Home /News /business /

Star Health IPO: આવતીકાલે ખુલશે સ્ટાર હેલ્થનો આઈપીઓ, જાણો ગ્રે માર્કેટમાં શેરની કિંમત

Star Health IPO: આવતીકાલે ખુલશે સ્ટાર હેલ્થનો આઈપીઓ, જાણો ગ્રે માર્કેટમાં શેરની કિંમત

સ્ટાર હેલ્થ આઈપીઓ

Star Health IPO: સ્ટાર હેલ્થનો આઈપીઓ 30 નવેમ્બરના રોજ ખુલશે અને બીજી ડિસેમ્બર સુધી ભરી શકાશે. ડિસેમ્બર 10ના રોજ NSE અને BSE પર સ્ટાર હેલ્થના આઈપીઓનું લિસ્ટિંગ થવાની આશા છે.

    મુંબઈ: ખાનગી વીમા કંપની સ્ટાર હેલ્થનો આઈપીઓ (Star Health IPO) આવતીકાલે એટલે કે 30 નવેમ્બરના રોજ ખુલશે અને બીજી ડિસેમ્બરના રોજ બંધ થશે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Start Health IPO price band) 870-900 રૂપિયા નક્કી કરી છે. પ્રાઇસ બેન્ડ નક્કી થાય બાદ ગ્રે માર્કેટમાં સ્ટાર હેલ્થનો શેર (Start Health share) ટ્રેડ માટે ઉપલબ્ધ હતો. બજાર પર નજર રાખતા લોકોના જણાવ્યા પ્રમાણે આજે સ્ટાર હેલ્થનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ઘટ્યું છે. આજે ગ્રે માર્કેટ પ્રીમિયમમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે. શુક્રવારે અનલિસ્ટેડ માર્કેટમાં સ્ટાર હેલ્થનં ગ્રે માર્કેટ પ્રીમિયમ (Star Health IPO GMP) પ્રતિ શેર 30 રૂપિયા આસપાસ હતું.

    અગત્યની તારીખો (Star Health IPO important dates)

    સ્ટાર હેલ્થનો આઈપીઓ 30 નવેમ્બરના રોજ ખુલશે અને બીજી ડિસેમ્બર સુધી ભરી શકાશે. ડિસેમ્બર 10ના રોજ NSE અને BSE પર સ્ટાર હેલ્થના આઈપીઓનું લિસ્ટિંગ થવાની આશા છે.

    કંપની વિશે (Start Health company)

    2006ના વર્ષમાં શરૂ થયેલા સ્ટાર હેલ્થ અને અલાઇડ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (Star Health) દેશની સૌથી મોટી ખાનગી વીમા કંપની છે. નાણાકીય વર્ષ 2021માં સ્ટાર હેલ્થનો માર્કેટ શેર 15.8% હતો. કંપની રિટેલ હેલ્થ માર્કેટ સેગમેન્ટ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

    સ્ટાર હેલ્થ આઈપીઓ પ્રાઇસ બેન્ડ (Star Health IPO price band)

    દિગ્ગજ રોકાણકાર રોકાણકાર અને સેફક્રોપ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા તેમજ વેસબ્રિજના રોકાણવાળી કંપની સ્ટાર હેલ્થ (Star Health)નો આઈપીઓ 30મી નવેમ્બરના રોજ ખુલશે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 870-900 રૂપિયા નક્કી કરી છે.

    કેટલું રોકાણ કરવું પડશે? (Star Health Insurance IPO Lot Size)

    સ્ટાર હેલ્થમાં રોકાણકારો ઓછામાં ઓછા 16 શેર માટે બીડ કરી શકે છે. અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે કોઈ રોકાણકારો ઓછામાં ઓછા 14,400 રૂપિયા (16*900)નું રોકાણ કરવું પડશે. એક રોકાણકાર મહત્તમ 13 લોટ માટે અરજી કરી શકશે. એટલે કે વધુમાં વધુ 1,87,200 રૂપિયા (13*16*900)ની બીડ કરી શકશે.

    આઈપીઓ સાઇઝ (Star Health IPO size)

    Star Health and Allied Insurance Company આઈપીઓમાં 2,000 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જાહેર કરશે. જ્યારે કંપનીના વર્તમાન 11 શેરધારકો 5,83,24,225 શેર ઑફર ફૉર સેલ હેઠળ વેચશે.

    આ પણ વાંચો: શું તમે પણ IPOમાં નાણા રોકવા જઈ રહ્યા છો? જરા થોભો, આ વાતો તપાસ્યા બાદ જ કરો રોકાણ

    કંપનીના વર્તમાન પ્રમોટર્સ પોતાનો હિસ્સો વેચશે

    ઑફર ફોર સેલમાં Safecrop Investments India LLP 3,06,83,553 ઇક્વિટી શેરનું વેચાણ કરશે. જ્યારે Konark Trust 1,37,816 ઇક્વિટી શેર વેચશે. MMPL Trust 9,518 ઇક્વિટી શેર વેચશે, જ્યારે Apis Growth 6 Ltd 76,80,371 ઇક્વિટી શેર વેચશે. આજ રીતે Mio IV Star 41,10,652 ઇક્વિટી શેર વેચશે. કંપની આ ફ્રેશ ઇશ્યૂથી મળનારી રકમનો ઉપયોગ કેપિટલ બેઝ વધારવામાં અને સોલ્વન્સી લેવલ મેઇન્ટેન કરવામાં કરશે. જ્યારે ઑફર ફોર સેલથી મળનારી રકમ જે તે શેર ધારકોને મળશે. આ ઉપરાંત ROC Capital Pty Limited આશરે 25,09,099 ઇક્વિટી શેર, વેંકટસામી જગન્નાથન 10 લાખ ઇક્વિટી શેર અને બર્જિસ મીનુ દેસાઈ 1.44 લાખ ઇક્વિટી શેર વેચશે.

    દેશની સૌથી મોટી ખાનગી વીમા કંપની

    સ્ટાર હેલ્ત દેશની સૌથી મોટી ખાનગી વીમા કંપની હોવાનો દાવો કરે છે. નાણાકીય વર્ષ 2021માં અને 2022ના પ્રથમ છ મહિના દરમિયાન તેનો કુલ ગ્રૉસ રિટેન પ્રીમિયમ (GWP) ક્રમશ: 9,348.95 કરોડ રૂપિયા અને 5,069.78 કરોડ રૂપિયા હતું.

    રાકેશ ઝુનઝુનવાલની ભાગીદારી (Rakesh Jhunjhunwala stake in Star Health)

    દેશની સૌથી મોટી ખાનગી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની (Private health Insurance company) સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીમાં દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની ભાગાદારી છે. રાકેશ ઝુનઝુનવાલાની Start Health and Allied Insuranceમાં 14.98% ભાગીદારી છે. જ્યારે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાની આ કંપનીમાં 3.26 ટકા ભાગીદારી છે.

    આ પણ વાંચો: 1 ડિસેમ્બરે ખુલશે ટેગા ઇન્ડસ્ટ્રીઝનો IPO: તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં? જાણો ગ્રે માર્કેટ પ્રીમિયમ

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (Star Health IPO GMP)

    બજાર પર નજર રાખતા નિષ્ણાતોના કહેવા પ્રમાણે આજે ગ્રે માર્કેટમાં સ્ટાર હેલ્થનો શેર 130 રૂપિયાના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. કંપનીનો શેર 10ની ડિસેમ્બરના રોજ BSE અને NSE પર લિસ્ટ થશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, Rakesh jhunjhunwala, Share market

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन