ઓછું Investment કરી શરૂ કરી શકો છો આ શાનદાર Business, સરકારી મદદનો પણ મળશે લાભ

પ્રતિકાત્મક તસવીર

આ બિઝનેસ શરૂ કરવા માટે માત્ર 1.14 લાખ રૂપિયાની જરૂર પડશે, આ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરી કરો લાખોમાં કમાણી

  • Share this:
નવી દિલ્હી. કોરોના મહામારી (Coronavirus Pandemic)ના કારણે ઘણા લોકોને આર્થિક ફટકો ભોગવવાનો વારો આવ્યો છે. ઠપ્પ થયેલા વેપાર ધંધાઓના કારણે આજકાલ નોકરી મેળવવી પણ મોટો પ્રશ્ન બની ગયો છે. પરંતુ જો તમે આ કપરા સમયમાં આર્થિક રીતે સદ્ધર બનવા માંગતા હોય અને નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હોય તો અમે તમને એક બિઝનેસ વિશે જણાવી રહ્યા છીએ. જેને તમે ઓછા પૈસામાં શરૂ કરી શકશો (How To Start Low Cast Business) અને સારી કમાણી પણ કરી શકશો. આ બિઝનેસ માટે તમારે માત્ર 1.14 લાખ રૂપિયાની જરૂર પડશે. જો પૈસાની અછત છે તો તમે તેમાં કેન્દ્ર સરકારની મદદ લઇ શકો છો.

આ બિઝનેસ શરૂ કરીને મેળવો કમાણી

આપને જણાવી દઇએ કે હાલના સમયમાં કટલરીની ડિમાન્ડ દરેક ઘરમાં વધી રહી છે. તો તમે આ બિઝનેસ શરૂ કરીને સારી કમાણી કરી શકો છો. આ બિઝનેસમાં તમે કટલરીથી હેન્ડ ટૂલ અને ખેતીમાં કામ આવતા અમુક જરૂરી ટૂલ પણ બનાવી શકો છો. સાથે જ તમે તેને મોટા લેવલ પર એક્સપોર્ટ પણ કરી શકો છો. તેમાં ઘરના પ્રોડક્ટ સિવાય અન્ય ટૂલ પણ બનાવી શકો છો.

આ પણ વાંચો, આપની પાસે છે 1, 5 અને 10 રૂપિયાની આ નોટ? તો મળી શકે છે પૂરા 1 લાખ, જાણો કેવી રીતે

આ પ્રોડક્ટનું કરી શકો છો ઉત્પાદન

આજે દરેક ઘરમાં કટલરીની માંગ ખૂબ ઝડપથી વધી રહી છે. તેને જોતા આ બિઝનેઝમાં લાભ થવાની શક્યતા પણ વધુ છે. આ બિઝનેસમાં તમે કટલરી સાથે હેન્ડ ટૂલ અને ખેતીમાં કામ આવતા અમુક જરૂરી ટૂલ બનાવી શકો છો. આ સિવાય ઘરમાં તો આવી કટલરીની વસ્તુઓની ડિમાન્ડ ખૂબ રહે છે.

કેટલો લાગશે ખર્ચ?

આ બિઝનેસના સ્ટે અપ માટે તમારી લગભગ 1.8 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. તે માટે તમારે વેલ્ડિંગ સેટ, બફિંગ મોટર, ડ્રિલિંગ મશીન, બેન્ચ ગ્રિંડર, હેન્ડ ડ્રિલિંગ, હેન્ડ ગ્રિંડર, બેન્ચ, પેનલ બોર્ડ અને અન્ય સાધનોની જરૂર પડશે. આ સિવાય રો મટિરીયલ પર તમને લગભગ 1.2 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. તો કામ કરનાર વર્કર્સની સેલેરી પર તમારે દર મહિને 30 હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે.

આ પણ વાંચો, 25 પૈસાનો આ સિક્કો આપને કરાવી શકે છે લાખોની કમાણી! જાણો કેવી રીતે ઓનલાઇન વેચશો

સરકાર પાસેથી લઇ શકો છો મુદ્રા લોન

તમારા કુલ ખર્ચમાંથી તમારે તમારી પાસેથી 1.14 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. આ સિવાય બાકીના ખર્ચાઓ માટે તમે સરકારની મદદ લઇ શકો છો. સરકારી દ્વારા મળતી મુદ્રા લોન અંતર્ગત તમે આ બિઝનેસ શરૂ કરી શકો છો.

બેન્કમાંથી લોન માટે કરી શકો છો અરજી

આ માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત તમે કોઇ પણ બેન્કમાં અરજી કરી શકો છો. તે માટે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે, જેમાં નામ, સરનામું, બિઝનેસ એડ્રેસ, એજ્યુકેશન, હાલની કમાણી અને કેટલી લોન જોઇએ છે વગેરે વિગતો ભરવાની રહેશે.
First published: