Home /News /business /અમેરિકાની આ કંપની ફરી વિવાદોમાં, ત્રણ મિનિટ મોડા આવવાના કારણે મહિલા કર્મચારીને કાઢી મુકી

અમેરિકાની આ કંપની ફરી વિવાદોમાં, ત્રણ મિનિટ મોડા આવવાના કારણે મહિલા કર્મચારીને કાઢી મુકી

સ્ટારબક્સની ગણતરી દુનિયાના સૌથી મોટા કોફી રિટેલર તરીકે થાય છે (પ્રતિકાત્મક તસવીર)

Starbucks - લેબર યુનિયન(Labour Union) બનાવવા માટે કર્મચારીઓ સાથે મતભેદ થયા બાદ હવે આ કંપની એક નવા કારણ ને લઈને વિવાદમાં ફસાઈ

રિટેલ કોફી ચેઇનનો વ્યવસાય કરતી અમેરિકાની કંપની સ્ટારબક્સ (Starbucks) સતત વિવાદોથી ઘેરાયેલી રહે છે. લેબર યુનિયન(Labour Union) બનાવવા માટે કર્મચારીઓ સાથે મતભેદ થયા બાદ હવે આ કંપની એક નવા કારણ ને લઈને વિવાદમાં ફસાઈ છે. અસલમાં સ્ટારબક્સે તેની એક મહિલા કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકી, કારણ કે તે કામ પર આવવા માટે ત્રણ મિનિટ લેટ થઇ ગઈ હતી. આ વાત બહાર આવતા જ આ કિસ્સાની ચર્ચાએ જોર પકડ્યું છે.

કર્મચારીઓએ કરી લેબર યુનિયનની માંગ


બીબીસીના એક અહેવાલ મુજબ સ્ટારબક્સ દ્વારા તેની એક કર્મચારીને નોકરી પરથી કાઢી મૂકવામાં આવી છે. જેનું નામ જોસેલિન ચુકીલાંકી (Joselyn Chuquillanqui) છે. તે છેલ્લા સાત વર્ષ સુધી સ્ટારબક્સમાં કામ કરી રહી હતી. તેને આ કોફી કંપનીએ એક દિવસ કામ પર ત્રણ મિનિટ લેટ આવવાના કારણસર નોકરીમાંથી બરખાસ્ત કરવાનું ફરમાન આપી દીધું હતું હતું. કંપનીએ આ પગલું એવા સમયે લીધું, જયારે પહેલેથી જ કર્મચારીઓ સાથે તેમના સંબંધો સારા નથી. અમેરિકામાં સ્ટારબક્સના 200થી વધુ સ્ટોરના કર્મચારીઓ લેબર યુનિયન બનાવવા માટે લડી રહ્યાં છે, જયારે કંપની તેનો સખત વિરોધ કરી રહી છે.

જોસેલિનને આ કામ કરવાનું ભારે પડ્યું


બીબીસીના અહેવાલ મુજબ 28 વર્ષની જોસેલિનને તેની સ્ટારબક્સની નોકરી ખૂબ પસંદ હતી. તેને આ નોકરી કર્યા બાદ તેની ભત્રીજીની સારસંભાળ કરવા માટે પૂરતો સમય મળી જતો હતો. જોકે પહેલીવાર કોરોના દરમિયાન કંપનીની મેડિકલ પોલિસી સાથે તેને સમસ્યા થઈ હતી, ત્યારે તેને કંપનીના સાથી કર્મચારીઓ ને લેબર યુનિયન બનાવવાની તરફેણમાં એકત્રિત કર્યા હતા. તેને નોકરી પરથી કાઢી મૂકવા પાછળ આ કારણને પણ જોડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો - બધા હાઇવેથી હટાવાશે ટોલ પ્લાઝા, સીધા બેંક એકાઉન્ટથી જ કપાઈ જશે ટોલ, નીતિન ગડકરીએ જણાવ્યો પ્લાન

સિનિયર કરતા હતા હેરાન


જોસેલિને બીબીસી જણાવ્યું હતું કે લેબર યુનિયન બનાવવા માટે કર્મચારીઓને તૈયાર કરવાના તેના પ્રયાસો પછી સ્ટોરમાં સિનિયર્સ તેને હેરાન કરવા લાગ્યા હતા. અન્ય કર્મચારીઓની જે ભૂલ માફ થઈ જતી હતી અને તેના પર ક્યારેય કોઈ ધ્યાન પણ આપતું ન હતું એવી ભૂલો માટે તેણીને દંડ કરવામાં આવી રહ્યો હતો. એકવાર સ્ટોરની ચાવી ક્યાંક મૂકીને તે ભૂલી ગઈ અને તેને મેનેજરને આ વિશે જણાવી દીધું હતું. ત્યારબાદ ચાવી સ્ટોરની અંદર જ મળી. પરંતુ કંપનીએ તેના પર બેદરકારીનો આરોપ લગાવીને એક્શન લીધું અને હવે ત્રણ મિનિટ મોડું આવવાનું કારણ આપીને તેને કામ પરથી જ કાઢી મુકવામાં આવી છે.

લાખો લોકો જોડાયેલા છે સ્ટારબક્સ સાથે


તમે જણાવી દઈએ કે સ્ટારબક્સની ગણતરી દુનિયાના સૌથી મોટા કોફી રિટેલર તરીકે થાય છે. અમેરિકાના કોફી માર્કેટમાં તેનો ભારે દબદબો છે. કંપનીનું હેડક્વાર્ટર સ્ટારબક્સ સેન્ટરના નામથી જાણીતું છે. જે વોશિંગ્ટનના સિએટલમાં આવેલું છે. વર્ષ 2021ના આંકડાઓ પ્રમાણે કંપનીની કુલ સંપત્તિ 31.39 બિલિયન ડોલર હતી અને તેની સાથે 3.83 લાખ કર્મચારીઓ જોડાયેલા છે.

ઝડપથી ફેલાઈ રહ્યો છે ભારતમાં કારોબાર


સ્ટારબક્સે ભારતમાં ટાટા ગ્રુપ સાથે મળીને બિઝનેસની શરૂઆત કરી હતી. તેના ભારતના વેપારમાં સ્ટારબક્સ અને ટાટા ગ્રુપ બંનેની 50-50 ટકાની ભાગીદારી છે. ભારતમાં આ કંપનીનો પહેલો સ્ટોર મુંબઈમાં Horniman Circle પર વર્ષ 2012માં શરુ થયો હતો. તે પછી છેલ્લા દસ વર્ષમાં ભારતમાં તેનો વ્યાપાર ખુબ ઝડપથી વધી રહ્યો છે. 2018માં કંપનીએ ભારતમાં તેના 100મા સ્ટોરની શરૂઆત કરી હતી. અત્યારે ભારતમાં સ્ટારબક્સના 200થી વધારે સ્ટોર છે, જ્યાં 2000થી વધારે લોકો કામ કરે છે.
First published:

Tags: અમેરિકા, બિઝનેસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन