Business Idea: ટૂંકી મૂડીથી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થઈ શકે રૂ. 1 લાખની કમાણી

પ્રતિકાત્મક તસવીર

જો તમે પણ પોતાનો કારોબાર શરૂ કરવા માંગતા હોવ તો, અહીં અમે શાનદાર બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. જ્યાં તમે માત્ર રૂપિયા 10,000 જેટલું રોકાણ કરીને મસમોટી આવક મેળવી શકો છો.

  • Share this:
નવી દિલ્હી : કોરોના મહામારીમાં લોકોના વેપાર, ધંધા અને નોકરીઓ પર અસર થઈ છે. આવી સ્થિતિમાં જો તમે પણ પોતાનો કારોબાર શરૂ કરવા માંગતા હોવ તો, અહીં અમે શાનદાર બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. જ્યાં તમે માત્ર રૂપિયા 10,000 જેટલું રોકાણ કરીને મસમોટી આવક મેળવી શકો છો. તમે ડેરી ફાર્મિંગનો કારોબાર કરી શકો છો. વર્તમાન સમયે ડેરી ફાર્મિંગ ઝડપથી વિકસતું સેકટર છે. જ્યાં વિકાસની ઘણી તકો રહેલી છે. આ સેક્ટરમાં મંદી નડતી નથી. વર્ષો સુધી તેમાં કમાણી થાય છે. સૌથી ખાસ બાબત એ છે કે, તમે આ વ્યવસાયનો પ્રારંભ ટૂંકી મૂડીમાં પણ કરી શકો છો. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પશુપાલન માટે લોન અને સબસીડી પણ આપવામાં આવે છે. તમે પણ ડેરી ખોલીને કમાણી કરી શકો છો. તો ચાલો આ બાબતે વિગતો મેળવીએ.

કેવી રીતે કરશો ડેરી ફાર્મિંગનો કારોબાર?

ડેરી ફાર્મિંગનો નાના પાયે કારોબાર કરવા માટે પ્રારંભિક તબક્કામાં ઓછી ગાયો કે ભેંસ રાખવી પડશે. ત્યારબાદ માંગ વધતી જાય તેમ પશુઓની સંખ્યા વધારી શકાય છે. આ માટે તમે પહેલા ગીર જાતની ગાય ખરીદી શકો છો. તેની સારી દેખરેખ અને ખાનપાનનું ધ્યાન રાખો. તેનાથી તમને ફાયદો થશે. વધુ પ્રમાણમાં દૂધ ઉત્પાદન મળશે. થોડા સમય પછી તમે પશુઓની સંખ્યા વધારી શકો છો. તેનાથી આવક વધશે.

માત્ર 2 પશુઓથી શરૂ કરી શકો ડેરી

જો તમે નાના પાયે કામ કરવા માંગતા હોવ તો બે ગાય અથવા ભેંસથી ડેરીની શરૂઆત કરી શકો છો. બે પશુઓથી તમને 35થી 50 હજાર રૂપિયા સુધીની સબસિડી પણ મળી શકે છે.

સરકાર આપશે 2.5 લાખની સબસીડી

ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સરકારે ડેરી ઉદ્યોગ સાહસિક વિકાસ યોજના શરૂ કરી છે. આ યોજનાનો હેતુ આધુનિક ડેરી તૈયાર કરવાનો છે. આ સાથે ખેડૂતો અને પશુપાલકો ડેરી ફાર્મ ખોલી શકે અને પોતાની આવક વધારી શકે તેવો હેતુ પણ સમાયેલો છે. આ યોજના હેઠળ બેંકો લોન પણ આપે છે અને લોન પર સબસિડી પણ મળે છે! જો તમે 10 પશુઓની ડેરી ખોલવા ઈચ્છો તો તમારે રૂ. 10 લાખની જરૂર પડશે. કૃષિ મંત્રાલયની DEDS યોજનામાં તમને અઢી લાખની સબસિડી મળે છે. આ સબસિડી નાબાર્ડ તરફથી આપવામાં આવે છે.
First published: