હવે બાબા સામે શ્રી શ્રી: રૂ.200 કરોડના રોકાણ સાથે ખોલશે 1000 સ્ટોર્સ

News18 Gujarati
Updated: June 8, 2018, 5:38 PM IST
હવે બાબા સામે શ્રી શ્રી: રૂ.200 કરોડના રોકાણ સાથે ખોલશે 1000 સ્ટોર્સ
તસવીરઃ બાબા રામદેવ, શ્રી શ્રી રવિશંકર

  • Share this:
અમદાવાદ : હરખ હવે તું હિન્દુસ્તાન! ધર્મના વડાઓ હવે કોર્પોરેટ સેક્ટર્સને મ્હાત આપવાની ફિરાકમાં છે! એક તરફ બાબા રામદેવની કંપની 'પતંજલિ આયુર્વેદ' એફએમસીજી કંપનીઓને ટક્કર આપવાના આયોજનમાં છે તો બીજીતરફ "આર્ટ ઓફ લિવિંગ"ના સ્થકપાક શ્રી શ્રી રવિશંકરે પણ 'શ્રી શ્રી આયુર્વેદ' કંપનીના માધ્યમથી નવો મોરચો ખોલી દીધો છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, 'શ્રી શ્રી આયુર્વેદ' પણ લગભગ રૂ.200 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. આ રોકાણ કંપની હાલ તો માત્ર જાહેરખબરો અને પ્રોમોશનમાં કરશે, જેમાં પ્રિન્ટ, ડિજિટલ, ટીવી અને આઉટડોર પબ્લિસિટીનો સમાવેશ થશે.

બેંગલુરુ સ્થિત આ કંપનીએ આઈપીએલની 11-મી સીઝનમાં માત્ર ટીવી ઉપર જ જાહેરખબર પાછળ રૂ. 10 કરોડ ખર્ચ્યા હતા. શ્રી શ્રી આયુર્વેદ ટ્રસ્ટના અધિકારોના મત અનુસાર કંપની દેશભરમાં 1000 થી વધારે બ્રાન્ડેડ સ્ટોર્સ ખોલશે.

હાલ કંપની જે પ્રોડક્ટસના પ્રચારમાં ઉતરી છે તેમાં ટૂથપેસ્ટ, કરિયાણાનો સમાન અને પર્સનલ કેરની પ્રોડક્ટસ સામેલ છે. હાલ દેશભરમાં પર્સનલ કેરનો ધંધો લગભગ રૂ. 18,500 કરોડનો હોવાનું મનાય છે. કંપની આગામી દિવસોમાં ફેસ વૉશ, ક્રિમ અને લોશન, શેમ્પુ, ચોખા, નારિયળ તેલ, ગોળ અને ઘી જેવી વસ્તુઓના વેંચાણ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

બાબા રામદેવની કંપની સામે બાથ ભીડવા બહુરાષ્ટ્રીય કંપનીઓ જેવી કે, હિન્દુસ્તાન યુનિલીવર, કોલગેટ, ફયુચર ગ્રુપ, ડાબર વગેરેએ પણ તેમની આયુર્વેદ આધારિત પ્રોડકટ્સના ઉત્પાદનને લોન્ચ કરવાનું શરુ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે, પતંજલિ પ્રતિવર્ષ લગભગ 10,000 કરોડની પ્રોડક્ટસનું વેચાણ કરે છે.
First published: June 8, 2018, 5:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading