નોકરીથી વધુ નફો આપશે આ બિઝનેસ, રોજ થશે 4000 રૂપિયાથી વધુની કમાણી

નોકરીથી વધુ નફો આપશે આ બિઝનેસ, રોજ થશે 4000 રૂપિયાથી વધુની કમાણી
નાનું મૂડીરોકાણ કરી મહિને એક લાખ રૂપિયાની કમાણી કરી આપશે આ બિઝનેસ, જાણો બધું જ

નાનું મૂડીરોકાણ કરી મહિને એક લાખ રૂપિયાની કમાણી કરી આપશે આ બિઝનેસ, જાણો બધું જ

  • Share this:
    નવી દિલ્હી. અનેક લોકો એવા હોય છે જેમને નોકરીથી વધુ બિઝનેસ (Business)માં રસ હોય છે અને હોવો પણ જોઈએ. કોરોના કાળે (Corona Crisis) બિઝનેસનું મહત્ત્વ બમણું કરી દીધું છે. જો એવામાં તમે પણ કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનો પ્લાન (New Business Planning) કરી રહ્યા છો તો જરૂરી છે કે પહેલા તેની પૂરી જાણકારી મેળવો. અમે આપને એક એવા ખાસ બિઝનેસ વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેને શરૂ કરવાથી તમે રોજના 4000 રૂપિયા કમાઈ શકો છો. એટલે કે મહિને એક લાખ રૂપિયાની કમાણી. અ બિઝનેસ છે કેળાની ચિપ્સ બનાવવાનો બિઝનેસ. કેળાની ચિપ્સ સ્વાસ્થ્ય માટે સારી હોય છે. તેની સાથે જ આ ચિપ્સને લોકો વ્રતમાં પણ ખાય છે. કેળાની ચિપ્સ બટાકાની ચિપ્સથી વધુ પ્રચલિત છે, જેના કારણે આ ચિપ્સ વધુ માત્રામાં વેચાય પણ છે.
    કેળાની ચિપ્સનું માર્કેટ સાઇઝ નાનું છે, જેના કારણે મોટી બ્રાન્ડેડ કંપનીઓ કેળાની ચિપ્સ નથી બનાવતી. આ જ કારણ છે કે કેળાની ચિપ્સ બનાવવાના બિઝનેસમાં વધુ સારો સ્કોપ છે. તો ચાલો જાણીએ કેવી રીતે શરૂ કરી શકાય છે આ બિઝનેસ...



    કેળાની ચિપ્સ બનાવવા માટે જોઈએ આ સામાન

    કેળાની ચિપ્સ બનાવવા માટે વિવિધ પ્રકારની મશીનરી ઉપયોગમાં લેવામાં આવે છે અને કાચા માલ તરીકે મુખ્ય રીતે કાચું તેલ, મીઠું, ખાદ્ય તેલ અને અન્ય મસાલા ઉપયોગમાં લેવામાં આવે છે. કેટલીક મુખ્ય મશીનરી અને અન્ય ઉપકરણોની યાદી આ પ્રકારે છે...

    - કેળાને ધોવાની ટાંકી અને કેળાને છોલવાનું મશીન
    - કેળાના પાતળા પાતળા ટુકડા કરવાનું મશીન
    - ટુકડાઓને ફ્રાય કરવાનું મશીન
    - મસાલા વગેરે મેળવવાનું મશીન
    - પાઉચ પ્રિન્ટિંગ મશીન
    - પ્રયોગશાળા ઉપકરણ


    ક્યાંથી ખરીદશો આ મશીન?

    કેળાની ચિપ્સનો બિઝનેસ શરૂ કરવા માટે આપને આ મશીન https://www.indiamart.com/ કે પછી https://india.alibaba.com/index.html પરથી ખરીદી શકો છો. આ મશીનને રાખવા માટે આપને ઓછામાં ઓછી 4000-5000 sq. fit જગ્યાની જરૂર પડશે. આ મશીન આપને 28 હજારથી લઈને 50 હજાર રુપિયા સુધીમાં મળી જશે.

    આ પણ વાંચો, 70 હજારનું રોકાણ કરી શરૂ કરો કેબનો બિઝનેસ, દર મહિને થઈ શકે છે 50 હજાર રૂપિયાની કમાણી

    50 કિલો ચિપ્સ બનાવવાનો ખર્ચ

    50 કિલો ચિપ્સ બનાવવા માટે ઓછામાં ઓછા 120 કિલો કાચા કેળાની જરુર પડશે. 120 કિલો કાચા કેળા આપને લગભગ 1000 રૂપિયામાં મળી જશે. તેની સાથે જ 12થી 15 લીટર તેલની જરૂર પડશે. 15 લીટર તેલ 70 રૂપિયાના હિસાબથી 1050 રૂપિયા થશે. ચિપ્સ ફ્રાયર મશીન એક કલાકમાં 10થી 11 લીટર ડીઝલ કન્ઝૂમ કરે છે. એક લીટર ડીઝલ 80 રૂપિયાના હિસાબથી 11 લીટર થાય છે જે 900 રૂપિયામાં પડશે. મોઠું અને મસાલાનો વધુમાં વધુ ખર્ચ 150 રૂપિયા થશે. તો 3200 રૂપિયામાં 50 કિલો ચિપ્સ બનીને તૈયાર થઈ જશે. જેનો અર્થ એ થયો કે એક કિલો ચિપ્સનું પેકેટ પેકિંગ કોસ્ટ મેળવીને 70 રૂપિયામાં પડશે. જેને તમે સરળતાથી ઓનલાઇન કે કરિયાણાની દુકાન પર 90-100 રૂપિયા પ્રતિ કિલો વેચી શકો છો.

    આ પણ વાંચો, માત્ર 5 લાખ રૂપિયાથી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 70 હજારની કમાણી

    એક લાખ રૂપિયાનો નફો કરી શકશો

    જો તમે એક કિલો પર 10 રૂપિયાનો નફો પણ વિચારો તો તમે દિવસના 4000 રૂપિયા સરળતાથી કમાઈ શકો છો. એટલે કે મહિનામાં આપની કંપની 25 દિવસ પણ કામ કરે છે તો એક મહિનામાં એક લાખ રુપિયાની કમાણી કરી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published:February 12, 2021, 07:55 am

    ટૉપ ન્યૂઝ