માત્ર 5000 રૂપિયામાં શરૂ કરો આ વ્યવસાય, દર મહિને 50000થી વધુની થશે આવક, જાણો - કેવી રીતે
માત્ર 5000 રૂપિયામાં શરૂ કરો આ વ્યવસાય, દર મહિને 50000થી વધુની થશે આવક, જાણો - કેવી રીતે
કુલ્હડ બનાવવાનો બિઝનેસ
ભારતમાં મોટી વસ્તી ચાની શોખીન છે. રેલ્વે સ્ટેશનો, બસ ડેપો અને એરપોર્ટ પર કુલ્હડ ચાની સતત માંગ છે. આવી સ્થિતિમાં, તમે કુલ્હડ બનાવવાનો અને વેચવાનો વ્યવસાય શરૂ કરી શકો છો
નવી દિલ્હી : જો તમારી પાસે આવકનું કોઈ સારું સાધન નથી અને તમે તમારો વ્યવસાય કરવા માંગો છો. અને સારા પૈસા કમાવવા માંગો છો, પરંતુ જો તમારી પાસે વધારે મૂડી નથી, તો હવે ચિંતા કરવાની કોઈ વાત નથી. એવા કેટલાક વ્યવસાયો છે, જેની શરૂઆત તમે ઓછા રોકાણમાં કરી શકો છો અને તમને તેમાં સારૂ વળતર પણ મળી શકે છે. અહીં અમે તમને એક શ્રેષ્ઠ વિકલ્પ વિશે જણાવીશું, જ્યાંથી તમે 5000 રૂપિયાની ઓછી રકમ સાથે પણ વ્યવસાય શરૂ કરી શકો છો. એટલું જ નહીં, આ ધંધો કરનારાઓને સરકાર પણ મદદ કરશે. ખરેખર, ભારતમાં મોટી વસ્તી ચાની શોખીન છે. રેલ્વે સ્ટેશનો, બસ ડેપો અને એરપોર્ટ પર કુલ્હડ ચાની સતત માંગ છે. આવી સ્થિતિમાં, તમે કુલ્હડ બનાવવાનો અને વેચવાનો વ્યવસાય શરૂ કરી શકો છો.
સરકાર કુલ્હડના ઉપયોગને પ્રોત્સાહન આપવા માંગે છે
જો કેન્દ્ર સરકાર તેની કોઈ યોજનાનો અમલ કરશે તો આગામી સમયમાં કુલ્હડની માંગ વધારે ઝડપથી વધશે. તાજેતરમાં, માર્ગ અને પરિવહન પ્રધાન, નીતિન ગડકરીએ કુલ્હડને પ્રોત્સાહન આપવા પ્લાસ્ટિક અથવા કાગળના કપમાં ચા વેચવા પર પ્રતિબંધની માંગ કરી છે. આવી સ્થિતિમાં, આગામી સમયમાં કુલ્હડની માંગમાં વધારો થવાનો લાભ લઈ શકો છો.
ચાલો તમને જણાવી દઈએ કે, કુલ્હડ બનાવવાના ધંધાને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકારે કુંભાર સશક્તિકરણ યોજના લાગુ કરી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશભરના કુંભારોને વીજળીથી ચાલતા ચાક આપી રહી છે, જેથી તેઓ કુલ્હડના માટીના વાસણો બનાવી શકે. બાદમાં, સરકાર કુંભાર પાસેથી આ કુલ્હડ સારા ભાવે ખરીદે છે.
તમે 5 હજાર ખર્ચમાં આ વ્યવસાય શરૂ કરી શકો છો
વર્તમાન યુગને જોઈએ તો, આ વ્યવસાય ખૂબ જ ઓછા ખર્ચમાં શરૂ કરી શકાય છે. આ માટે તમારે થોડી જગ્યાની સાથે 5,000 રૂપિયાની જરૂર પડશે. ખાદી ગ્રામ ઉદ્યોગ પંચના અધ્યક્ષ વિનયકુમાર સક્સેનાએ માહિતી આપી છે કે, આ વર્ષે સરકારે 25 હજાર ઇલેક્ટ્રિક ચાકનું વિતરણ કર્યું છે.
ચાનું કુલ્હડ સસ્તુ હોવાની સાથે પર્યાવરણ માટે પણ સુરક્ષિત છે. હાલના દરની વાત કરીએ તો, ચાના કુલ્હડની કિંમત આશરે 50 રૂપિયા છે. તેવી જ રીતે, લસ્સી કુલ્હડનો ભાવ 150 રૂપિયા જેટલો છે, દૂધ કુલ્હડનો ભાવ 150 રૂપિયા અને પ્યાલી 100 રૂપિયા સેકડા ચાલી રહી છે. જો માંગમાં વધારો થાય તો આના કરતા સારા દરની પણ સંભાવના છે.
કરી શકો છો સારી બચત
આજના સમયમાં શહેરોમાં કુલ્હડવાળી ચાની કિંમત પણ 15 થી 20 રૂપિયા છે. જો વ્યવસાય યોગ્ય રીતે ચલાવવામાં આવે અને કુલ્હડ વેચવા પર સારી રીતે ધ્યાન આપવામાં આવે છે, તો 1 દિવસમાં આશરે 1000 રૂપિયાની બચત થઈ શકે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર