Home /News /business /

શું ભારતની હાલત પણ શ્રીલંકા અને પાકિસ્તાન જેવી થઈ શકે? રઘુરામ રાજને આપ્યો જવાબ

શું ભારતની હાલત પણ શ્રીલંકા અને પાકિસ્તાન જેવી થઈ શકે? રઘુરામ રાજને આપ્યો જવાબ

શું ભારતની હાલત પણ શ્રીલંકા અને પાકિસ્તાન જેવી થઈ શકે?

ભારતના પડોશી દેશો શ્રીલંકા અને પાકિસ્તાન (Economical situation of Sri Lanka and Pakistan)ની આર્થિક હાલત ખૂબ ખરાબ છે. બંને દેશોની તિજોરી ખાલીખમ છે

દિલ્હી: ભારતના પડોશી દેશો શ્રીલંકા અને પાકિસ્તાન (Economical situation of Sri Lanka and Pakistan)ની આર્થિક હાલત ખૂબ ખરાબ છે. બંને દેશોની તિજોરી ખાલીખમ છે અને તેઓ અન્ય દેશોની મદદ પર જીવી રહ્યા છે. તાજેતરમાં જ શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર (Sri Lanka's foreign reserves) ઘટીને 50 મિલિયન ડૉલરની નીચે આવી ગયો છે. જેના કારણે શ્રીલંકા વિદેશી દેવું ચૂકવવાની સ્થિતિમાં નથી. જ્યારે પાકિસ્તાનની આર્થિક હાલત (The economic condition of Pakistan) પણ ડામાડોળ છે.

દયનીય આર્થિક સ્થિતિ વચ્ચે શ્રીલંકામાં લોકોએ સરકાર સામે બળવો પણ કર્યો છે. તો બીજી તરફ પાકિસ્તાન IMF પાસે આર્થિક મદદ માંગી રહ્યું છે. જો કે IMFએ આ માટે કડક શરતો રાખી છે. આ સિવાય પાકિસ્તાન સરકારી કંપનીઓના શેરને મિત્ર દેશોને વેચીને પણ નાણાં એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે, શું ભારતમાં પણ શ્રીલંકા અને પાકિસ્તાન જેવી સ્થિતિ આવી શકે છે? RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આ અંગે વિસ્તૃત માહિતી આપી છે.

ભારત પર વિદેશી દેવાનો બોજ ઓછો

RBIના પૂર્વ ગવર્નર રાજને કહ્યું છે કે, ભારતમાં શ્રીલંકા અને પાકિસ્તાન જેવી સ્થિતિ નહીં આવે. જેની પાછળ ઘણા કારણો છે. તેમણે કહ્યું હતું કે, ભારત પાસે વિદેશી હૂંડિયામણનો ભંડાર પૂરતો છે. ભારત પર વિદેશી દેવાનો બોજ ઓછો છે. સૌથી મહત્વની વાત એ છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં શ્રીલંકા અને પાકિસ્તાન જેવી સમસ્યા નથી.

તેમણે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે, આપણી પાસે પૂરતા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણનો ભંડાર છે. RBIએ ફોરેક્સ રિઝર્વ વધારીને સારું કામ કર્યું છે. આપણી સામે શ્રીલંકા અને પાકિસ્તાન જેવી સમસ્યાઓ નથી. આપણું વિદેશી દેવું પણ ઓછું છે.

આ પણ વાંચો: Gold Price Today: સોનું સસ્તું થયું, જાણો 10 ગ્રામ ગોલ્ડનો આજનો ભાવ

22 જુલાઈએ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 571.56 અબજ ડોલર રહ્યો હતો. આ વર્ષે માર્ચના અંતમાં તે 620.7 અબજ ડોલર હતું. આ વર્ષે માર્ચના અંતમાં ડેટ-ટુ-જીડીપી રેશિયો ઘટીને 19.9 ટકા થઈ ગયો હતો. ગયા વર્ષે માર્ચમાં આ રેશિયો 21.2 ટકા હતો.

રાજને કહ્યું કે વિદેશી દેવું અને વિદેશી મુદ્રા ભંડાર ભારતીય અર્થવ્યવસ્થાને સ્થિતિસ્થાપક બનાવે છે. જ્યારે શ્રીલંકા અને પાકિસ્તાન ગંભીર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે. તેમના વિદેશી મુદ્રા ભંડારમાં ભારે ઘટાડો થયો છે. વિદેશી દેવું ઘણું વધી ગયું છે.

તાજેતરમાં જ શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 5 કરોડ ડૉલરની નીચે આવી ગયો છે. ત્યારબાદ શ્રીલંકા વિદેશી દેવું ચૂકવવાની સ્થિતિમાં નથી. પાકિસ્તાનમાં પણ હાલત ખરાબ છે. પાકિસ્તાનની સેન્ટ્રલ બેન્કના આંકડા મુજબ 22 જુલાઈએ પૂરા થયેલા સપ્તાહમાં તેનો વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 75.4 કરોડ ડોલર થઈ ગયો છે.

આ સાથે ફુગાવા અંગે રાજને જણાવ્યું હતું કે, RBIના વ્યાજદરમાં વધારાથી ફુગાવાના દબાણમાં ઘટાડો થશે. ફૂડ ઇન્ફ્લેશનમાં વધારાનું કારણ મોસમી પરિબળો છે. આ ફુગાવો ઘટવાની ધારણા છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Business news, Economic growth, Indian economy

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन