રૂ. 25,000માં શરૂ કરો બિઝનેસ, મહિને થશે રૂ. 40 હજારની કમાણી

News18 Gujarati
Updated: April 11, 2019, 11:19 AM IST
રૂ. 25,000માં શરૂ કરો બિઝનેસ, મહિને થશે રૂ. 40 હજારની કમાણી
પ્રતિકાત્મક તસવીર

દેશમાં અનેક જગ્યાએ પ્લાસ્ટિક પર પ્રતિબંધ બાદ શણની થેલીઓની માંગ સતત વધી રહી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :  જો તમે ઓછા રોકાણમાં બિઝનેસ શરૂ કરવા માંગો છો તો શણની બેગ બનાવવાનું નાનું એકમ શરૂ કરવું તમારા માટે સારો વિકલ્પ રહેશે. દેશમાં અનેક જગ્યાએ પ્લાસ્ટિક પર પ્રતિબંધ બાદ શણની થેલીઓની માંગ સતત વધી રહી છે. એવામાં ઓછા રોકાણમાં તમે શણનું એકમ શરૂ કરીને મોટી કમાણી કરી શકો છો. તો જાણીએ શણનું એકમ શરૂ કરવાની પ્રોસેસ.

કેટલા ખર્ચમાં શરૂ થશે એકમ : મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇ્લ્સના હેન્ડિક્રાફ્ટ ડિવિઝનના જણાવ્યા પ્રમાણે જો તમે શણ બનાવતું એક યુનિટ લગાવવા માંગો છો તો તમારે પાંચ સિલાઈ મશિનની જરૂર પડશે. આ પાંચમાંથી બે મશીન વધારે મજબૂત હોવા જોઈએ. આ મશીન લગાવવા પર તમને આશરે રૂ. 90 હજાર જેટલો ખર્ચ થશે. આ ઉપરાંત તમને એક લાખ ચાર હજાર જેટલી બીજી મુડીની જરૂરિયાત રહેશે. આ ઉપરાંત અન્ય ખર્ચ જેમાં કાયમી ખર્ચ, ઓપરેટિંગ ખર્ચ વગેરે મળીને 58 હજાર રૂપિયાની ખર્ચ થશે. એટલે કે કુલ રૂ. 2.52ની જરૂરિયાત રહેશે.

આ કેપિટલ કોસ્ટના આધારે તમને લોન મળશે. જેમાં એક મહિનાનું રો-મટિરિયલ અને એક મહિનાનો પગાર વગેરે સામેલ છે. આ પ્રોજેક્ટ માટે તમે 65 ટકા મુદ્રા લોન અને 25 ટકા વ્યાજમુક્ત લોન નેશનલ સેન્ટ્રર ફોર જૂટ ડાયવર્સિફિકેશન (NCFD) પાસેથી લઈ શકો છો. બાકીના રૂ. 25 હજારની વ્યવસ્થા તમારે કરવી પડશે. આટલા પૈસાથી તમારું કામ શરૂ થઈ જશે.કેટલું ઉત્પાદન થશે : જો તમે આ પ્રોજેક્ટ રિપોર્ટ સાથે કોઈ એકમ શરૂ કરો છો તો તમે વર્ષે નવ હજાર શોપિંગ બેગ, છ હજાર લેડીઝ બેગ, 7500 સ્કૂલ બેગ, 9 હજાર જેન્ટ્સ બેગ અને છ હજાર જૂટ બામ્બૂ ફોલ્ડર બનાવી શકો છો.

આવક કેટલી થશે : તમને વર્ષ દરમિયાન કાચા માલ, પગાર, ભાડું, ઘસારો, બેંકનું વ્યાજ વગેરે મળીને રૂ. 27.95 લાખની આસપાસ ખર્ચ થશે, જ્યારે તમારો વાર્ષિક વેપાર રૂ. 32.25 લાખ જેટલો થશે. આ રીતે આખા વર્ષમાં તમે રૂ. 4.30 લાખની કમાણી કરી શકો છો. મહિનાને હિસાબે જોવામાં આવે તો તમને રૂ. 36 હજારની આવક થશે.
First published: April 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading