Home /News /business /Star Health IPO: કમાણીનો વધુ એક મોકો, રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી કંપનીના IPO માટે પ્રાઇસ બેન્ડ નક્કી

Star Health IPO: કમાણીનો વધુ એક મોકો, રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી કંપનીના IPO માટે પ્રાઇસ બેન્ડ નક્કી

સ્ટાર હેલ્થ આઈપીઓ

Star Health and Allied Insurance Company આઈપીઓમાં 2,000 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જાહેર કરશે. જ્યારે કંપનીના વર્તમાન 11 શેરધારકો 5,83,24,225 શેર ઑફર ફૉર સેલ હેઠળ વેચશે.

મુંબઈ: Star Health IPO: દિગ્ગજ રોકાણકાર રોકાણકાર અને સેફક્રોપ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા તેમજ વેસબ્રિજના રોકાણવાળી કંપની સ્ટાર હેલ્થ (Star Health)નો આઈપીઓ 30મી નવેમ્બરના રોજ ખુલશે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 870-900 રૂપિયા નક્કી કરી છે. કંપનીનો ઇશ્યૂ બીજી ડિસેમ્બરના રોજ બંધ થશે. જો સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી પૈસા એકઠા કરી છે તો એન્કર બુક 29મી નવેમ્બરના રોજ ખુલશે.

Star Health and Allied Insurance Company આઈપીઓમાં 2,000 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જાહેર કરશે. જ્યારે કંપનીના વર્તમાન 11 શેરધારકો 5,83,24,225 શેર ઑફર ફૉર સેલ હેઠળ વેચશે.

કંપનીના વર્તમાન પ્રમોટર્સ પોતાનો હિસ્સો વેચશે

ઑફર ફોર સેલમાં Safecrop Investments India LLP 3,06,83,553 ઇક્વિટી શેરનું વેચાણ કરશે. જ્યારે Konark Trust 1,37,816 ઇક્વિટી શેર વેચશે. MMPL Trust 9,518 ઇક્વિટી શેર વેચશે, જ્યારે Apis Growth 6 Ltd 76,80,371 ઇક્વિટી શેર વેચશે. આજ રીતે Mio IV Star 41,10,652 ઇક્વિટી શેર વેચશે. કંપની આ ફ્રેશ ઇશ્યૂથી મળનારી રકમનો ઉપયોગ કેપિટલ બેઝ વધારવામાં અને સોલ્વન્સી લેવલ મેઇન્ટેન કરવામાં કરશે. જ્યારે ઑફર ફોર સેલથી મળનારી રકમ જે તે શેર ધારકોને મળશે.

આ ઉપરાંત ROC Capital Pty Limited આશરે 25,09,099 ઇક્વિટી શેર, વેંકટસામી જગન્નાથન 10 લાખ ઇક્વિટી શેર અને બર્જિસ મીનુ દેસાઈ 1.44 લાખ ઇક્વિટી શેર વેચશે.

આ પણ વાંચો: શું તમે પણ IPOમાં નાણા રોકવા જઈ રહ્યા છો? જરા થોભો, આ વાતો તપાસ્યા બાદ જ કરો રોકાણ

દેશની સૌથી મોટી ખાનગી વીમા કંપની

સ્ટાર હેલ્ત દેશની સૌથી મોટી ખાનગી વીમા કંપની હોવાનો દાવો કરે છે. નાણાકીય વર્ષ 2021માં અને 2022ના પ્રથમ છ મહિના દરમિયાન તેનો કુલ ગ્રૉસ રિટેન પ્રીમિયમ (GWP) ક્રમશ: 9,348.95 કરોડ રૂપિયા અને 5,069.78 કરોડ રૂપિયા હતું.

રાકેશ ઝુનઝુનવાલની ભાગીદારી (Rakesh Jhunjhunwala stake in Star Health)

દેશની સૌથી મોટી ખાનગી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની (Private health Insurance company) સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીમાં દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની ભાગાદારી છે. રાકેશ ઝુનઝુનવાલાની Start Health and Allied Insuranceમાં 14.98% ભાગીદારી છે. જ્યારે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાની આ કંપનીમાં 3.26 ટકા ભાગીદારી છે.

આ પણ વાંચો: Paytmની જેમ આ 10 હાઈ-પ્રોફાઇલ IPO લિસ્ટિંગના દિવસે સાબિત થયા હતા ફૂસ, જાણો તેમના વિશે

ગ્રે માર્કેટ પ્રીમિયમ (Star Health IPO GMP)

બજાર પર નજર રાખતા નિષ્ણાતોના કહેવા પ્રમાણે આજે ગ્રે માર્કેટમાં સ્ટાર હેલ્થનો શેર 130 રૂપિયાના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. કંપનીનો શેર 10ની ડિસેમ્બરના રોજ BSE અને NSE પર લિસ્ટ થશે.
First published:

Tags: Insurance, IPO, Rakesh jhunjhunwala, Share market