Home /News /business /Stamp Duty: શું તમે પણ મિલકત ખરીદવા જઈ રહ્યા છો? જાણી લો સ્ટેમ્પ ડ્યૂટી, તેને અસર કરતા પરિબળો વિશે

Stamp Duty: શું તમે પણ મિલકત ખરીદવા જઈ રહ્યા છો? જાણી લો સ્ટેમ્પ ડ્યૂટી, તેને અસર કરતા પરિબળો વિશે

સ્ટેમ્પ ડ્યૂટી (પ્રતીકાત્મક તસવીર)

Stamp Duty charges: સ્ટેમ્પ ડ્યુટીની પ્રક્રિયા ઝડપથી પૂરી કરવા માટે ઘરનો વિસ્તાર, બાંધકામનું વર્ષ, કાર્પેટ એરિયા જેવી માહિતી આપવી જરૂરી છે. વસિયત દ્વારા ટ્રાન્સફર કરાયેલી સંપત્તિ છોડીને બાકીની સંપત્તિ પર સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: મિલકત કે પ્રોપર્ટી ખરીદવાનો નિર્ણય (Buy property) હંમેશા સમજી વિચારીને લેવો જોઈએ. જો તમે પહેલું જ ઘર અથવા અન્ય કોઈ પ્રોપર્ટી ખરીદી રહ્યા છો તો તેની સાથે આવનારો આર્થિક બોજ ઉપરાંત કેટલીક વાતો સમજવી અને વિચારવી જરૂરી છે. આવો જ એક આર્થિક બોજ એટલે સ્ટેમ્પ ડ્યૂટી (Stamp duty). વિવિધ મિલકતો પર શહેર પ્રમાણે સરકાર દ્વારા નક્કી કરવામાં આવતી સ્ટેમ્પ ડ્યૂટી અને રજીસ્ટ્રેશન ફી ચૂકવવાની રહે છે. આજના આર્ટિકલમાં અમે આપને સ્ટેમ્પ ડ્યૂટી એટલે શું અને વિવિધ શહેરોમાં તેના રેટ વિશે જણાવીશું. તમામ માહિતી માટે આર્ટિકલ અંત સુધી વાંચો.

    સ્ટેમ્પ ડ્યુટી શું છે?


    આ ફી ભારતીય સ્ટેમ્પ અધિનિયમ, 1899ની કલમ 3 અંતર્ગત આપવાની હોય છે. સ્ટેમ્પ ડ્યૂટી કેટલી હશે તે રજિસ્ટ્રેશન સમયે ઘર કે સંપત્તિના મૂલ્ય પર આધારિત હોય છે. આ ફી ઘણી બધી ચીજો પર આધારિત હોય છે. જેમ કે સંપત્તિ ક્યાં આવેલી છે, તે કેટલી જૂની છે. જ્યારે તમે રિયલ એસ્ટેટ (Real estate) ખરીદવા માટે તૈયાર થાવ છો ત્યારે સ્ટેમ્પ ડ્યુટી વધુ લાગે છે. સંપત્તિની અદલાબદલી મામલે ખરીદનાર અને વેચનાર બંનેએ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે.

    સ્ટેમ્પ ડ્યુટીની પ્રક્રિયા ઝડપથી પૂરી કરવા માટે ઘરનો વિસ્તાર, બાંધકામનું વર્ષ, કાર્પેટ એરિયા જેવી માહિતી આપવી જરૂરી છે. વસિયત દ્વારા ટ્રાન્સફર કરાયેલી સંપત્તિ છોડીને બાકીની સંપત્તિ પર સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે.

    વિવિધ શહેરોમાં સ્ટેમ્પ ડ્યૂટી અને રજીસ્ટ્રેશન ચાર્જ


    સ્ટેમ્પ ડ્યૂટી વિશે વાત કરતા તમે એટલું તો જાણી જ ગયા હશો કે ઘર ખરીદતી વખતે ચૂકવવામાં આવેલી રકમ સિવાય પણ તમારે અન્ય ખર્ચા કરવા પડે છે જેમાં સ્ટેમ્પ ડ્યૂટી પણ સામેલ છે. આ સિવાય તેમાં રજીસ્ટ્રેશન ચાર્જ, સેસ અને સરચાર્જ વગેરે સામેલ છે. આ તમામ ખર્ચાઓ મળીને પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુના 7 થી 10 ટકા અથવા વધુ હોઈ શકે છે. ભારતના મોટાભાગના રાજ્યોમાં સ્ટેમ્પ ડ્યૂટી ખર્ચ પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુના 5થી 7 ટકાનો છે, આ સિવાય 1 ટકા ચાર્જ રજીસ્ટ્રેશન ફી તરીકે પણ ચૂકવવાનો રહે છે. આ છે વિવિધ શહેરોમાં ચૂકવવાની થતી સ્ટેમ્પ ડ્યૂટી અને રજીસ્ટ્રેશન ચાર્જીસ.

    બેંગલુરુ: ભારતના મોટા શહેરોમાં ગણાતા અને આઈટી કેપિટલ બેંગ્લોરમાં સ્ટેમ્પ ડ્યૂટી ચાર્જીસ- 2%થી 3%.

    રજીસ્ટ્રેશન ચાર્જીસ- પ્રોપર્ટી વેલ્યુના 1% ચાર્જ ચૂકવવાનો રહે છે.

    દિલ્હી: ભારતની રાજધાની અને મુખ્ય શહેરોમાંથી એક ગણાતા દિલ્લીમાં સ્ટેમ્પ ડ્યૂટી ચાર્જીસ- 4%થી 6%.

    રજીસ્ટ્રેશન ચાર્જીસ- પ્રોપર્ટી વેલ્યુના 1% ચાર્જ ચૂકવવાનો રહે છે.

    મુંબઈ: દેશના ફાઈનાન્શિયલ કેપિટલ અને મહાનગર ગણાતા મુંબઈમાં સ્ટેમ્પ ડ્યૂટી ચાર્જીસ- 4%થી 5%.

    રજીસ્ટ્રેશન ચાર્જીસ- પ્રોપર્ટી વેલ્યુના 1% ચાર્જ ચૂકવવાનો રહે છે.

    ચેન્નાઈ : દેશના મહાનગરોમાંથી એક ચેન્નાઈમાં સ્ટેમ્પ ડ્યૂટી ચાર્જીસ- 7%

    રજીસ્ટ્રેશન ચાર્જીસ- પ્રોપર્ટી વેલ્યુના 1% ચાર્જ ચૂકવવાનો રહે છે. અહીં સ્ટેમ્પ ડ્યૂટી ચાર્જ સૌથી વધુ છે.

    કોલકાતા : દેશના મહાનગર કોલકાતામાં સ્ટેમ્પ ડ્યૂટી ચાર્જીસ- 3%થી 5%.

    રજીસ્ટ્રેશન ચાર્જીસ- પ્રોપર્ટી વેલ્યુના 1% ચાર્જ ચૂકવવાનો રહે છે.

    અમદાવાદ : મેગાસિટી અમદાવાદમાં સ્ટેમ્પ ડ્યૂટી ચાર્જીસ- 4%થી 5%

    રજીસ્ટ્રેશન ચાર્જીસ- પ્રોપર્ટી વેલ્યુના 1% ચાર્જ ચૂકવવાનો રહે છે.

    હૈદરાબાદ: નિઝામોના શહેર હૈદ્રાબાદમાં સ્ટેમ્પ ડ્યૂટી ચાર્જીસ- 6%થી 8%.

    રજીસ્ટ્રેશન ચાર્જીસ- પ્રોપર્ટી વેલ્યુના 1% ચાર્જ ચૂકવવાનો રહે છે.

    સ્ટેમ્પ ડ્યૂટીને અસર કરતા પરિબળો


    1) પ્રોપર્ટીની ઉંમર

    તમારે ચૂકવવા પાત્ર સ્ટેમ્પ ડ્યૂટીમાં પ્રોપર્ટીની ઉંમર મહત્વનો ભાગ ભજવે છે. સ્ટેમ્પ ડ્યૂટી પ્રોપર્ટીની માર્કેટ વેલ્યૂ પર ગણવામાં આવે છે, તેવામાં જૂની બિલ્ડિંગ પર ચૂકવવા પાત્ર થતી સ્ટેમ્પ ડ્યૂટી નવી બિલ્ડિંગની સરખાણીએ ઓછી હોય છે. આવું એટલા માટે કે જૂની બિલ્ડિંગ પર ધસારો ગણ્યા બાદ તેની કિંમત નક્કી થાય છે જ્યારે નવા બિલ્ડિંગમાં ઘસારો લાગૂ પડતો નથી.

    2) માલિકની ઉંમર

    દેશમાં લગભગ દરેક રાજ્યમાં સિનીયર સિટીઝન માટે સ્ટેમ્પ ડ્યૂટીના ચાર્જીસમાં છૂટછાટ આપેલ છે, તેવામાં પ્રોપર્ટીના માલિકની ઉંમર મહત્વની છે.

    3) માલિક સ્ત્રી છે કે પુરુષ

    સિનીયર સિટીઝનની જેમ જ મહિલાઓને પણ સ્ટેમ્પ ડ્યુટીમાં છૂટ આપવામાં આવે છે. પુરુષોની સરખામણીએ મહિલાઓએ 2 ટકા સ્ટેમ્પ ડ્યૂટી ઓછી ભરવી પડે છે.

    4) ખરીદવાનું કારણ

    જો તમે રહેઠાણ માટે મકાન અથવા પ્રોપર્ટી ખરીદો છો તો તેના પર તમારે ચૂકવવી પડતી સ્ટેમ્પ ડ્યૂટી ઓછી હોય છે, પણ જો તમે કોમર્શિયલ વપરાશ માટે પ્રોપર્ટી ખરીદો છો તો તેના પર તમારે વધુ સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવાની રહે છે.

    5) લોકેશન

    જો તમારા દ્વારા ખરીદવામાં આવેલ પ્રોપર્ટી શહેરી વિસ્તાર અથવા મ્યૂનિસિપલ લોકાલિટીમાં આવતી હોય તો તમારે વધુ સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવાની રહે છે. જે તમારી પ્રોપર્ટી પંચાયત અને ગ્રામીણ વિસ્તારમાં હોય તો તમારે ઓછી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી પડે છે.

    આ પણ વાંચો: LICનો આઈપીઓ ભરવાનો અંતિમ દિવસ, જાણો ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધ્યું કે ઘટ્યું?

    6) સગવડ અને સુવિધાઓ

    રજીસ્ટ્રેશન કરાવતી વખતે તમારા દ્વારા જેટલી વધુ સગવડો દર્શાવવામાં આવશે તેટલા વધારે ચાર્જીસ તમારે ચૂકવવાના રહેશે. સરકાર દ્વારા એવી 20 સુવિધાઓની યાદી બહાર પાડવામાં આવી છે જેના પર તમારે વધુ ટેક્સ ચૂકવવો પડશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Home, Loan, Personal finance, આરબીઆઇ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन