Home /News /business /સંઘર્ષગાથા: પંક્ચર પડેલી ગાડી આવે એટલે દુકાનમાંથી નીકળે છે આ યુવતી, કામ કરીને ફરી લઈ લે છે હાથમાં પુસ્તક
સંઘર્ષગાથા: પંક્ચર પડેલી ગાડી આવે એટલે દુકાનમાંથી નીકળે છે આ યુવતી, કામ કરીને ફરી લઈ લે છે હાથમાં પુસ્તક
પંક્ચર સાંધવાવાળી યુવતી!
સરકારી નોકરીની તૈયારી ઉપરાંત જાગૃતિ MAનો અભ્યાસ પણ કરી રહી છે. તેણીએ કહ્યું કે, 'જ્યારે પણ હું કોઈને યુનિફોર્મમાં જોઉં છું, ત્યારે મને લાગે છે કે એક દિવસ મારા ખભા પર પણ આવો સ્ટાર હશે...' જાણો આ પંક્ચર સાંધવાવાળી છોકરીના સપનાની સંઘર્ષ કહાણી...
ડુંગરપુર: કોઈ પણ શહેરમાં પંક્ચરની દુકાન દેખાવી સામાન્ય વાત છે, પરંતુ તેની અંદર એક સંઘર્ષની કહાણીઓ પણ છુપાયેલી છે. જ્યારે પણ વાહનમાં પંક્ચર પડવાને કારણે વાહન અટકી જાય છે અને આ દુકાને વ્યક્તિ પહોંચે છે, ત્યારે એક યુવતી આ દુકાનમાંથી બહાર આવે છે. વાહનના પંક્ચરને તે સારી રીતે રિપેર કરે છે. તે તેની મજૂરી લે છે અને પછી દુકાનની અંદર ચાલી જાય છે અને પુસ્તકો ખોલીને વાંચવાનું શરૂ કરે છે. આ દ્રશ્ય જોઈને પસાર થતા લોકો ઘણી વાર આશ્ચર્યની સાથે સાથે ખુશ પણ થાય છે. ખરેખર આ છોકરીના સપના અને તેના સપનાને સાકાર કરવાનો તેનો માર્ગ, બંને સુખદ આશ્ચર્ય સર્જે છે.
આ યુવતી ડુંગરપુરની 22 વર્ષની જાગૃતિ ચૌહાણ છે. જાગૃતિ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર એટલે કે ASIની પરીક્ષાની તૈયારી કરી રહી છે. તે રાજસ્થાન પોલીસના અધિકારી બનવા માંગે છે. તે પંક્ચરની દુકાન ચલાવે છે, જેથી તે તેના પરિવાર પર બોજ ન બને, તેનાથી વિપરીત, તે મદદ પણ કરી શકે. જણાવી દઈએ કે, તેમના પરિવારની આર્થિક સ્થિતિ બહુ ખરાબ નથી.
" isDesktop="true" id="1363749" >
પિતાને જોઈને પંક્ચર બનાવતા શીખ્યા
મેતાલી ગામની રહેવાસી જાગૃતિ એક સામાન્ય પરિવારમાંથી છે. તેના પિતા ગલ્ફ કન્ટ્રી કુવૈતમાં નોકરી કરે છે. કુવૈત જતા પહેલા તે ટાયરના પંક્ચર સાજા કરતા હતા, ત્યારે જ જાગૃતિ તેના પિતાને જોઈને પંક્ચર લગાવતા શીખી ગઈ હતી. તેના પિતા કુવૈત ગયા પછી પંક્ચરની દુકાન બંધ થઈ ગઈ હતી, પરંતુ જાગૃતિએ ફરી શરૂ કરી હતી. હવે જાગૃતિ પંક્ચર બનાવવાના કામમાંથી રોજના 250 થી 300 રૂપિયા કમાય છે. અભ્યાસની સાથે સાથે તે પરિવારના નાના-મોટા ખર્ચાઓ પણ ઉઠાવે છે.
જાગૃતિ જણાવે છે કે, આ સિવાય તે ટ્રેક્ટર પણ ચલાવે છે અને પોતાના ખેતરમાં ખેડે પણ કરે છે. તેને બે બહેનો અને એક ભાઈ છે. મોટી બહેન નેહા બાળકોને ટ્યુશન કરાવે છે અને નાની જીજ્ઞાસા અને ભાઈ કૃષ્ણરાજ અભ્યાસ કરે છે. જાગૃતિની માતા સૂર્યા ગૃહિણી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર