નોકરી ગુમાવવાનો લાગી રહ્યો છે ડર? તો શરૂ કરો આ બિઝનેસ, 10 વર્ષ સુધી થશે લાખોમાં કમાણી

News18 Gujarati
Updated: July 2, 2020, 8:21 PM IST
નોકરી ગુમાવવાનો લાગી રહ્યો છે ડર? તો શરૂ કરો આ બિઝનેસ, 10 વર્ષ સુધી થશે લાખોમાં કમાણી
ફાર્મિંગ બિઝનેસ

ઘરે બેસી કઈંક નવું કરવાનું વિચારી રહ્યા હોય અને વધારે અભ્યાસ ન કર્યો હોય તો આ બિઝનેસ તમારા માટે સારો સાબિત થઈ શકે છે.

  • Share this:
નવી દિલ્હી : કોરોનાકાળમાં નોકરીઓની અછત સર્જાઈ રહી છે. આ કારણે લોકોએ હવે નવા બિઝનેસ કરવાના આઈડીયા પર વિચારવાનું શરૂ કરી દીધુ છે. જો તમે પણ ઘરે બેસી કઈંક નવું કરવાનું વિચારી રહ્યા હોય અને વધારે અભ્યાસ ન કર્યો હોય તો આ બિઝનેસ તમારા માટે સારો સાબિત થઈ શકે છે.

સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યોગેશે ખેતીની પસંદગી કરી અને 7 ખેડૂતો સાથે મળી જીરાની ઓર્ગેનિક ખેતી શરૂ કરી. આજે તેમની આ સફર 3000 ખેડૂતો સાથે જાપાન અને અમેરિકા સુધી પહોંચી ગઈ છે. યોગેશને ખેતીમાં રસ તેના અભ્યાસ દરમિયાન લાગ્યો. યોગેશે ગ્રેજ્યુએશન બાદ ઓર્ગેનિક ફાર્મિંગમાં ડિપ્લોમા કર્યું હતું. પરિણામ એ આવ્યું કે, ખેતીમાં તેને ઈન્ટરેસ્ટ જાગ્યો. તેણે કહ્યું કે, જો ખેતીનો શોખ આવી ગયો હોય તો, એગ્રીકલ્ચર સુપરવાઈઝર બનીને ખેતી અને ખેડૂતોની સેવા કરવી જોઈએ. સીધી રીતે ખેડૂત બની ખેતી કરવાનું જોખમ ન ઉઠાવો.

આવી રીતે શરૂઆત કરી બિઝનેસની

શરૂઆતમાં યોગેશે એ વાત પર ફોકસ કર્યું કે આ ક્ષેત્રમાં કયો પાક વાવવામાં આવે તો, વધારે નફો થાય. બજાર માંગ પણ જેની વધારે રહેતી હોય. તેને ખબર પડી કે, જીરાની ખેતીને રોકડીયો કહેવામાં આવે છે, અને ઉપજ પણ સારી થાય છે. તેણે આ ખેતી કરવાનું વિચાર્યું. 2 વીઘા ખેતરમાં જીરાની જૈવિક ખેતી કરી, તે અસફળ થયો પરંતુ હિમ્મત ન હાર્યો. આજે 60 કરોડનું છે ટર્નઓવર.

10 લાખ રૂપિયાનું ટર્નઓવર7 ખેડૂતો સાથે કરેલી શરૂઆતે આજે વિશાળ આકાર લઈ લીધો છે. યોગેશ સાથે આજે 3000થી વધારે ખેડૂતો જોડાયેલા છે. 2009માં તેમનું ટ્રનઓવર 10 લાખ રૂપિયા હતું. તેમની ફર્મ રેપિડ ઓર્ગેનિક પ્રા.લિ. (અન્ય 2 સહયોગી કંપનીઓ)નું વાર્ષિક ટર્નઓવર આજે 60 કરોડથી પણ વધારે છે. આજે આ તમામ ખેડૂતો જૈવિક ખેતીના સમર્પિત ભાવથી જોડાઈ કેમિકલ ફ્રી ખેતીનો પ્રયાસ કરી રહ્યા છે.
First published: July 2, 2020, 6:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading