ટાયરોની પણ થશે સ્ટાર રેટિંગ, 10% સુધી વધશે માઇલેજ, જલ્દી આવવાનો છે નવો નિયમ
ટાયરોની પણ થશે સ્ટાર રેટિંગ, 10% સુધી વધશે માઇલેજ, જલ્દી આવવાનો છે નવો નિયમ
સરકાર જલ્દી ટાયરો માટે સ્ટાર રેટિંગના નવા નિયમ લાગુ કરવા જઈ રહી છે.
Tires Star Rating: સરકાર જલ્દી ટાયરો માટે સ્ટાર રેટિંગના નવા નિયમ લાગુ કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI)એ ટાયર બનાવનારી કંપનીઓ સાથે આ વખતે વિસ્તૃત ચર્ચા કરી છે.
નવી દિલ્હી. હલકી ગુણવત્તા વાળા ટાયરોથી દેશના વાહન ચાલકોને જલ્દી છૂટકારો મળવાનો છે. એસી-ફ્રિજની જેમ હવે ગાડીઓના ટાયરોની પણ સ્ટાર રેટિંગ (Star Rating of Tires) થશે. તેનાથી ન ફક્ત વાહન ચાલક સુરક્ષિત સફરનો આનંદ લઈ શકશે, પરંતુ ગાડીઓની માઇલેજ વધારવામાં પણ મદદ મળશે.
સરકાર જલ્દી ટાયરો માટે સ્ટાર રેટિંગના નવા નિયમ લાગુ કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI)એ ટાયર બનાવનારી કંપનીઓ સાથે આ વખતે વિસ્તૃત ચર્ચા કરી છે. હાલ ટાયરની ગુણવત્તા માટે બીઆઈએસ નિયમ લાગુ થાય છે.
રિપોર્ટ મુજબ, પાવર રેટિંગની જેમ જ ટાયરો માટે પણ સ્ટાર રેટિંગ શરુ થઈ જશે. 5 સ્ટાર રેટિંગ ટાયર્સથી ઈંધણ બચાવવામાં અને માઇલેજ વધારવામાં મદદ મળશે. સ્ટાર રેટિંગ દ્વારા ખરાબ ટાયરોની આયાત પર પણ પ્રતિબંધ લગાવવાની સરકારની યોજના છે. 5 સ્ટાર રેટિંગવાળા ટાયરથી 5થી 10 ટકા સુધી ફ્યુઅલની બચત થઈ શકે છે. સરકારના આ પગલાથી આત્મનિર્ભર ભારત મિશનને પણ પ્રોત્સાહન મળશે. તેનાથી ઘરેલુ કંપનીઓ વધુ સારી ક્વોલિટીના ટાયર્સ બનાવી શકશે.
વધી ચૂક્યા છે ટાયર્સના ભાવ
જો કે, 5 સ્ટાર રેટિંગવાળા ટાયરોની કિંમત થોડી વધારે હોઈ શકે છે. હજુ આ અંગે કોઈ જાણકારી નથી મળી કે સામાન્ય ટાયરોની સરખામણીએ સ્ટાર રેટિંગવાળા ટાયરોની કિંમત કેટલી વધારે હશે. રશિયા-યુક્રેન યુદ્ધને લીધે ટાયરની કિંમતોમાં આ વર્ષે 8-12 ટકાનો વધારો થયો છે. કાચો માલ અને કમોડિટીની કિંમતોમાં વૃદ્ધિને કારણે ટાયર ઉત્પાદક કંપનીઓએ ટાયરના ભાવ વધારી નાખ્યા છે.
માંગમાં વધારો, સપ્લાયમાં ઘટ, કાચા તેલની કિંમતોમાં ઉછાળાથી ટાયર ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતું પ્રાકૃતિક રબર મોંઘુ થયું છે. પ્રાકૃતિક રબરની એક તૃતિયાંશ માંગ જ ઘરેલું ઉત્પાદનથી પૂરી થઈ શકે છે. બાકીની માંગ આયાતથી પૂરી કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2021-22માં પ્રાકૃતિક રબરની ઘરેલુ કિંમતોમાં 20 ટકા સુધી વૃદ્ધિ થઈ છે. ટાયર નિર્માણમાં ઉપયોગમાં લેવાતા અન્ય કાચા માલની કિંમતોમાં પણ ભારે ઉછાળો આવ્યો છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર