1 ઑક્ટોબર બાદથી દેશમાં એક મોટો ફેરફાર થવાનો છે. જે ભારતીયોની જિંદગી બદલી શકે છે. ઉલ્લેખનીય છે કે, 25 ઑક્ટોબરથી દેશભરમાં પ્લાસ્ટિકની બેગ, કપ અને સ્ટ્રો પર સરકાર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહી છે. 2 ઑક્ટોબરે મોદી સરકાર પ્લાસ્ટિકથી બનેલી 6 પ્રોડક્ટ્સ પર પ્રતિબંધીત અભિયાન શરૂ કરશે. ભારતમાં વધતા પૉલ્યુશનને ખતમ કરવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકને બેન કરવું ખુબ જરૂરી છે. સરકારના આ પગલાથી સામાન્ય લોકો માટે નવો બિઝનેસ શરૂ કરવાનું ઓપ્શન ખુલશે. જો તમે પણ કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો, અમે તમને જણાવી દઈએ એક ખાસ આઈડીયા. આ બિઝનેસ ખુબ ઓછા ઈન્વેસ્ટમેન્ટથી શરૂ કરી શકશો. તો જોઈએ આ બિઝનેસ વિશે બધુ જ.
આટલા રૂપિયાનું રોકાણ જરૂરી 1થી 1.15 લાખ રૂપિયા લગાવી શરૂ કરો આ બિઝનેસ. તમને જણાવી દઈએ કે, બિઝનેસ શરૂ કરવા માટે આમાં કોઈ ખાસ રોકાણની આવશ્યકતા નથી. જોકે, આ બિઝનેસ જો મોટા સ્કેલ પર શરૂ કરવામાં આવે તો, વધારે ખર્ચની જરૂર પડે. આ બિઝનેસમાં કેટલી કમાણી થશે, તે બિઝનેસના આકાર, બિઝનેસના લોકેશન વગેરે પર નિર્ભર કરશે.
કપડાની બેગ બનાવી અહીં વેચી શકો છો પ્લાસ્ટિક બેન થયા બાદ માર્કેટમાં કાપ઼ની દુકાનો, મિઠાઈની દુકાનો, કિરાણા સ્ટોર પર કપડાની બેગનો ઉપયોગ કરવો પડશે. પ્લાસ્ટિકની થેલીઓ પર સરકાર દ્વારા રોક લગાવ્યા બાદ કાપડની થેલી વાપરવી દરેક વ્યાપારી માટે મજબૂરી બની જશે. જેથી નિશ્ચિત રીતે કહી શકાય કે, સ્થાનિક માર્કેટમાં તેની માંગ ખુબ રહેશે. જેથી હાલમાં આ બિઝનેસ શરૂ કરવો બેસ્ટ ઑપ્શન છે.
બેગ બનાવવા માટે જોઈએ આ વસ્તુ મશીનરી અને ઉપકરણની વાત કરીએ તો, આ બિઝનેસ માટે ઑટોમેટિક Non Woven Bag Making Machine પણ આવે છે. પરંતુ, તે શરૂઆતમાં લાવવી મોંઘી પડી શકે છે. જેથી શરૂઆતમાં આ બિઝનેસ માટે સિલાઈ મશીન, કાતર વગેરેથી કામ ચલાવી શકાય છે. જો કોઈ આ બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચારી રહ્યા હોય તો, તેને સેકન્ડ હેન્ડ સિલાઈ મશીન માર્કેટમાં 2000-5000માં મળી જશે. ત્યારબાદ કાપડની થેલીઓ બનાવવી સરળ થઈ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર