Home /News /business /વિદેશી રોકાણવાળી આ દેશી કંપનીમાં બધા કર્મચારીઓને મળશે ભાગીદારી!

વિદેશી રોકાણવાળી આ દેશી કંપનીમાં બધા કર્મચારીઓને મળશે ભાગીદારી!

કંપની હોય તો આવી, કર્મચારીઓને મોજા હી મોજા કરાવી દીધી, હવે બધા જ કર્મચારીઓ કંપનીમાં ભાગીદાર કહેવાશે.

Spinny launch ESOP: યુઝ્ડ કાર સેગમેન્ટમાં ડિલિંગ કરતી કંપની Spinnyની શરુઆત 2015માં થઈ હતી. હાલ આ કંપની દેશના 22 શહેરોમાં કામકાજ કરે છે. તેના 36 જેટલા કાર હબ છે. ગત વર્ષે ક્રિકેટની દુનિયાના દિગ્ગજ સચીન તેંડુલકરે પણ આ કંપનીમાં સ્ટ્રેટેજીક રોકાણ કર્યું હતું. હવે આ કંપની તમામ કર્મચારીઓને એમ્પ્લોયી સ્ટોક ઓનરશિપ પ્લાન (ESOP) હેઠળ શેર આપશે.

વધુ જુઓ ...
  મુંબઈઃ Spinny એ પોતાના તમામ કર્મચારીઓ માટે એમ્પ્લોયી સ્ટોક ઓનરશિપ પ્લાન (ESOP) લોન્ચ કર્યો છે. જે સાથે સ્પિની એ કંપનીઓના લિસ્ટમાં આવી ગઈ છે જે ટેલેન્ટને એટ્રેક્ટ કરવા માટે ફરીથી ESOP પ્લાન લોન્ચ કરી રહી છે. સ્પિનીમાં અમેરિકાની દિગ્ગજ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ટાઈગર ગ્લોબલનું રોકાણ છે. સ્પિની યુઝ્ડ કાર રિટેલિંગ બિઝનેસમાં છે. કંપનીએ 4 ઓક્ટોબરના રોજ જણાવ્યું કે તેના તમામ કર્મચારીઓ આ ESOP પ્લાનનો ભાગ હશે અને આ પ્લાન હેઠળ દરેક પદ અને રોલ પર કામ કરતાં કર્મચારીઓને સામેલ કરવામાં આવશે. કંપની બ્લુ કોલર વર્કર્સને પણ પોતાના શેર આપશે.

  સ્પિનીએ ગત વર્ષે ડિસેમ્બરમાં 1.2 કરોડ ડોલરના Esopનું બાયબેક કર્યું હતું. આમાં, કંપનીએ તેના પ્રારંભિક કર્મચારીઓ પાસેથી શેર પાછા ખરીદ્યા હતા. તેમાં બ્લુ-કોલર કર્મચારીઓનો સમાવેશ થાય છે.સ્પિનીના સ્થાપક અને સીઇઓ નીરજ સિંઘે જણાવ્યું હતું કે, “શરૂઆતથી જ અમારું ધ્યાન તંદુરસ્ત વર્ક કલ્ચર બનાવવા પર રહ્યું છે. અમે એવી વેલ્યુ સિસ્ટમ બનાવવા માંગીએ છીએ કે જેમાં અમે ટીમના તમામ સભ્યો વચ્ચે વિશ્વાસનો સંબંધ બનાવી શકીએ.'

  આ પણ વાંચોઃ ટીશ્યુ પેપરનો બિઝનેસ કરીને થઈ શકે લાખોની કમાણી, સરકારથી પણ મળશે મદદ

  તેમણે આગળ કહ્યું કે, 'અમારી રિવોર્ડ ફિલસૂફી આધુનિક વિચારસરણી પર આધારિત છે, અને કરુણા, ટીમવર્ક અને સહિયારી માલિકીની ભાવનાથી પ્રેરિત છે. અમારા માટે, ગ્રાહકોને યોગ્ય ઉકેલો પૂરા પાડવા અને ટીમના સભ્યો માટે વેલ્યુ ઉભી કરવા સિવાય બીજું કંઈ મહત્વનું નથી.'

  Spinnyની શરુઆત 2015માં કરવામાં આવી હતી. કંપની 22 શહેરોમાં કામકાજ કરે છે. તેમાં કંપનીના 36 કાર હબ છે. ગત વર્ષે પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરે આ કંપનીમાં સ્ટ્રેટેજીક રોકાણ કર્યું હતું. કંપનીનો દાવો છે કે દરેક સ્પિની કાર 200 પોઇન્ટની ચેકલિસ્ટમાંથી પસાર થાય છે.  કંપનીનો દાવો છે કે ગ્રાહકો ખરીદીના પાંચ દિવસની અંદર કાર પરત કરી શકે છે. તેમને આ અંગે કોઈ પ્રશ્ન પૂછવામાં આવશે નહીં. તેમના પૈસા પરત કરવામાં આવશે. કંપની આફ્ટર સેલ એક વર્ષની વોરંટી પણ આપે છે.સ્પિનીએ અબુ ધાબીના ADQ પાસેથી $250 મિલિયનનું ભંડોળ એકત્ર કર્યું હતું. તેણે ટાઈગર ગ્લોબલ મેનેજમેન્ટ, એવેનીર ગ્રોથ, ફિરોઝ દિવાનના એરેના હોલ્ડિંગ્સ અને થિંક ઈન્વેસ્ટમેન્ટ્સ પાસેથી પણ ભંડોળ એકત્ર કર્યું છે. આ માટે કંપનીનું મૂલ્ય 1.8 અબજ ડોલર લગાવવામાં આવી હતી. આ સાથે યુનિકોર્ન બનનાર તે ભારતમાં ચોથી કાર રિટેલર કંપની છે. અગાઉ Cars24, CarDekho અને Droom યુનિકોર્ન બની ગયા છે.
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Investment tips, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन