Home /News /business /Business Idea: માત્ર 10 હજાર રૂપિયાનું રોકાણ કરી શરૂ કરો આ બિઝનેસ, હજારોમાં થશે કમાણી

Business Idea: માત્ર 10 હજાર રૂપિયાનું રોકાણ કરી શરૂ કરો આ બિઝનેસ, હજારોમાં થશે કમાણી

માત્ર 10 હજાર રૂપિયાના રોકાણ સાથે શરી કરો કેટરિંગ બિઝનેસ

Business idea: આર્થિક રીતે સ્વતંત્ર જીવન જીવવા માટે તમારી પાસે વધારે પૈસા હોવા ખૂબ જરૂરી છે. એવામાં તમે બિઝનેસ શરૂ કરીને આ સ્વતંત્રતા મેળવી શકો છો. તેના માટે તમે કેટરિંગનો બિઝનેસ શરૂ કરી શકો છો. આ બિઝનેસમાં માત્ર 10,000 રૂપિયાના રોકાણની જ આવશ્યકતા છે

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ કોરોના મહામારી (Covid-19) બાદ આપણા દેશમાં નાના બિઝનેસ (Small Business in India) તરફ લોકો વધુ આકર્ષાઇ રહ્યા છે. મેક ઇન ઇન્ડિયા (Make in India) જેવી પહેલ દ્વારા બિઝનેસ શરૂ કરવા માંગતા લોકોમાં નવી પ્રેરણાનો સંચાર થાય છે. જોકે, કોઇ પણ બિઝનેસ શરૂ કરવો સહેલું નથી. તેના માટે તમારી પાસે પૂરતું જ્ઞાન અને આવડત હોવી ખૂબ જરૂરી છે. જો તમને પણ કોઇ બિઝનેસ શરૂ (How to Start Business) કરવાની તીવ્ર ઇચ્છા હોય, પરંતુ બજેટનો સવાલ તમારી એ ઇચ્છાને દબાવી દે છે તો આજ અમે તમારા માટે એક શાનદાર બિઝનેસ આઇડિયા (Business Idea) લઇને આવ્યા છીએ. આ બિઝનેસમાં રોકાણ તો ઓછું છે જ સાથે જ તમે સારી એવી કમાણી (Earn Money) પણ કરી શકો છો.

શરૂ કરો કેટરિંગનો બિઝનેસ


આર્થિક રીતે સ્વતંત્ર જીવન જીવવા માટે તમારી પાસે વધારે પૈસા હોવા ખૂબ જરૂરી છે. એવામાં તમે બિઝનેસ શરૂ કરીને આ સ્વતંત્રતા મેળવી શકો છો. તેના માટે તમે કેટરિંગનો બિઝનેસ (Catering Business) શરૂ કરી શકો છો. આ બિઝનેસમાં માત્ર 10,000 રૂપિયાના રોકાણ (Investment)ની જ આવશ્યકતા છે.

આ પણ વાંચોઃ ટાટા ગ્રુપનો મેગા મર્જર પ્લાન, સાત કંપનીઓને મર્જ કરવામાં આવશે; જાણો, કેમ કર્યો આ નિર્ણય અને શું થશે ફાયદા

કઇ રીતે શરૂઆત કરવી?


તમે કેટરિંગનો બિઝનેસ ગમે ત્યારે અને ગમે ત્યાં શરૂ કરી શકો છો. તેના માટે તમારે રાશન અને પેકેજીંગમાં જ ખર્ચ કરવાનો રહેશે. તે વાતમાં કોઇ શંકાને સ્થાન નથી કે આજે લોકોને હાઇજીન યુક્ત ખોરાક ખાવો પસંદ છે. તેથી તમારું કિચન સ્વચ્છ હોય તે સૌથી જરૂરી બાબત છે. બિઝનેસ શરૂ કરવા માટે તમારી પાસે વાસણ, ગેસ સિલિન્ડર વગેરે વસ્તુઓની જરૂરિયાત પડશે. આ એક એવો બિઝનેસ છે જેમાં મોટા બજેટની જરૂર રહેતી નથી. આ બિઝનેસ હંમેશા ચાલતો રહે છે. શરૂઆતમાં તમે પ્રતિ માસ 25-50 હજાર રૂપિયા કમાઈ શકો છો.

આ પણ વાંચોઃ મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા સસ્તી થઈ શકે, નવા નિયમોથી તમારા ખિસ્સા પરનો ભાર હળવો થઈ શકે

માર્કેટનું એનાલિસીસ કરો


કોઇ પણ બિઝનેસ શરૂ કરતા પહેલા અને તેને ચલાવવા માટે તે બિઝનેસના માર્કેટ વિશે જાણકારી હોવી જરૂરી છે. કેટરિંગ બિઝનેસમાં પણ આ વાત અસર કરે છે. જો તમે આ બિઝનેસ શરૂ કરવા ઇચ્છો છો તો તમારી સર્વિસ વિશે ઓનલાઇન અને તમારા મિત્રો દ્વારા પ્રચાર કરો. ધીમે ધીમે તમારી પાસે ઓર્ડર આવવા લાગશે. આજે લોકો નાની મોટી પાર્ટીઓમાં પણ સારા કેટરિંગ ઓર્ડર આપે છે. જેમ જેમ તમારા સંપર્ક વધશે તેમ તમને વધુને વધુ ઓર્ડર મળવા લાગશે.
Published by:Sahil Vaniya
First published:

Tags: Business idea, Investment, Make in india

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन