Home /News /business /શિયાળાની સિઝનમાં આ બિઝનેસ કમાણીમાં અવ્વલ, ઈમ્યુનિટીની સાથે આવક પણ વધશે
શિયાળાની સિઝનમાં આ બિઝનેસ કમાણીમાં અવ્વલ, ઈમ્યુનિટીની સાથે આવક પણ વધશે
શિયાળાની સિઝનમાં આ બિઝનેસ કમાણીમાં No.1
Business Idea: શિયાળાની સિઝનમાં જો તમે પણ કોઈ બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો અમારી પાસે એક સારો બિઝનેસ આઈડિયા છે. આ બિઝનેસ શરૂ કરીને તમે શાનદાર નફો કમાઈ શકો છો. આ બિઝનેસમાં તમારે વધારે રોકાણ કરવાની પણ જરૂર નથી.
નવી દિલ્હીઃ શિયાળાની સિઝનમાં જો તમે પણ કોઈ બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો અમારી પાસે એક સારો બિઝનેસ આઈડિયા છે. આ બિઝનેસ શરૂ કરીને તમે શાનદાર નફો કમાઈ શકો છો. આ બિઝનેસમાં તમારે વધારે રોકાણ કરવાની પણ જરૂર નથી. તમે ઓછા ખર્ચે આ તેની શરૂઆત કરી શકો છો. વાસ્તવમાં, અમે વાત કરી રહ્યા છીએ ડ્રાયફ્રુટ્સના બિઝનેસ વિશે.
શિયાળાની સિઝનમાં લોકો તેમના શરીરને ગરમ રાખવા માટે વધારે માત્રામાં ડ્રાયફ્રુટ્સનું સેવન કરતા હોય છે. કારણ કે, ડ્રાયફ્રુટ્સ આપણા શરીરની ઈમ્યુનિટીને બનાવી રાખવામાં બહુ જ મદદ કરે છે. શિયાળાની સિઝનમાં ડ્રાયફ્રુટ્સ જેવા કે બદામ, અખરોટ, કિસમિસ, કાજૂ સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક હોય છે. તે આ બિઝનેસને શરૂ કરીને સારા રૂપિયા કમાઈ શકો છો.
જો તમે ડ્રાયફ્રુટ્સનો બિઝનેસ કરો છો, તો તમે ઘણો સારો નફો કમાઈ શકો છો. આ બિઝનેસને શરૂ કરવા માટે તમે કોઈ પણ મોટા બજારમાંથી સસ્તા ભાવે Dry fruits ખરીદીને તેને પોતાના વિસ્તારમાં રિટેલ ભાવમાં વેચીને કમાણી કરી શકો છો. કોઈ મોટા બજારમાં ડ્રાયફ્રૂટ્સ ખરીદવા અને તેને પોતાના વિસ્તારમાં રિટેલ ભાવમાં વેચાણ કરવું હોલસેલ બિઝનેસ કહેવાય છે.
વધારાના ખર્ચની જરૂર નથી
ડ્રાયફ્રુટ્સના બિઝનેસની શરૂઆત કરવા માટે તમને વધારે રૂપિયાનું રોકાણ કરવાની જરૂર નથી. તમે તેને નાના સ્તરે શરૂ કરી શકો છો અને આગળ નફા પ્રમાણે તમારા બિઝનેસનો વિસ્તાર કરી શકો છો.
કોઈ પણ બિઝનેસને શરૂ કરવા માટે તેની જગ્યા કે લોકેશન બહુ જ મહત્વ ધરાવે છે. એવામાં જો તમે ડ્રાયફ્રૂટ્સનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો તમારે એક દુકાન ભાડે લેવી પડશે. તેની સાથે જ તમારે એક ગોડાઉનની પણ જરૂર પડી શકે છે. જો તમારું ઘર કોઈ એવી જગ્યાએ છે જ્યાં લોકોની અવર-જવર, ભીડ-ભાડ રહેતી હોય, તો તમે ઘર પર જ Dryfruits નો બિઝનેસ શરૂ કરી શકો છો.
કેટલી કમાણી થશે
જો આ બિઝનેસમાં કમાણીની વાત કરીએ તો ડ્રાયફ્રૂટ્સના હોલસેલ બિઝનેસમાં 20થી 30 ટકા સુધી નફો મળી જાય છે. જેમ-જેમ સમય જતો જશે તેમ તેમ તમને આ બિઝનેસમાં સારી કમાણી થશે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર