ (Business) શરૂ કરવા માંગો છો તો આપની પાસે સારી તક છે. પરંતુ તેના માટે જરૂરી છે કે તમે કંઈક એવો બિઝનેસ શરૂ કરો જેની ડિમાન્ડ હંમેશા રહે. આજના સમયમાં લોકો નોકરી છોડી ખેતી (Farming)ની તરફ વલણ રાખી રહ્યા છે, કારણ કે લોકો પોતાના આરોગ્યને લઈ વધારે સચેત (Health Conscious) થઈ ગયા છે. આ ઉપરાંત અનેક સેલિબ્રિટી પણ એવી છે જેઓ હંમેશા ઇન્વેસ્ટ કરી રહી છે. બદલાતા પરિવેશમાં પરંપરાગત ખેતી (Traditional Farming)થી અલગ રોકડીયા પાકોને ઉગાડીને સારી આવક મેળવી શકાય છે. આજકાલ સહજનની ખેતી (Sahjan farming) પર લોકોનું ફોકસ વધી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ એક તો એ છે કે તેમાં અનેક લાભકારી ગુણ રહેલા છે અને બીજું તેની ખેતી સરળતાથી કરી શકાય છે.

  અમે આપને આજે સહજનની ખેતી વિશે જણાવી રહ્યા છીએ. આ ખેતી શરૂ કરી તમે 6 લાખ રૂપિયા વાર્ષિક એટલ કે દર મહિને 50 હજાર રૂપિયા કમાઈ શકો છો.

  આવી રીતે શરૂ કરો ખેતી - તેના માટે આપને જમીનના મોટા ટુકડાની જરૂર નથી. તેની ખેતી શરૂ કર્યાના 10 મહિના બાદ એક એકરમાં ખેડૂત એક લાખ રૂપિયા કમાઈ શકે છે. સહજન એક મેડિસિનલ પ્લાન્ટ છે. ઓછા ખર્ચમાં તૈયાર થનારા આ પાકની ખાસિયત એ છે કે તેની એક વાર વાવણી કર્યા બાદ ચાર વર્ષ સુધી વાવણી નહીં કરવી પડે.

  સહજનની ખેતી- સહજન એક ઔષધી છોડ પણ છે. આવા છોડની ખેતીની સાથે તેનું માર્કેટિંગ અને નિકાસ પણ કરવાનું સરળ થઈ ગયું છે. ભારત જ નહીં સમગ્ર દુનિયામાં યોગ્ય રીતે ઉગાડવામાં આવેલી મેડિશનલ ક્રોપની ઘણી ડિમાન્ડ રહે છે.

  >> તે ગરમ વિસ્તારોમાં સરળતાથી ઊગી શકે છે. તેને વધુ પાણીની પણ જરૂર નથી. ઠંડા વિસ્તારોમાં તેની ખેતી બહુ નફાકારક નથી રહેતી, કારણ કે તેનું ફૂલ ખિલવા માટે 25થી 30 ડિગ્રીના તાપમાનની જરૂર હોય છે.

  આ પણ વાંચો, કોટક મહિન્દ્રા બેન્ક આપી રહી છે SBIથી પણ સસ્તી Home Loan, કેટલી આપવી પડશે EMI?

  >> તે સૂકી કે ચિકણી માટીમાં સારી રીતે વિકસે છે. પહેલા વર્ષ બાદ એક વષમાં બે વાર ઉત્પાદન થાય છે અને સામાન્ય રીતે એક છોડ 10 વર્ષ સુધી સારું ઉત્પાદન આપે છે. તેની મુખ્ય વિવિધતાઓ છે- કોયમ્બતૂર 2, રોહિત 1, પી.કે.એમ. 1 અને પી.કે.એમ. 2

  સમગ્ર હિસ્સાનો થાય છે ઉપયોગ - સહજનનો લગભગ દરેક હિસ્સો ખાવાલાયક હોય છે. તેની પત્તાઓને પણ તમે સલાડ તરીકે ખાઈ શકો છો. સહજનના પત્તા, ફૂલ અને ફળ પણ ઘણા પોષક હોય છે. તેમાં ઔષધીય ગુણ પણ હોય છે. તેના બીજમાંથી તેલ પણ નીકળે છે.

  આ પણ વાંચો, પેટ્રોલ-ડીઝલ થઇ શકે છે સસ્તું, એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવા વિચારી રહ્યું છે નાણાં મંત્રાલય- સ્ટડી

  કેટલી થઈ શકે છે કમાણી?

  એક એકરમાં લગભગ 1,200 છોડ ઉગાડી શકાય છે. એક એકરમાં સહજનના છોડ વાવવા પાછળ ખર્ચ લગભગ 50થી 60 હજાર રૂપિયા આવશે. સહજનના માત્ર પત્તા વેચીને તમે વર્ષે 60 હજાર રૂપિયા સુધી કમાઈ શકો છો. બીજી તરફ, સહજનનું ઉત્પાદન કરને તમે વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી શકો છો.
  Published by:Mrunal Bhojak
  First published: