Home /News /business /

Star Health IPO: રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી વાળી સ્ટાર હેલ્થનો IPO ખુલ્યો, તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

Star Health IPO: રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી વાળી સ્ટાર હેલ્થનો IPO ખુલ્યો, તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

રાકેશ ઝુનઝુનવાલા

Star Health IPO: સ્ટાર હેલ્થનો આઈપીઓ આજે એટલે કે 30 નવેમ્બરના રોજ ખુલશે અને બીજી ડિસેમ્બર સુધી ભરી શકાશે.

    મુંબઈ: ખાનગી વીમા કંપની સ્ટાર હેલ્થનો આઈપીઓ (Star Health IPO) આજે (30 નવેમ્બર) ખુલી ગયો છે. આઈપીઓમાં બીજી ડિસેમ્બર સુધી રોકાણ કરી શકાશે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Start Health IPO price band) 870-900 રૂપિયા નક્કી કરી છે. સોમવારે સ્ટાર હેલ્થ (Star Health) તરફથી કહેવામાં આવ્યું હતું કે, કંપનીએ આઈપીઓ પહેલા એન્કર ઇન્વેસ્ટર્સ (Anchor investors) પાસેથી 3,217 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. ઉલ્લેખનીય છે કે સ્ટાર હેલ્થ કંપનીમાં બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ની પણ ભાગીદારી છે. આ જ કારણ છે કે રોકાણકારો આ આઈપીઓને લઈને વધારે ઉત્સાહિત છે.

    રોકાણ કરવું જોઈએ કે નહીં?

    મિન્ટના અહેવાલ પ્રમાણે બ્રેકરેજ ફર્મ નિર્મલ બેંગનું કહેવું છે કે, "અમને આશા છે કે સ્ટાર હેલ્થ ભવિષ્યમાં પણ સારા ગ્રોથ સાથે વિકાસ ચાલુ રાખશે. લાંબા સમય સુધી ટકી રહેવા માંગતા રોકાણકારોને અમે આ ઇશ્યૂને સબ્સક્રાઇબ કરવાની સલાહ આપી રહ્યા છીએ."

    એંજલ વન બ્રોકિંગ તરફથી આ ઇશ્યૂને સબ્સક્રાઇબ કરવાની ભલામણ કરવામાં આવી છે. જોકે, સાથે જ બ્રોકરેજ હાઉસે એવું પણ કહ્યું છે કે લાંબા સમય સુધી ટકી રહેવા માંગતા રોકાણકારોએ જ આ આઈપીઓ ભરવો જોઈએ.

    ચોઈસ બ્રોકિંગ તરફથી આ આઈપીઓને સાવધાનીપૂર્વક ભરવાની સલાહ આપવામાં આવી છે. બ્રોકરેજ હાઉસ તરફથી એક નોટમાં કહેવામાં આવ્યું છે કે, "કોરોના પેન્ડેમિક છતાં બિઝનેસ ગ્રોથ સારો એવો વધ્યો છે. ભવિષ્યમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટને પગલે થોડી ચિંતામાં વધારો થશે. જોકે, આ વખતે પ્રમાણમાં જોખમ થોડું ઓછું રહેશે."

    અગત્યની તારીખો (Star Health IPO important dates)

    સ્ટાર હેલ્થનો આઈપીઓ 30 નવેમ્બરના રોજ ખુલશે અને બીજી ડિસેમ્બર સુધી ભરી શકાશે. ડિસેમ્બર 10ના રોજ NSE અને BSE પર સ્ટાર હેલ્થના આઈપીઓનું લિસ્ટિંગ થવાની આશા છે.

    કંપની વિશે (Start Health company)

    2006ના વર્ષમાં શરૂ થયેલા સ્ટાર હેલ્થ અને અલાઇડ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (Star Health) દેશની સૌથી મોટી ખાનગી વીમા કંપની છે. નાણાકીય વર્ષ 2021માં સ્ટાર હેલ્થનો માર્કેટ શેર 15.8% હતો. કંપની રિટેલ હેલ્થ માર્કેટ સેગમેન્ટ પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

    સ્ટાર હેલ્થ આઈપીઓ પ્રાઇસ બેન્ડ (Star Health IPO price band)

    દિગ્ગજ રોકાણકાર રોકાણકાર અને સેફક્રોપ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા તેમજ વેસબ્રિજના રોકાણવાળી કંપની સ્ટાર હેલ્થ (Star Health)નો આઈપીઓ 30મી નવેમ્બરના રોજ ખુલશે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 870-900 રૂપિયા નક્કી કરી છે.

    કેટલું રોકાણ કરવું પડશે? (Star Health Insurance IPO Lot Size)

    સ્ટાર હેલ્થમાં રોકાણકારો ઓછામાં ઓછા 16 શેર માટે બીડ કરી શકે છે. અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે કોઈ રોકાણકારો ઓછામાં ઓછા 14,400 રૂપિયા (16*900)નું રોકાણ કરવું પડશે. એક રોકાણકાર મહત્તમ 13 લોટ માટે અરજી કરી શકશે. એટલે કે વધુમાં વધુ 1,87,200 રૂપિયા (13*16*900)ની બીડ કરી શકશે.

    આઈપીઓ સાઇઝ (Star Health IPO size)

    Star Health and Allied Insurance Company આઈપીઓમાં 2,000 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જાહેર કરશે. જ્યારે કંપનીના વર્તમાન 11 શેરધારકો 5,83,24,225 શેર ઑફર ફૉર સેલ હેઠળ વેચશે.

    આ પણ વાંચો: શું તમે પણ IPOમાં નાણા રોકવા જઈ રહ્યા છો? જરા થોભો, આ વાતો તપાસ્યા બાદ જ કરો રોકાણ

    કંપનીના વર્તમાન પ્રમોટર્સ પોતાનો હિસ્સો વેચશે

    ઑફર ફોર સેલમાં Safecrop Investments India LLP 3,06,83,553 ઇક્વિટી શેરનું વેચાણ કરશે. જ્યારે Konark Trust 1,37,816 ઇક્વિટી શેર વેચશે. MMPL Trust 9,518 ઇક્વિટી શેર વેચશે, જ્યારે Apis Growth 6 Ltd 76,80,371 ઇક્વિટી શેર વેચશે. આજ રીતે Mio IV Star 41,10,652 ઇક્વિટી શેર વેચશે. કંપની આ ફ્રેશ ઇશ્યૂથી મળનારી રકમનો ઉપયોગ કેપિટલ બેઝ વધારવામાં અને સોલ્વન્સી લેવલ મેઇન્ટેન કરવામાં કરશે. જ્યારે ઑફર ફોર સેલથી મળનારી રકમ જે તે શેર ધારકોને મળશે. આ ઉપરાંત ROC Capital Pty Limited આશરે 25,09,099 ઇક્વિટી શેર, વેંકટસામી જગન્નાથન 10 લાખ ઇક્વિટી શેર અને બર્જિસ મીનુ દેસાઈ 1.44 લાખ ઇક્વિટી શેર વેચશે.

    દેશની સૌથી મોટી ખાનગી વીમા કંપની

    સ્ટાર હેલ્ત દેશની સૌથી મોટી ખાનગી વીમા કંપની હોવાનો દાવો કરે છે. નાણાકીય વર્ષ 2021માં અને 2022ના પ્રથમ છ મહિના દરમિયાન તેનો કુલ ગ્રૉસ રિટેન પ્રીમિયમ (GWP) ક્રમશ: 9,348.95 કરોડ રૂપિયા અને 5,069.78 કરોડ રૂપિયા હતું.

    આ પણ વાંચો: ટેગા ઇન્ડસ્ટ્રીઝનો IPO 1 ડિસેમ્બરના રોજ ખુલશો: જાણો તમારે કેટલું રોકાણ કરવું પડશે અને લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમ

    રાકેશ ઝુનઝુનવાલની ભાગીદારી (Rakesh Jhunjhunwala stake in Star Health)

    દેશની સૌથી મોટી ખાનગી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની (Private health Insurance company) સ્ટાર હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીમાં દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની ભાગાદારી છે. રાકેશ ઝુનઝુનવાલાની Start Health and Allied Insuranceમાં 14.98% ભાગીદારી છે. જ્યારે તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાની આ કંપનીમાં 3.26 ટકા ભાગીદારી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, Rakesh jhunjhunwala, Share market

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन