Corona કાળમાં નથી મળી રહી નોકરી! તો હવે ઘરેથી શરૂ કરો આ બિઝનેસ, થશે લાખોમાં કમાણી

News18 Gujarati
Updated: June 13, 2020, 7:19 PM IST
Corona કાળમાં નથી મળી રહી નોકરી! તો હવે ઘરેથી શરૂ કરો આ બિઝનેસ, થશે લાખોમાં કમાણી
Hydroponics ખેતી કરી સારી કમાણી કરી શકાય છે

હાઈડ્રપાનિક્સ એક છોડ ઉગાડવાની બિલકુલ નવી રીત છે. આ પ્રકારની ખેતી માટે માટીની ખપત નથી હોતી અને પાણી પણ ઓછામાં ઓછુ લાગે છે

  • Share this:
નવી દિલ્હી : corona કાળમાં પાણીની જેમ લોકો નોકરી ગુમાવી રહ્યા છે. જ્યાં દેખો ત્યાં આજ સમાચાર છે કે, મોટી-મોટી કંપની લોકોને નોકરીઓમાંથી છૂટા કરી રહી છે. આ સમયે દરેક વ્યક્તિ મહામારીના સંકટમાં મુશ્કેલીમાં છે. આ બધા વચ્ચે અમે તમને ઘરે બેઠા બિઝનેસ કરવાનો એક આઈડીઆ જણાવવા જઈ રહ્યા છીએ. આ બિઝનેસ ઓછા ખર્ચથી શરૂ કરી શકાય છે અને કમાણી સારી થઈ શકે છે. આ બિઝનેસ માટે બસ જરૂરી છે ઘરના ધાબાની અથવા ખુલ્લા આંગણાની. આજકાલ ટેરેસ ફાર્મિંગ ઉભરતો નવો ટ્રેન્ડ છે, જે શરૂ કરવાનો મોકો તમને મળી શકે છે. આ ટેકનીકમાં માટીનો ઉપયોગ બિલકુલ નથી થતો અને છોડ માટે જરૂરી પોષક તત્વો પાણીના સહારે જ સીધા છોડના મૂળ સુધી પહોંચાડવામાં આવે છે. આ પ્રકારની ખેતીને હાઈડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. એક આઈઆઈટી ગ્રેજ્યુએટ કૌસ્તુભ ખરે અને સાહિલ પારેખે પણ આ પ્રકારે પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે.

તેમની કંપની આ પ્રકારે ખેતી કરી માત્ર 19 હજાર રૂપિયામાં 200 વર્ગ મિટરના ધાબામાં ખેતી કરી 700 કિલોગ્રામ શાકભાજી ઉગાડે છે. તો જોઈએ તેમના વિશે

માટી વગર અને ઓછા પાણીથી ખેતી - આ બંનેએ એવું મોડલ તૈયાર કર્યું છે, જેમાં માટીની ખપત નથી હોતી અને પાણી પણ ઓછામાં ઓછુ લાગે છે. ધાબા પર ખેતી કરવા માટે એવી ક્યારી બનાવી છે જે વોટરપ્રૂફ છે અને તેનાથી પાણી ધાબામાં ટપકવાનો ખતરો પણ નથી રહેતો.

જૈવિક સામગ્રીથી સજ્જ આ કુંડાઓમાં ભીંડા, ટામેટા, રીંગણ, મેથી, પાલક, ચોળી, મરચા વગેરે ઉગાડવામાં આવે છે. પાણી મીઠુ હોવાના કારણે શાકભાજી પણ સ્વાદિષ્ટ થાય છે.

આમાં નારીયેળનો ખોળ (સૂકા છોતરા) મુખ્ય રીતે નાખવામાં આવે છે. ધાબા પર વધારે વજન ના પડે અને પાણી સોસવાની સમસ્યા ના થાય તે માટે માટીનો ઉપયોગ નથી કરવામાં આવતો. આ કુંડાઓમાં નારીયેળના ખોળ સિવાય કેટલાક મિશ્રણ મિલાવવામાં આવે છે, જેથી ફળ ઝડપથી ગુણવ્તતા યુક્ત આવે છે.

તમે પણ કરી શકો છો આ રીતે ખેતી - જે પ્રકારે ખેતી માટે જમીન ઓછી થઈ રહી છે, ભવિષ્યમાં આ પ્રકારની ખેતી (કુંડા)ની માંગ વધશે, 4 ફૂટ ગુણા 4 ફૂટના કુંડા લગાવવા પર એક પરિવાર પોતાના મહિનાભરની શાકભાજી ઉગાડી શકે છે. રોજ એક કલાક આ ખેતી પર સમય લગાવવાની તમારી મરજીની શાકભાજી ઉગાડી શકાય છે.એક રીત આ પણ છે - ખેતરો ઘટવા અને ઓર્ગેનિક ફૂડ પ્રોડક્ટની માંગ વધવાથી અર્બન ફાર્મિંગમાં નવી અને કારગર ટેકનીકનું ચલણ વધી રહ્યું છે. માંગ પૂરી કરવા માટે શહેરી ખેડૂતો ધાબા પર, પાર્કિંગમાં અથવા પછી પોતાની પાસે જ્યાં જગ્યા હોય ત્યાં આ પ્રકારની ખેતી કરી રહ્યા છે.

