માત્ર 5 લાખ રૂપિયાથી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 70 હજારની કમાણી

પ્રતીકાત્મક તસવીર

એક એવો બિઝનેસ જેના માધ્યમથી ઓછા મૂડી રોકાણમાં પણ તગડો નફો રળી શકાય છે!

 • Share this:
  નવી દિલ્હી. દેશમાં અનેક એવા વ્યવસાય છે, જેમને ઓછા મૂડી રોકાણમાં શરૂ કરીને વધુ નફો કમાવી શકાય છે. તેમાંથી એક છે ડેરી પ્રોડક્ટ્સનો વ્યવસાય (Dairy Products Business). ડેરી પ્રોડક્ટ્સ એવી હોય છે જે રોજેરોજ ઉપયોગમાં લેવાય છે. તેમાં નુકસાન થવાની શક્યતા નહિંવત હોય છે. ડેરી પ્રોડક્ટ્સના બિઝનેસમાં માત્ર 5 લાખ રૂપિયાનું રોકાણ (Investment) કરી દર મહિને 70 હજાર રૂપિયાની કમાણી (Profit) કરી શકો છો. આ બિઝનેસને શરુ કરવા માટે કેન્દ્ર સરકાર પણ મદદ કરી રહી છે. જો તમે પણ આ બિઝનેસને શરૂ કરવા માંગો છો તો પહેલા તેનું પૂરું પ્લાનિંગ કરો. આવો આપને જણાવીએ આ બિઝનેસને કેવી રીતે શરૂ કરવામાં આવી શકે છે.

  મુદ્રા લોન યોજના હેઠળ મળશે લોન

  કોઈ પણ બિઝનેસને શરૂ કરવા માટે સૌથી પહેલા નાણાની જરૂર હોય છે. તેના માટે ગભરાવવાની જરૂર નથી, મોદી સરકારની પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાથી રોકાણની વ્યવસ્થા આરામથી કરી શકાય છે. આ બિઝનેસ માટે સરકાર આપને નાણાની સાથોસાથ પ્રોજેક્ટ વિશે પૂરી જાણકારી પણ આપે છે જેથી તમે આરામથી બિઝનેસ શરૂ કરી શકો.

  આ પણ વાંચો, નાણા કમાવવાનો Formula: ઘરે બેઠા 30 હજાર રૂપિયા કમાવા છે તો શરૂ કરો આ બિઝનેસ

  કુલ રોકાણની 70% મળશે લોન

  હવે તમે ડેરી પ્રોડક્ટસનો બિઝનેસ શરૂ કરશો તો સરકારની મુદ્રા લોનથી કુલ ખર્ચના 70 ટકા બેંકથી લોન રૂપે મળી શકે છે.

  5 લાખ રૂપિયાનું રોકાણ જાતે કરવાનું રહેશે

  પ્રોજેક્ટ પ્રોફાઇલ મુજબ, આ બિઝનેસનો પ્રોજેક્ટ લગભગ 16 લાખ 50 હજાર રૂપિયા સુધી તૈયાર કરવામાં આવી શકે છે. તેમાં તમારે માત્ર 5 લાખ રૂપિયાનું જાતે રોકાણ કરવાનું રહેશે.

  આ રીતે હશે પ્રોજેક્ટ

  જો પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના પ્રોજેક્ટ મુજબ જોવા જઈએ તો આ બિઝનેસમાં વર્ષમાં 75 હજાર લીટર ફ્લેવર્ડ મિલ્કનો કારોબાર થઈ શકે છે. આ ઉપરાંત 36 હજાર લીટર દહીં, 90 હજાર લીટર બટર અને 4500 કિલોગ્રામ ઘી બનાવીને પણ વેચી શકાય છે. તે હિસાબથી લગભગ 82 લાખ 50 હજાર રૂપિયાનો ટર્નઓવર થઈ જશે. જેમાં લગભગ 74 લાખ રૂપિયાનું કોસ્ટિંગ હશે જ્યારે 14 ટકા વ્યાજ કાઢ્યા બાદ પણ આપને લગભગ 8 લાખ રૂપિયાની આવક થઈ શકે છે.

  આ પણ વાંચો, અફોર્ડેબલ હાઉસિંગ: 45 લાખ રૂપિયા સુધીના ઘરની શોધ કરતા લોકો માટે પહેલીવાર સારા સમાચાર

  કારોબાર શરૂ કરવા આટલી જગ્યાની જરૂર પડશે

  આ કારોબારને શરૂ કરવા માટે 1000 સ્વે ર ફુટ જગ્યાની જરૂર પડશે. જેમાં 500 સ્વે ર ફુટની જગ્યા પ્રોસેસિંગ એરિયામાં, 150 સ્વે ર ફુટમાં રેફ્રિજરેશન રુમ, 150 સ્વે ર ફુટમાં વોશિંગ એરિયા, 100 સ્વે14ર ફુટમાં ઓફિસ, ટોઇલેટ તથા બીજી સુવિધાઓ માટે જરૂર પડશે.
  Published by:Mrunal Bhojak
  First published: