Home /News /business /

Star Health IPO: 'મને મેનેજમેન્ટ પર પૂરો વિશ્વાસ, મેં એક પણ શેર નથી વેચ્યો,' લિસ્ટિંગ બાદ બોલ્યા રાકેશ ઝુનઝુનવાલા

Star Health IPO: 'મને મેનેજમેન્ટ પર પૂરો વિશ્વાસ, મેં એક પણ શેર નથી વેચ્યો,' લિસ્ટિંગ બાદ બોલ્યા રાકેશ ઝુનઝુનવાલા

રાકેશ ઝુનઝુનવાલા (ફાઇલ તસવીર)

Star Health IPO Listing: દેશની સૌથી મોટી ખાનગી વીમ કંપની સ્ટાર હેલ્થના આઈપીઓનું આજે (10 ડિસેમ્બર) 6% ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ.

    મુંબઈ. Rakesh Jhunjhunwala news: દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની રોકાણવાળી કંપની સ્ટાર હેલ્થ એન્ડ અલાઇડ ઇન્શ્યોરન્સ કંપની (Star Health and Allied Insurance Company)નો સ્ટોક આજે એટલે કે 10મી ડિસેમ્બરના રોજ શેર બજારમાં લિસ્ટ થયો છે. સ્ટાર હેલ્થનો શેર 6% ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ (Star Health IPO listing) થતાં રોકાણકારો નિરાશ થયા છે. કંપનીની ઇશ્યૂ કિંમત 900 રૂપિયા હતી જેની સામે શેર 848.80 રૂપિયા પર લિસ્ટ (Listing price) થયો હતો. એટલે કે ઇશ્યૂ કિંમતથી શેર 5.69 ટકા ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટ થયો હતો. આ આઈપીઓમાં 2,000 કરોડ રૂપિયાના નવા શેર અને ઑફર ફૉર સેલ સામેલ છે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Price band) 870-900 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી હતી. ઉ

    રાકેશ ઝુનઝુનવાલા આશાવાદી

    રાકેશ ઝુનઝુનવાલા વીમા કંપનીના શેરને લઈને ખૂબ આશાવાદી છે. ઝુનઝુનવાલાએ કહ્યુ કે, "ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સની વાત કરીએ તો ભારતમાં સ્વાસ્થ્ય ખર્ચમાં થતા કુલ ખર્ચમાં તેની ભાગીદારી 15 ટકા અથવા તેનાથી ઓછી છે. જ્યારે 80 ટકાથી વધારે ચૂકવણી વીમા કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. આથી ભારતમાં આ શરૂઆતનો તબક્કો છે."

    મેં એક પર શેર નથી વેચ્યો: ઝુનઝુનવાલા

    રાકેશ ઝુનઝુનવાલાએ જણાવ્યું કે, "ભારતમાં રિટેલ હેલ્થ ઇન્શ્યોરન્સમાં 31% માર્કેટ શેર સાથે સ્ટાર હેલ્થની સારી પકડ છે. મને લાગે છે કે ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ કંપનીનો આટલો દબદબો નથી. હું આને લઈને ખૂબ જ આશાવાદી શું. આ જ કારણ છે કે મેં ઇશ્યૂમાં એક પણ શેર નથી વેચ્યો."

    ઝુનઝુનવાલાનું માનવું છે કે, ઇન્શ્યોરન્સ કંપનીના પ્રમોટરે એક મોટી ભૂમિકા નિભાવવાની છે. "એક ઇન્શ્યોરન્સ કંપનીના પ્રમોટર તરીકે હું કંપનીમાં પર્યાપ્ત રોકડ બનાવી રાખવા માટે પ્રતિબદ્ધ છું."

    વેલ્યુએશન પર કોવિડ-19ની અસર

    વેલ્યુએશન પર કોવિડ-19 મહામારીના પ્રભાવ અંગે કહેતા ઝુનઝુનવાલાએ જણાવ્યું કે, "કોવિડ-19 જીવનમાં એકવાર બનતી ઘટના છે. મને નથી લાગતું કે આ ફરીથી થશે. મને નથી લાગતું કે કોવિડ અંગે અનિશ્ચિતતા અને તેની બજાર પર અસરની કોઈ અસર સ્ટાર હેલ્થના વેલ્યુએશન પર પડશે."

    ઉલ્લેખનીય છે કે દેશની અગ્રણી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીનું સ્વામિત્વ વેસ્ટબ્રિજ કેપિટલ અને રાકેશ ઝુનઝુનવાલા જેવા રોકાણકારો પાસે છે. આઈપીઓ અંતિમ દિવસ સુધી 79 ટકા ભરાયો હતો. આઈપીઓ બીજી ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. રોકાણકારો તરફથી આ આઈપીઓને ખૂબ નબળું સમર્થન મળ્યું હતું.

    કંપની વિશે (Start Health company)

    2006ના વર્ષમાં શરૂ થયેલા સ્ટાર હેલ્થ અને અલાઇડ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (Star Health) દેશની સૌથી મોટી ખાનગી વીમા કંપની છે. નાણાકીય વર્ષ 2021માં સ્ટાર હેલ્થનો માર્કેટ શેર 15.8% હતો. કંપની રિટેલ હેલ્થ માર્કેટ સેગમેન્ટ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

    દેશની સૌથી મોટી ખાનગી વીમા કંપની

    સ્ટાર હેલ્થ દેશની સૌથી મોટી ખાનગી વીમા કંપની હોવાનો દાવો કરે છે. નાણાકીય વર્ષ 2021માં અને 2022ના પ્રથમ છ મહિના દરમિયાન તેનો કુલ ગ્રૉસ રિટેન પ્રીમિયમ (GWP) ક્રમશ: 9,348.95 કરોડ રૂપિયા અને 5,069.78 કરોડ રૂપિયા હતું.

    આ પણ વાંચો: Metro Brands IPO: રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી વાળી કંપનીનો IPO ખુલ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ?

    રાકેશ ઝુનઝુનવાલની ભાગીદારી

    દેશની સૌથી મોટી ખાનગી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની (Private health Insurance company) સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીમાં દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની ભાગાદારી છે. રાકેશ ઝુનઝુનવાલાની Start Health and Allied Insuranceમાં 14.98% ભાગીદારી છે. જ્યારે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાની આ કંપનીમાં 3.26 ટકા ભાગીદારી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Insurance, Investment, IPO, Rakesh jhunjhunwala, આરોગ્ય

    આગામી સમાચાર