Home /News /business /ધમાકેદાર ઓફર...આ પ્લેનની ટિકિટ ટ્રેન કરતાં પણ સસ્તી! થોડા દિવસો બાકી, જલ્દીથી ઉઠાવો લાભ
ધમાકેદાર ઓફર...આ પ્લેનની ટિકિટ ટ્રેન કરતાં પણ સસ્તી! થોડા દિવસો બાકી, જલ્દીથી ઉઠાવો લાભ
સ્પાઇસ જેટે વર્ષની સૌથી સસ્તી એરલાઇન ટિકિટની જાહેરાત કરી છે.
SpiceJet Republic Day Sale: એરલાઇન કંપની સ્પાઇસ જેટ પ્રજાસત્તાક દિવસના અવસર પર એક ખાસ ઓફર લાવ્યું છે. આ ખાસ ઓફરમાં તમે માત્ર રૂ.1126માં એર ટિકિટ બુક કરાવી શકો છો.
SpiceJet Republic Day Sale: જો તમે ટ્રેન અને બસમાં મુસાફરી કરીને કંટાળી ગયા હોવ અને પ્લેનમાં મુસાફરી કરવા માંગો છો તો તમે આ પ્લેનમાં રેલ ભાડા પર સવારી કરી શકો છો. તમારે જરા પણ આશ્ચર્ય પામવાની જરૂર નથી, કારણ કે તે શક્ય છે. એરલાઇન કંપની સ્પાઇસ જેટ પ્રજાસત્તાક દિવસ પર એક ખાસ ઓફર લાવ્યું છે. આ ખાસ ઓફરમાં તમે માત્ર રૂ.1126માં એર ટિકિટ બુક કરાવી શકો છો.
સ્પાઇસ જેટે વર્ષની સૌથી સસ્તી એરલાઇન ટિકિટની જાહેરાત કરી છે. તમે આ ઑફર હેઠળ બુક કરેલી ટિકિટ પર 24 જાન્યુઆરી 2023 થી 30 સપ્ટેમ્બર 2023 સુધી મુસાફરી કરી શકો છો.
સ્પાઈસજેટે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે હવે તમે માત્ર 1126 રૂપિયામાં હવાઈ મુસાફરી કરી શકો છો. આ ઑફર 24 થી 29 જાન્યુઆરી, 2023 સુધી ચાલુ રહેશે અને આ સમય દરમિયાન તમારે ટિકિટ બુક કરાવવી પડશે. તેમજ તમે આ ઓફર હેઠળ બુક કરેલી ટિકિટ પર 24 જાન્યુઆરી 2023 થી 30 સપ્ટેમ્બર 2023 સુધી મુસાફરી કરી શકો છો.
એરલાઈન અનુસાર, આ સેલ સ્પાઈસ જેટ શહેરની તમામ ઓફિસ, એરપોર્ટ ઓફિસ, વેબસાઈટ, મોબાઈલ એપ અને ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા ઉપલબ્ધ થશે. ઉપરાંત, આ સુવિધા વહેલા તે પહેલાના ધોરણે ચાલુ રહેશે.
આ પહેલા ટાટા ગ્રુપની એર ઈન્ડિયા પણ પ્રજાસત્તાક દિવસના અવસર પર સેલ લઈને આવી હતી. જો કે, આ ઓફર 23 જાન્યુઆરીએ સમાપ્ત થઈ હતી. રિપબ્લિક ડે સેલમાં એર ઈન્ડિયાએ ડોમેસ્ટિક એર ટ્રાવેલ ટિકિટ પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું. આ સેલમાં તમે માત્ર 1,705 રૂપિયામાં ફ્લાઇટ ટિકિટ બુક કરાવી શકો છો. તમને જણાવી દઈએ કે દર વર્ષે એરલાઈન્સ કંપનીઓ કોઈ ખાસ અવસર પર આવી ઑફર્સ લઈને આવે છે. તેમજ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સ્પાઇસ જેટ પછી, કેટલીક અન્ય એરલાઇન્સ પણ ગ્રાહકોને શ્રેષ્ઠ ઓફર આપી શકે છે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર