SpiceJetની શાનદાર ઓફરઃ માત્ર 899 રૂપિયામાં કરો હવાઈ યાત્રા, ઉઠાવો ઓફરનો લાભ

SpiceJetની શાનદાર ઓફરઃ માત્ર 899 રૂપિયામાં કરો હવાઈ યાત્રા, ઉઠાવો ઓફરનો લાભ
પેસેન્જરોને આકર્ષવા માટે સ્પાઇસ જેટ Book Befikar Sale લઈને આવી છે, 17 જાન્યુઆરી પહેલા કરો બુકિંગ

પેસેન્જરોને આકર્ષવા માટે સ્પાઇસ જેટ Book Befikar Sale લઈને આવી છે, 17 જાન્યુઆરી પહેલા કરો બુકિંગ

  • Share this:
    નવી દિલ્હીઃ કોરોના મહામારીને કારણે ડોમેસ્ટિક (Domestic Passengers) અને આંતરરાષ્ટ્રીય પેસેન્જરો (International Passengers) ની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. એવામાં પેસેન્જરોને આકર્ષવા માટે SpiceJet એક સ્પેશલ 'Book Befikar Sale' લઈને આવી છે. આ સેલ હેઠળ ડોમેસ્ટિક મુસાફરીનું ભાડું 899 રૂપિયાથી શરૂ થઈ રહ્યું છે. નોંધનીય છે કે ટિકિટનું બુકિંગ આજે (13 જાન્યુઆરી)થી શરૂ થઈ ગયું છે, જે 17 જાન્યુઆરી 2021ના રોજ બંધ થશે. સેલ હેઠળ ટિકિટ બુકિંગ પર 1 એપ્રિલ 2021થી 30 સપ્ટેમ્બર 2021ની વચ્ચે મુસાફરી કરી શકાશે.

    મળશે આ સુવિધાઓ



    Book Befikar Saleમાં ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું ભાડું 899 રૂપિયાથી શરૂ થઈ રહ્યું છે. આ ઉપરાંત કોઈ ચાર્જ લીધા વગર ટિકિટની તારીખ બદલી શકાશે અને કેન્સલ કરવાની પણ સુવિધા આપવામાં આવી રહી છે. કંપનીએ વધુમાં વધુ પેસેન્જરોને આકર્ષવાના પ્રયાસમાં આ ઓફર હેઠળ એક મફત ટિકિટ વાઉચર અલગથી આપવાની ઘોષણા કરી છે.

    આ પણ વાંચો, 10 લાખ રૂપિયા કમાવાની તક! વૈષ્ણો દેવી માતાના 5-10 રૂપિયાવાળા સિક્કા કરશે માલામાલ

    કંપનીએ જણાવ્યું કે ફ્લાઇટ વાઉચરની કિંમત બુક કરવામાં આવેલી ટિકિટના બેઝ ભાડા જેટલી હશે. ગ્રાહક જ્યારે પણ આ સેલ ઓફર હેઠળ ટિકિટનું બુકિંગ કરશે તો તેને મહત્તમ 1000 રૂપિયા પ્રતિ બુકિંગનું વાઉચર મળશે. આ વાઉચરનો ઉપયોગ ભવિષ્યમાં ટિકિટ બુકિંગ માટે કરી શકાશે.

    વાઉચર 28 ફેબ્રુઆરી સુધી છે વેલિડ

    આ ફ્લાઇટ વાઉચર 28 ફેબ્રુઆરી 2021 સુધી વેલિડ હશે. તે માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ ઉપર જ લાગુ થશે. આ વાઉચરને ઓછામાં ઓછા 5,500 રૂપિયાની ઓછામાં ઓછી લેવડ-દેવડની સાથે નવેસરથી બુકિંગ કરાવવા ઉપયોગમાં લઈ શકાય છે.

    આ પણ વાંચો, ખૂબ જ ખતરનાક છે આ Lake, પાણીને સ્પર્શ કરતાં જ બની જવાય છે પથ્થર!

    આ ઓફરની તમામ જાણકારી એરલાઇને પોતાની વેબસાઇટ www.SpiceJet.com પર આપી છે. સ્પાઇસજેટે કહ્યું કે, આ છૂટ માત્ર એરતરફી ભાડા પર લાગુ થશે. આ ઓફરને કોઈ અન્ય ઓફરની સાથે જોડી નહીં શકાય અને ન તો ગ્રુપ બુકિંગ પર તે લાગુ થશે.
    Published by:Mrunal Bhojak
    First published:January 13, 2021, 15:10 pm