શરૂ કરો નોકરીથી વધારે નફા વાળો બિઝનેસ, એક વખત લગાવો 5 લાખ રૂપિયા અને દર મહિને કરો રૂ. 70,000ની કમાણી

પ્રતિકાત્મક તસવીર

business news- અનેક એવા બિઝનેસ છે જેને ખૂબ જ ઓછી કિંમતમાં શરૂ કરીને વધુ નફો કમાઈ શકાય છે

  • Share this:
નવી દિલ્હી : અનેક એવા બિઝનેસ છે જેને ખૂબ જ ઓછી કિંમતમાં શરૂ કરીને વધુ નફો કમાઈ શકાય છે. ડેરી પ્રોડક્ટ્સ (Dairy Products) એક એવો બિઝનેસ છે જેનો રોજ ઉપયોગ કરવામાં આવે છે. ડેરી પ્રોડક્ટ્સના બિઝનેસમાં નુકસાન થવાની સંભાવના ના બરાબર હોય છે. આ બિઝનેસમાં રૂ. 5 લાખનું રોકાણ કરીને દર મહિને રૂ. 70 હજારની કમાણી કરી શકાય છે. આ બિઝનેસ શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર પણ મદદ કરે છે. જો તમે આ બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા બિઝનેસ કરવા માટેની યોજના બનાવી લો. આ બિઝનેસની શરૂઆત કેવી રીતે કરી શકાય તેની અહીં જાણકારી આપવામાં આવી છે.

મુદ્રા લોન હેઠળ લોન મળશે

કોઈપણ બિઝનેસ શરૂ કરવા માટે પૈસાની જરૂરિયાત હોય છે. બિઝનેસ શરૂ કરવા માટે પૈસા માટેની ચિંતા કરવાની જરૂર નથી. મોદી સરકારની પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાની (Mudra loan yojna) મદદથી બિઝનેસ માટે સરળતાથી પૈસાની વ્યવસ્થા કરી શકાય છે. આ બિઝનેસ માટે સરકાર તમને પૈસાની સાથે પ્રોજેક્ટ વિશેની સંપૂર્ણ જાણકારી પણ આપે છે.

કુલ રોકાણની રકમની 70% રકમની લોન મળે છે

જ્યારે તમે ડેરી પ્રોડક્ટ્સનો બિઝનેસ શરૂ કરશો, ત્યારે તમને સરકારની મુદ્રા લોન હેઠળ બેન્કમાંથી કુલ રોકાણની રકમની 70% રકમની લોન મળે છે.

આ પણ વાંચો - બાળકો માટે ખૂબ જ જરૂરી છે ખેલકૂદ, તન અને મન પર થાય છે આવી અસર

રૂ. 5 લાખનું રોકાણ કરવાનું રહેશે

પ્રોજેક્ટ પ્રોફાઈલ અનુસાર રૂ. 16 લાખ 50 હજારમાં આ બિઝનેસની શરૂઆત કરી શકાય છે. આ સંપૂર્ણ પ્રોજેક્ટમાં વ્યક્તિએ માત્ર રૂ. 5 લાખનું રોકાણ કરવાનું રહેશે.

પ્રોજેક્ટ

પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના પ્રોજેક્ટ અનુસાર વર્ષમાં 75 હજાર લીટર ફ્લેવર્ડ મિલ્કનો બિઝનેસ કરી શકાય છે. જેમાંથી 36 હજાર લીટર દહીં, 90 હજાર લીટર બટર અને 4500 કિલોગ્રામ ઘી બનાવીને વેચી શકાય છે. તે અનુસાર અંદાજે રૂ. 82 લાખ 50 હજારનું ટર્નઓવર થશે. જેમાં લગભગ રૂ. 74 લાખનો ખર્ચ થશે અને 14 ટકા વ્યાજને બાદ કરતા પણ તમે લગભગ રૂ. 8 લાખની બચત કરી શકો છો.

બિઝનેસ શરૂ કરવા માટેની જગ્યા

આ બિઝનેસ શરૂ કરવા માટે 1,000 સ્ક્વેર ફૂટ જગ્યાની જરૂરિયાત રહેશે, જેમાંથી 500 સ્ક્વેર ફૂટમાં પ્રોસેસિંગ એરિયા, 150 સ્ક્વેર ફૂટમાં રેફ્રિજરેશન રૂમ, 150 સ્ક્વેર ફૂટમાં વોશિંગ એરિયા, 100 સ્ક્વેર ફૂટમાં ઓફિસ, ટોઈલેટ તથા અન્ય સુવિધાઓની જરૂરિયાત રહેશે.
First published: