આ બિઝનેસ શરુ કરીને દર મહિને 1 લાખ રુપિયા કમાવવાની તક

કેળાની ચિપ્સના વ્યવસાયની શરુઆત કરીને દર મહિને 1 લાખ રૂપિયા કમાઇ શકો છો. જાણો કે શું છે આ વ્યવસાય મોડેલ અને તમે કેવી રીતે પ્રારંભ કરી શકો છો.

News18 Gujarati
Updated: May 7, 2019, 2:53 PM IST
આ બિઝનેસ શરુ કરીને દર મહિને 1 લાખ રુપિયા કમાવવાની તક
તમે દરરોજ 4000 રુપિયા કમાઇ શકો છો
News18 Gujarati
Updated: May 7, 2019, 2:53 PM IST
જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો એક વિશિષ્ટ વ્યવસાય વિશે જાણીએ જેનાથી તમે સારી કમાણી શરૂ કરી શકો છો. આ લિસ્ટમાં એક બિઝનેસ છે કેળાની વેફર બનાવવાનો. કેળાની ચિપ્સ આરોગ્ય માટે સારી છે. આ ચિપ્સને લોકો ઉપવાસમાં ખાય છે. બનાના ચિપ્સ બટાટા ચિપ્સ કરતાં વધુ પ્રચલિત છે, જેના કારણે આ ચિપ્સ મોટી માત્રામાં પણ વેચાય છે. કેળાની ચિપ્સનું બજાર માર્કેટ ઓછું છે, જેના કારણે મોટી બ્રાન્ડેડ કંપનીઓ કેળાની ચિપ્સ બનાવતી નથી અને આ જ કારણ છે કેળાની ચિપ્સ બનાવવાનો સારો સ્કોપ છે.

કેળા વેફર બનાવવા માટે જોઇએ આ સામાન: કેળાની ચિપ્સ બનાવવા માટે વિવિધ પ્રકારની મશીનરી ઉપયોગમાં લેવાય છે અને કાચા માલ તરીકે મુખ્યત્વે કાચા કેળા, મીઠું, રસોઈ તેલ અને મસાલા વપરાય છે.

કેળા ધોવાની ટાંકી અને પિલર મશીન

કેળાને પાતળા ટૂકડામાં કાપવાનું મશીન
ફ્રાઇ કરવાનું મશીન
મસાલા-મિક્સર
Loading...

પાઉચ પ્રિન્ટીંગ મશીન
લેબોરેટરી સાધનો

કેળાનો વ્યવસાય શરુ કરવા માટે તમે આ મશીનને https://www.indiamart.com/ અથવા https://india.alibaba.com/index.html પરથી ખરીદી શકો છો. મશીનને રાખવા માટે 4000-5000 સ્કેવર ફૂટની જરુર પડશે. આ મશીન તમને 28 હજાર અને 50 હજાર વચ્ચે મળી જશે.

50 કિલો ચિપ્સ બનાવવાની કિંમત

50 કિલો ચિપ્સ બનાવવા માટે ઓછામાં ઓછા 120 કિલો કાચા કેળાની જરૂર પડશે. લગભગ 1000 રૂપિયામાં મળશે. સાથે જ 12 થી 15 લિટર તેલની જરૂર પડશે. 15 લિટર તેલ 70 રુપિયાની કિંમતે 1050માં આવશે. ચિપ્સ ફ્રાયર મશીન 1 કલાકમાં 10 થી 11 લિટર ડીઝલનો વપરાશ કરે છે. 1 લિટર ડીઝલની કિંમત 11 લિટર માટે 80 રૂપિયા છે, જેની કિંમત 900 રૂપિયા થશે. મીઠા અને મસાલાના 150 રુપિયા. તો 50 કિલો ચિપ્સ 3200 રૂપિયા મા તૈયાર થશે. એક કિલો ચિપ્સ પેકેટ પેકિંગ ખર્ચનો ખર્ચ 70 રૂપિયા થશે. તમે સરળતાથી તેને ઑનલાઇન અથવા કરિયાણાની દુકાનમાં 90-100 રૂપિયામાં વેચી શકો છો.

1 લાખ રુપિયાનો નફો કરો જમા

જો કમે 1 કિલો પર 10 રુપિયાનો નફો મેળવવાનું વિચારો છો તો દિવસમાં 4000 રુપિયા આરામથી કમાઇ શકો છો એટલે કે તમે મહિનામાં 1 લાખ સુધી કમાણી કરી શકો છો.
First published: May 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...