3 લાખ રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને કરો રૂ.8000ની કમાણી

સરકારની મદદથી તમે મુદ્દા સ્કીમ હેઠળ બ્યૂટી પાર્લરનો બિઝનેસ શરૂ કરવામાં આર્થિક મદદ મળશે.

News18 Gujarati
Updated: June 13, 2019, 10:02 AM IST
3 લાખ રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને કરો રૂ.8000ની કમાણી
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 13, 2019, 10:02 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી : જો તમે ઓછું રોકાણ કરી અને વધારે પૈસા કમાવવા માંગતા હો તો તમારા માટે એક સરળ બિઝનેસ પ્લાન તૈયાર છે. સરકારની મુદ્રી સ્કીમની મદદથી તમે બ્યૂટી પાર્લરનો બિઝનેસ શરૂ કરી અને આર્થિક રીતે પગભર થઈ શકો છો. સરકાર તમને બ્યૂટી પાર્લર શરૂ કરવા માટે મદદ આપે છે. આ બિઝનેસમાં તમે રૂ. 3 લાખનું રોકાણ કરી અને મહિને રૂ. 8000ની કમાણી કરી શકો છો. સરકાર તમને આ બિઝનેસ શરૂ કરવા માટે 2.5 લાખ રૂની મદદ કરશે.

બ્યૂટી પાર્લરનો બિઝનેસ
બ્યૂટી પાર્લર શરૂ કરવા માટે તમારે કોઈ જગ્યા ભાડે રાખવાની જરુરિયાત નથી. તમે તમારા ઘરમાં પણ બ્યૂટી પાર્લર શરૂ કરી શકો છો. આ બિઝનેસ માટે મશીનરી, ઇક્વિપમેન્ટ, ચેર, મિરર, ફર્નિચર તમામ ખર્ચનો સમાવેશ થાય છે. બિઝનેસ શરૂ કરવા માટે 2,32 હજાર રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે. જેમાં મશીનરીનો સમાવેશ થાય છે. ઉપરાંત 68 રૂપિયા સેલેરી અને રૉ મટિરિયલ માટે રાખવા જરૂરી છે.

દર મહિને 7.5 હજારનો નફો
સરકારે સ્મોલ સ્કિલ ઇન્ડસ્ટ્રીને આગળ ધપાવવા માટે બ્યૂટી પાર્લના બિઝનેસનું જે સ્ટ્રક્ચર તૈયાર કર્યુ છે તેના હિસાબે તમને વાર્ષિક 66,400 રૂપિયાનો નફો થશે. વાર્ષિક 23,200 રુનો ઘસારો ઉમેરી દો તો તમને વાર્ષિક રૂ. 89,600 સરપ્લસ રકમ મળશે આમ તમે દર મહિને રૂ. 7.5 હજારનો નફો મળી શકશે.

પ્રતિકાત્મક તસવીર

Loading...

સરકારી મદદ માટે આવી રીતે એપ્લાય કરો
તમે લોન માટે પ્રધાનમંત્રી મુદ્દા યોજના અંતર્ગત બેન્કમાં એપ્લાય કરી શકો છો. તમારે એક ફોર્મ ભરી અને તમારી પર્સનલ માહિતી આપવાની રહેશે. આ લોન માટે કોઈ પ્રોસેસિંગ ફી કે ગેરેન્ટી પણ આપવાની આવશ્યકતા નથી. લોનની રકમ તમે 5 વર્ષમાં ભરી શકો છો.
First published: June 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...