આ ટેકનિકોમાં જે ટેકનિક સૌથી વધારે સફળ છે તેમાં માટીનો ઉપયોગ જ નથી થતો. માટી ન હોવાથી આને ધાબા પર નાની જગ્યામાં સરળતાથી ઉપયોગ કરી શકાય છે. આ ટેકનીક એટલી સફળ છે કે સાચી જાણકારી, સાચી સલાહથી લગભગ 1 લાખ રૂપિયાના ખર્ચથી તમે ઘરે બેઠા વાર્ષિક 2 લાખ રૂપિયાની શાકભાજી ઉગાડી શકો છો.

ધાબા પર ખેતી - આ ટેકનિકને હઈડ્રોપાનિક્સ કહેવામાં આવે છે. આ ટેકનિકની ખાસ વાત એ છે કે, તેમાં માટીનો ઉપયોગ નથી થતો. તેમાં છોડ માટે જરૂરી પોષક તત્વ પાણીના શહારે સીધા છોડના મૂળને આપવામાં આવે છે.

શું છે હાઈડ્રપાનિક્સ ટેકનિક - હાઈડ્રપોનિક્સ ટેકનિકમાં શાકભાજી માટી વગર ઉગાડી શકાય છે. આ છોડ માટે જરૂરી પોષક તત્વો પાણીના સહારે સીધા છોડના મૂળને પહોંચાડવામાં આવે છે. છોડ એક મલ્ટી લેટર ફ્રેમના સહારે પાઈપમાં ઉગે છે, અને તેના મૂળ પાઈપની અંદર પોષક તત્વોથી ભરેલા પાણીમાં છોડવામાં આવે છે. માટી ન હોવાના કારણે ધાબા પર ભાર પણ નથી વધતો. આ એક એલગ સિસ્ટમ હોવાના કારણે તમારી ધાબામાં પણ કોઈ ફેરફાર નથી કરવો પડતો.

નવી ટેક્નોલોજી - હાઈડ્રપાનિક્સ એક છોડ ઉગાડવાની બિલકુલ નવી રીત છે, અને આને ખેડૂત અથવા વેપારી પોતાની રીતે ઉપયોગમાં લઈ શકે છે. તો આ ક્ષેત્રમાં કામ કરી રહેલી કેટલીક કંપનીઓ પણ તમને શાકભાજી ગાર્ડનથી લઈ કોમર્શિયલ ફાર્મ સુધી સ્થાપિત કરવામાં મદદ કરે છે. આ મામલે હાઈડ્રપાનિક્સ કંપની 'હમારી કૃષિ' જણાવે છે કે, પાક માટે તૈયાર ફ્રેમ અને ટાવર ગાર્ડન ઓનલાઈન વેચવામાં આવી રહ્યા છે.

કંપનીના 2 મીટર ઊંચા ચાવરમાં 40 છોડ લગાવવાની કજગ્યા છે. કંપની અનુસાર, લગભગ 400 છોડ વાળા 10 ટાવરની કિંમત 1 લાખ આસપાસ છે. આ કિંમતમાં ટાવર, સિસ્ટમ અને જરૂરી પોષક તત્વ સામેલ છે.

કંપની અનુસાર, જો સિસ્ટમને સારી ઉપયોગમાં લેવામાં આવે તો, ત્યારબાદ માત્ર બીજ અને ન્યૂટ્રિએન્ટનો જ ખર્ચ આવે છે. આ ટાવર તમારા 150 અથવા 200 વર્ગ ફૂટ એરિયામાં સરળતાથી ઉભુ થઈ જશે. નાની જગ્યા પર રાખેલા ફ્રેમને નેટ શેડ અને મોટા સ્તર પર ખેતી માટે પોલી હાઉસ બનાવવાથી ખરાબહવામાનથી પણ સુરક્ષિત રાખી શકાય છે.

કમાણીનો મોટો મોકો - કંપની 'હમારી કૃષિ' અનુસાર, આ ટેકનિક લોકોને રોજગાર આપવાની સારી રીત સાબિત થઈ શકે છે. કેમ કે પરંપરાગત કૃષિના મુકાબલે આમાં માર્જિન વધારે છે.

  • શર્મા અનુસાર, એક છોડથી વર્ષે 5 કિલો લેટિસ (સલાડ પત્તા)ની ઉપજ મળી શકે છે. એવામાં 10 ટાવર એટલે કે, 400 છોડથી 2000 કિલો વાર્ષિક ઉપજ મળી શકે છે. હાલમાં લેટીસની બજારમાં કિંમત ભારતમાં 180 રૂપિયા કિલો છે, શર્મા અનુસાર, જો તમે ના વેચો અને હોલસેલ માર્કેટમાં 100 કિલોના ભાવે વેચો તો સારી કન્ડીશનમાં વાર્ષિક 2 લાખ રૂપિયાની કમાણી થવાની સંભાવના છે.

  • આ પ્રકારે સામાન્ય સ્થિતિમાં પણ તમે સરળતાથી એક વર્ષમાં તમારૂ રોકાણ પાછુ મેળવી લો છો. તથા આગામી વર્ષથી રિટર્ન વધારે થશે કેમ કે, તમારે માત્ર દેખરેખ, બીજ અને ન્યૂટ્રિએન્ટનો જ ખર્ચ કરવાનો રહેશે. એટલે કે, તમે તમારા 150થી 200 વર્ગ ફૂટના ધાબાનો ઉપયોગ કરી એક વર્ષમાં જ પોતાનું 1 લાખનું રોકાણ એક વર્ષમાં કાઢી પ્રોફિટમાં આવી શકો છો.

First published: June 13, 2020, 7:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading