Home /News /business /પશુપાલકો માટે ખુશીના સમાચાર! મિલકત ગીરવે મૂક્યા વગર લોન મળી જશે
પશુપાલકો માટે ખુશીના સમાચાર! મિલકત ગીરવે મૂક્યા વગર લોન મળી જશે
એસબીઆઈ બેન્ક ખેડૂતોને ડેરી ઉદ્યોગ માટે લોન આપી રહી છે.
Milk Business: એસબીઆઈ બેન્ક ખેડૂતોને ડેરી ઉદ્યોગ માટે લોન આપે છે. જેમાં ડેરી ક્ષેત્ર સ્કબધીત દરેક જરૂરી વસ્તુ પર ઓછા વયની લોન અને સબસીડી માવા પાત્ર છે. અહીં તમે જાણી શકશો મહત્વપૂર્ણ માહિતી.
Dairy Farm Business: ગામડા વિસ્તારમાં ઘણા એવા બિઝનેસ છે કે જેની મદદથી ખેડૂતો ઘણી સારી કમાણી કરી શકે છે. ભારત દેશમાં ખેતી અને પશુપાલન પર ઘણી જન સંખ્યા નિર્ભર છે. ડેરી ઉદ્યોગને વધારવા માટે સરકાર પણ પ્રયાશો કરી રહી છે. તેના માટે સબસીડી અને ઓછા વ્યાજની લોન આપવામાં આવી રહી છે. જો કોઈ ખેડૂત ડેરી વ્યવસાય કરવા માગે છે તો તેમને સરળતાથી લોન મળશે.
ભારતીય સ્ટેટ બેન્ક આપે છે લોન
એસબીઆઈ બેન્ક ખેડૂતોને ડેરી ઉદ્યોગ માટે લોન આપી રહી છે. આ લોન વિવિધ કેટેગરીમાં આપવામાં આવે છે. જેમાં બેન્ક દૂધ ભેગું કરવા માટે બાંધકામ કરવા, ઓટોમેટિક મિલ્ક મશીન ખરીદવા, દૂધ એકત્ર કરવાની સિસ્ટમ, પરિવહન માટે યોગ્ય વાહન માટે લોન આપે છે. આ લોનનો વ્યાજદર 10.85% થી લઈને 24% હોય છે.
ઓટોમેટિક મિલ્ક કલેક્શન સિસ્ટમ માટેના મશીન ખરીદવા માટે મહત્તમ 1 અખાની લોન મળવા પાત્ર છે. આ સિવાય ભવન નિર્માણ માટે 2 લાખ રૂપિયા, દૂધ હેરફેર માટેની ગાડી માટે 3 લાખ રૂપિયા, અને દૂધ ઠંડુ રાખતા મશીન માટે 4 લાખ રૂપિયાની લોન બેન્ક આપે છે. આ લોન 6 મહિનાથી લઈને 5 વર્ષમાં પરત કરવાની હોય છે. આ લોનની ખાસ વાત એ છે કે તેમાં ખેડૂતોએ કોઈ પણ સંપત્તિ ગીરવે મુકવાની હોતી નથી.
દૂધ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ડેરી ઉદ્યોગ હેઠળ દૂધ વ્યવસાય માટે 25% રકમ સબસીડી પેટે મળે છે. એમાં પણ જો તમે અનામત લાભાર્થી છો તો 33% મળશે, પણ તેમાં તમારે 10 પશુઓ સાથે બિઝનેસ કરવાનો રહેશે. તેના માટે એક પ્રોજેક્ટ ફાઈલ તૈયાર કરીને નાબાર્ડ બોર્ડનો સંપર્ક કરવાનો રહેશે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર